આ નુસખો 5 દિવસમાં 2 કિલો સુધી વજન ઓછું કરી શકે છે, એ પણ વધારાનો એક રૂપિયાનો ખર્ચ કર્યા વિના.

0
3499

નમસ્કાર મિત્રો આ આર્ટીકલમાં અમારાથી જે ટાઈપીંગ મિસ્ટેક થઇ હતી એ અમોએ સુધારી દીધી છે. પહેલા અમે ભૂલથી 2 દિવસમાં 5 કિલો વજન ઘટી જાય એમ લખ્યું હતું. જે અમે સુધારી દીધું છે. આ સાથે માહિતીને વધુ અપડેટ પણ કરી છે. જે નીચે મુજબ છે.

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આજકાલ લોકોમાં વજન વધવાની સમસ્યા ઘણી વધારે જોવા મળે છે. આથી માર્કેટમાં વજન ઓછું કરવા વાળી અસંખ્ય પ્રોડક્ટ્સ મળી રહે છે. પરંતુ તે કોઈ ખાસ અસર નથી દેખાડતી. અને જો કોઈ કામમાં આવે છે, તો તે ખુબ મોંઘી હોય છે.

પણ આજે અમે તમને જે નુસખા વિષે જણાવવાં જઈ રહ્યા છીએ, તે મોટાપો ઓછો કરવા માટેનો સરળ અને ઘણો ઉપયોગી થાય એવો ઘરેલુ નુસખો છે. જણાવી દઈએ કે બજારમાં મળતી વિવિધ પ્રોડક્ટ્સ કરતા આ નુસખો 2 ગણો વધારે અસરકારક છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, અમે જે નુસખાની વાત કરી રહ્યા છીએ, તે છે ધાણાની ચા. તમારે પોતાનું વજન ઓછુ કરવાં માટે લીલા ધાણાની બનેલી ચા નું સેવન કરવાનું છે. એને કઈ રીતે બનાવવી અને કઈ રીતે એનું સેવન કરવું એ નીચે જણાવ્યું છે.

ધાણાની ચા બનાવવાની રીત :

લીલા ધાણા જેને કોથમીર પણ કહેવામાં આવે છે, એને કાપીને 5 ચમચીના પ્રમાણમાં લઈને, 1 લીટર પાણીમાં નાખીને 20 મિનિટ સુધી ઉકેલવા માટે ઢાંકીને મુકી દો. પછી એ પાણીને ગાળી લો અને એ ચાનું સેવન કરો. મોટાપો ઓછો કરવાની સાથે સાથે આ તમારી કિડનીની બીમારીઓને પણ સારું કરે છે.

ઉપરના અનુભવો સ્વદર્શન અંક ઓગસ્ટ ૨૦૧૭ માંથી લીધેલ સ્ક્રીન શોર્ટ છે. જેમાં જે લોકોના આ રીતે વજન ધટ્યા છે. તે લોકોના અનુભવો સાથે ગામ અને ફોન નંબર પણ આપ્યા હતા. પરંતુ એમની અનુમતિ ના હોવાથી અમે એ ફોન નંબર છુપાવ્યા છે.

નોંધ : આ ચા ને દિવસમાં 2 થી 3 વાર સેવન કરી શકાય છે. 1 લીટરથી વધારે ચા તમારા માટે હાનીકારક પણ થઇ શકે છે. એક મહિનામાં ફક્ત એક અઠવાડિયા સુધી જ પ્રયોગ કરો. વધારે સમય સુધી નહિ કરવું. આના પછી બીજા મહિને પાછું શરુ કરી નાખો.

“નવી ભોજન પ્રથા” આધારિત આ ખોરાક લેવાની પદ્ધતિ જ છે. જેમાં “કાચું એટલું સાચું” અને વિવિધ ગ્રીન જ્યુસ લેવાનું કહેવામાં આવે છે. આ બાબતે અમે “બી.વી.ચૌહાણના” આભારી છીએ. તેમની વિવિધ શિબિરો પણ ભરી શકો છો.

વિવિધ ઉપાયો કર્યા પછી પણ જો તમારું વજન ઓછું નથી થતું, તો એની પાછળ નીચે જણાવેલા કારણો જવાબદાર હોઈ શકે છે. માટે એને ધ્યાનમાં રાખી એ મુજબ પોતાની દિનચર્યામાં સુધારો કરીને તમે પોતાનું વજન ઓછું કરી શકો છો.

૧. ફાળોના સેવન ઓછું કરવાથી :

જણાવી દઈએ કે, ઘણા બધા લોકો ફળોનું સેવન કરવાથી દુર રહે છે, અને જંકફૂડ વધારે ખાય છે. અને ફળોનું સેવન ન કરવાને કારણે જ તમારું વજન ઘટતું નથી. એટલું જ નહિ ફળોનું સેવન ન કરવાથી તમારી એનર્જી પણ ઘટે છે, તેવામાં વધુ પ્રમાણમાં ફળોનું સેવન કરવું જોઈએ. અને જંક ફૂડનું સેવન ઓછું કરી દેવું જોઈએ.

૨. ઓછી કેલેરીનું સેવન કરવું :

જાણકારી માટે જણાવી દઈએ કે, ઘણી ઓછી કેલેરી ખાવાથી તમને ભૂખ વધારે લાગે છે. તેમજ ઓછી કેલરી લેવાથી માંસપેશીઓને નુકશાન પણ થઇ શકે છે. એટલું જ નહિ તમારું પાચન પણ ધીમું થઇ શકે છે, જેને કારણે મોટાપો વધવાની શક્યતા વધુ થઇ જાય છે. તમને જણાવી આપીએ કે તમારે કેલેરી પુષ્કળ પ્રમાણમાં લેવી જોઈએ.

૩. પૂરતી ઊંઘ ન લેવી :

વજન ઓછું ન થવાના કારણ માંથી એક પૂરતી ઊંઘ ન લેવી પણ છે. એટલે ઊંઘ પૂરી ન લેવાને કારણે પણ તમારું વજન વધી શકે છે. એટલે તમને જણાવી દઈએ કે, જો તમે વજન ઘટાડવા માંગો છો, તો સૌથી પહેલા તમારી ઊંઘ ઉપર ધ્યાન આપવું જોઈએ. તેનાથી તમારું શરીર એકદમ ફીટ રહે છે અને સાથે જ હાર્મોનની પણ સમસ્યા નહી થાય.