જાણો મહિના સુધી સાબુ વગર ન્હાવાથી મળે છે આવા પરિણામ, જાણીને તમે પણ દંગ રહી જશો

0
8670

મિત્રો, સવારે ઉઠીને તમે શું કરો છો? આ પ્રશ્ન તમને પુછવામાં આવે તો તમે કહેશો આ કોઈ પ્રશ્ન થયો. દરેક જાણે છે કે લોકો સવારે ઉઠીને સ્નાન કર્યા પછી જ પોતાના બીજા કામ કરે છે. આ નિત્યક્રમ લગભગ દરેક વ્યક્તિનો હોય છે. અને આજે આપણે એના વિષે જ વાત કરીશું. આજે આપણે વાત કરીશું સ્નાનની એટલે કે ન્હાવાની. ન્હાવું આપણા માટે જરૂરી છે. અને મોટાભાગના લોકો ન્હાવા માટે સાબુનો ઉપયોગ કરે છે. એ રીતે સાબુ દરેક લોકોની રોજની આદત બની ગયો છે. અને માર્કેટમાં અલગ અલગ વેરાયટીના સાબુ મળે છે. તેમજ નાના બાળકો માટે પણ અલગથી સાબુ આવે છે.

દરેક વ્યક્તિ એ જ વિચારે છે કે સાબુથી ન્હાવાથી શરીર સ્વચ્છ થઇ જાય છે. અને તે આપણા શરીર માટે અન્ય બીજી રીતે પણ ફાયદાકારક છે. પણ તમે એ વાત જાણીને આશ્ચર્ય થશે કે હાલમાં જ સાબુ પર એક રિસર્ચ કરવામાં આવ્યું છે, અને તેમાં જાણવા મળ્યું છે કે સાબુથી ન્હાવા પર અમુક એવા પરિણામો મળ્યા છે જેનાથી એ સાબિત થાય છે, કે સાબુ વ્યક્તિના શરીર માટે જરાપણ ફાયદાકારક નથી.

આ રિસર્ચમાં પહેલા બે મહિના સુધી સાબુથી સ્નાન કરવાથી શું થાય છે એના પરિણામ મેળવવામાં આવ્યા, અને પછી બે મહિના સુધી સાબુના સ્થાન પર અન્ય બીજી વસ્તુનો ઉપીયોગ કરી સ્નાન કરવાથી શું થાય છે એના પરિણામ મેળવવામાં આવ્યા. અને બંનેમાં જમીન આસમાનનું અંતર જોવા મળ્યું. તમને જણાવી દઈએ કે સાબુથી સ્નાન કરવાથી ત્વચા સૂકી બની જાય છે. સાબુમાં સોફ્ટ કેમિકલનો પણ ઉપીયોગ કરવામાં આવે છે, જેનાથી ત્વચા ધીમે ધીમે ઘરડી થવા લાગે છે અને એના પર કરચલી પાડવા લાગે છે.

હવે સાબુની જગ્યાએ ચણાના લોટથી ન્હાવાથી ત્વચામાં નિખાર આવી જાય છે. તેમજ ત્વચા મુલાયમ અને સ્વસ્થ રહે છે, તેનાથી ત્વચા સંબંધીત ખસ, ખંજવાળ, વગેરે જેવી બીમારી પણ નથી થતી. તેમજ જો તમે ગળાની કાળાશથી છુટકારો મેળવવા માંગો છો, તો એના માટે તમે ચણાના લોટમાં અડધી ચમચી સરસીયાનું તેલ અને ચપટી હળદર મિક્ષ કરીને પેસ્ટ તૈયાર કરો. આ આ પેસ્ટને પોતાના કાળા ગળા પર લગાવી ઓછામાં ઓછું 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ આને થોડું ધસી લો અને પાણીથી ધોઈ લો. આ રીતે નિયમિત પ્રયોગ કરવાથી તમને આ સમસ્યા માંથી છુટકારો મળશે.

માર્કેટમાં જે પણ સાબુ આવે છે એમાં કોઈ ને કોઈ કેમિકલ જરૂર નાખેલું હોય છે. અને આ કેમિકલ વાળા સાબુ આપણને ઘણું નુક્શાન પહોંચાડે છે. માટે થઈ શકે તો એવી કેમિકલ વાળી પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી દુર રહેવું જોઈએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.