ખુબ જ સુંદર છે ઉત્તરાખંડ ની ફૂલોની તળેટી, 500 પ્રકારના ફૂલો છે અહીં, સંજીવની લેવા આવ્યા હતા હનુમાનજી

0
1095

ભારતમાં ફરવા લાયક ઘણા બધા સ્થળો છે. જો તમે બધા સ્થળોની મુલાકાત લેવા માંગો તો તમારી પાસે સમય ખૂટી જાય. આપણા દેશના ઘણા બધા સ્થળોનો યુનેસ્કોએ વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સમાવેશ કર્યો છે. અને માત્ર ભારતના જ નહિ પણ વિદેશના લોકો પણ એને જોવા માટે આપણા દેશમાં આવે છે.

અને આજે અમે તમને જે જગ્યા વિષે જણાવવાં જઈ રહ્યા છીએ, એ જગ્યા પોતાના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. આ સ્થળની સુંદરતા લોકોનું મન મોહી લે છે. અહીં પહોંચવા પર શાંતિનો અનુભવ થાય છે. આ જગ્યાની સુંદરતા જોઇને તમને અહીંથી પાછા ઘરે જવાનું મન નહિ થાય, કારણ કે આ જગ્યા જ એવી છે. તો આવો તમને જણાવીએ કે, અમે જે સ્થળની આટલી પ્રશંસા કરી રહ્યા છીએ એ સ્થળ કયું છે?

શું તમે ઉત્તરાખંડમાં આવેલી ફૂલોની ખીણ વિષે સાંભળ્યું છે? જો ના તો જણાવી દઈએ કે, આ એજ સ્થળ છે જેના વિષે અમે તમને જણાવવાના છીએ. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને એની સુંદરતાનો આનંદ માણે છે. અહીં એક રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે ગઢવાલ ક્ષેત્રના ચમોલી જિલ્લામાં આવેલું છે. એને વિશ્વનો વારસો જાહેર કરવામાં આવ્યું છે.

ફૂલોની આ ખીણ 87.50 કિલોમીટર વર્ગ વિસ્તારમાં ફેલાયેલી છે. આને યુનેસ્કોએ 1982 માં રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કર્યું હતું. હિમ આચ્છાદિત પર્વતોથી ઘેરાયેલી ખીણ ઘણી સુંદર છે. અહીં તમને ફૂલોની 500 કરતા વધારે પ્રજાતિઓ જોવા મળી જશે. આ ક્ષેત્ર બાગકામ નિષ્ણાતો અને ફૂલ પ્રેમીઓ માટે ઘણું પ્રખ્યાત છે.

ફૂલોની આ ખીણ વિષે કહેવામાં આવે છે કે, રામાયણ અને મહાભારતમાં પણ આનું વર્ણન મળે છે. માન્યતા છે કે આ એજ જગ્યા છે જ્યાંથી હનુમાનજી ભગવાન રામના ભાઈ લક્ષ્મણ માટે સંજીવની બુટી લાવ્યા હતા. ફૂલોની આ ખીણને સ્થાનિક લોકો પરીઓનું નિવાસ સ્થળ માને છે. એજ કારણ છે કે લોકો લાંભા સમય માટે અહીં આવતા અચકાય છે. ફૂલોની ખીણની શોધ સૌથી પહેલા ફ્રેંક સ્મિથે 1931 માં કરી હતી. ફ્રેંક બ્રિટિશ પર્વતારોહી હતા.

ફ્રેંક અને એમના સાથી હોલ્ડસવર્થે આ ખીણને શોધી અને ત્યારબાદ આ સ્થળ ફેમસ સ્થળ બની ગયું. આ ખીણને લઈને સ્મિથે “વેલી ઓફ ફ્લાવર્સ” પુસ્તકમાં પણ લખ્યું છે. ફૂલોની ખીણમાં ઉગતા ફૂલોમાંથી દવાઓ પણ બનાવવામાં આવે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.