કાર વેચવામાં રાખો સાવધાની, પડી શકો છો મુશ્કેલીમાં, જાણો વધુ વિગત

0
548

મુંબઇ હાઈકોર્ટે માન્યું છે કે, જો કોઈ વ્યક્તિ જેણે પોતાની કાર વેચી દીધી છે, પણ સબંધિત ક્ષેત્રીય પરિવહન કાર્યાલયના રેકોર્ડમાં માલીક તરીકે તેનું નામ નોંધાયેલ છે, તો દુર્ઘટનાના કિસ્સામાં સબંધિત પક્ષને વળતર આપવા માટે તે જ ઉત્તરદાયી ગણાશે. ન્યાયમૂર્તિ આરડી ધાનુકાએ હુંફરીઝ સોનવાલાની અપીલ ઉપર સુનાવણી કરી છે. હુફરીઝે મોટર દુર્ઘટનાના દાવા ન્યાયાધિકરણ (એમએસિટી), મુંબઈના નિર્ણયને પડકાર આપ્યો હતો, જેમાં ૭.૪% વ્યાજ સાથે ૧,૩૪,૦૦૦ રૂપિયાનું વળતર ભરવા માટે એમને ઉત્તરદાયી ગણવામાં આવ્યા.

શું હતો મામલો?

લાઈવ લો મુજબ અપીલ કરનાર અનુસાર, તેણે તે વાહનને કલ્પેશ પાંચાલને વેચી દીધું હતું, અને આરટીઓના અભિલેખોમાં તેના નામથી તે વાહનને હસ્તાંતરીત કરવા માટે પંચાલને એક સુપુર્દગી અને આવશ્યક દસ્તાવેજ સાથે વાહનનો કંબ્જો સોંપી દીધો હતો. ૮ માર્ચ, ૨૦૦૮ એ પાંચાલે ભારત દવે નામના એક વ્યક્તિને તે વાહનથી ટક્કર મારી તેને ઘાયલ કરી દીધો હતો.

દવેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, અને ૨ અઠવાડિયા સુધી તેની સારવાર કરવામાં આવી. આ પછી દવેએ એમએસીટી મુંબઈમાં પાંચાલ અને અપીલકર્તા વિરુદ્ધ મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ ની ધારા ૧૬૬ અંતર્ગત એક આવેદન દાખલ કર્યું, જેમાં ‘નો ફોલ્ટ લાયબીલીટી’ માટે ઉક્ત અધિનિયમ ધારા ૧૪૦ મુજબ આવેદન કરવામાં આવ્યું હતું.

૧૧ જૂન, ૨૦૦૯ એ એમએસીટી, મુંબઈએ દવેને વળતરની ચુકવણી કરવા માટે અપીલકર્તાને જવાબદાર ગણ્યા અને આ નિર્ણય સંભળાવ્યો હતો.

સબમિશન :

અપીલકર્તાના વકીલ રવિ તલરેજાએ કહ્યું કે, ભલે અપીલકર્તા દ્વારા બધા અપેક્ષિત દસ્તાવેજો સાથે ડિલિવરી નોટ સોંપી દીધી હોય પણ ખરીદદારે તેનું નામ ઉક્ત વાહનને હસ્તાંતરીત નથી કરાવ્યું. તલરેજાએ કહ્યું કે, દુર્ઘટનાના સમયે અપીલકર્તાએ આ આધાર પર ક્ષતિપૂર્તિ રાશિની ચુકવણી કરવા માટે જવાબદાર ના ગણાવી શકાય કે, તે વાહન તેના નામે હતું.

બીજી તરફ એએમકે ગોખલે દ્વારા નિર્દેશિત એડવોકેટ કૃતિકા પોલાકે પ્રતિવાદી નંબર એક ભારત દવે તરફથી રજૂ કરવામાં આવી. તેમણે કહ્યું કે, ઉક્ત વાહનને ૨૯ ડિસેમ્બર ૨૦૦૯ ના રોજ પાંચાલના નામે સ્થળાંતરીત કરી દીધુ હતું આથી તે સ્પષ્ટ છે કે, દુર્ઘટનાની તારીખે વાહન અપીલકર્તાના નામે હતું. અપીલકર્તા દ્વારા નિર્ધારિત સમયની અંદર ઉક્ત અધિનિયમની ધારા ૫૦ મુજબ ઉક્ત વાહનને હસ્તાંતરીત કરવાંની બાંધ્યતા હતી, પોકલે એ તર્ક આપ્યો.

પોતાની દલીલમાં તેમણે નવીન કુમાર બનામ વિજય કુમાર અને અન્ય મામલામાં ૬ ફેબ્રુઆરી ૨૦૧૮ એ સુપ્રીમ કોર્ટ નિર્ણય પર ભરોસો કર્યો. ઉક્ત નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે વિભિન્ન પૂર્વ નિર્ણયોને સંદર્ભીંત કરવામાં આવ્યા, અને મોટર વાહન અધિનિયમની ધારા ૨(૩૦) અને ધારા ૫૦ ની તાપસ પછી સુપ્રીમ કોર્ટે માન્યું કે, જે વ્યક્તિના નામે વાહન દુર્ઘટનાંની તારીખ પર રજીસ્ટર હતું અને જે વાહનનો વીમો કરવામાં આવ્યો નહોતો. તે ધારા ૨(૩૦) ના અર્થ પ્રમાણે વાહનનો માલિક બની રહેશે અને ક્ષતિપૂર્તિની ચુકવણી કરવા માટે જવાબદાર રહેશે.

કોર્ટનો નિર્ણય :

અદાલતે નવીન કુમાર (સુપ્રા) માં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું હતું કે, 14 દિવસની અંદર વાહનના કથિત સ્થાનાંતરણની જાણ કરવી ફરજિયાત હતી, જેને કરવામાં તે નિષ્ફળ રહ્યા હતા. મારી દ્રષ્ટિએ, માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલા સિદ્ધાંતો હાલના કેસના તથ્યો પર સ્પષ્ટપણે લાગુ થશે. હું આ નિર્ણયથી આદરપૂર્વક બંધાયેલ છું.

વાહન અધિનિયમની કલમ 50 દ્વારા નિર્ધારિત સમય અંતર્ગત સ્થાનાંતરણ કરવાની જાણ અપીલકર્તાને ન હતી, અને તે અકસ્માતનાં દિવસે ઉપરોક્ત વાહનનો માલિક રહ્યો હતો. અને જેમ કે અપીલદાતા માલિકીના સમયગાળા દરમિયાન થયેલા અકસ્માતને ધ્યાનમાં રાખીને વળતર ચૂકવવા માટે જવાબદાર છે. “આમ, એમએસીટીના ચુકાદામાં દખલ કરવાનો ઇનકાર કરતા ન્યાયાધીશ ધનુકાએ અપીલને નકારી કાઢી.

“મારી દ્રષ્ટિએ, ન્યાયાધીશ ટ્રિબ્યુનલ દ્વારા પસાર થયેલ જજમેન્ટ અને ઓર્ડર કોઈપણ રીતે દખલ કરતું નથી, કારણ કે તે મોટર વાહન અધિનિયમનું પાલન કરે છે, અને કાયદાના સિદ્ધાંતોનું પાલન કરે છે. મને તે નિર્ણયમાં કોઈ ખામી નથી દેખાતી. ”

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.