બાળકોની ફેવરેટ ડીસ “બટાટા લોલીપોપ” 5 મિનિટમાં જ બનીને તૈયાર થઇ જાય છે, જાણો એની રીત.

0
1191

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી એકવાર સ્વાગત છે. અમે તમારા માટે અલગ અલગ રેસીપી લઈને આવતા રહીએ છીએ. તો આજે અમે બાળકોની ફેવરેટ ડીસ બટાટા લોલીપોપ બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. આ ઘણી ઝડપી બનવા વાળી વાનગી છે. જે ખાલી 5 મિનિટમાં બનીને તૈયાર થઇ જાય છે. તો ચાલો બાળકો માટે આજે આપણે સ્નેક બનાવવાનું શરૂ કરીયે, જે છે બટાટા લોલીપોપ.

જરૂરી સામગ્રી :

3 બાફેલા મીડીયમ સાઈઝના બટાટા,

2 મોટી ચમચી મેંદો,

1/2 નાની ચમચી ધાણા પાઉડર,

2 મોટી ચમચી સમારેલી કોથમીર,

1 નાની ચમચી આદુ અને લસણની પેસ્ટ,

1 મોટી ડુંગરી (ઝીણી કાપેલી),

1 નાની ચમચી આમચૂર પાઉડર,

1/2 નાની ચમચી દળેલા મરચા,

1/4 નાની ચમચી ગરમ મસાલો,

2 કપ બ્રેડ સલાઇડ્સનો ભૂકો (બ્રેડ ક્રમ્સ),

મોઠું સ્વાદ અનુસાર.

બનાવવાની રીત :

સૌથી પહેલા તો બાફેલા બટાટાને છોલીને મેષ કરી લેવાના છે. પછી એમાં આદુ અને લસણની પેસ્ટ, ડુંગરી, કોથમીર, ગરમ મસાલો, દળેલા મરચા, ધાણા પાઉડર, આમચૂર પાઉડર, મીઠું અને બ્રેડ ક્રમ્સને એડ કરી તે બધાને સારી રીતે મિક્ષ કરી લેવાનું છે. આને એવી રીતે મિક્ષ કરવાનું છે, કે જેથી બધા મસાલા એક સાથે મિક્ષ થઇ જાય.

અમે અહીંયા દળેલા મરચાનો ઉપયોગ કર્યો છે. પણ જો તમારી પાસે ના હોય તો તમે તેની જગ્યા પર લીલા મરચા કે લાલા મરચાનો પાઉડર પણ ઉપયોગમાં લઈ શકો છો. બધું મિક્સ થઈ ગયા પછી હાથમાં તેલ લગાવીને તેના નાના બોલ બનાવી દેવાના છે. બધા બોલ તૈયાર થઇ ગયા બાદ તેનું બહારનું કોટિંગ તૈયાર કરવાની છે.

તો બટાટા લોલીપોપનું કોટિંગ તૈયાર કરવા માટે સૌથી પહેલા એક બાઉલમાં મેદો લઇ લો. પછી તેમાં 1/2 કપ પાણી એડ કરો અને તેની પેસ્ટ તૈયાર કરો. ધ્યાન રહે કે આ પેસ્ટ એકદમ પાતળી ન થવી જોઈએ. તે થોડી ઘટ્ટ હોવી જોઈએ.

આ પેસ્ટ બનાવ્યા પછી બટાટાના બોલને ફ્રાઈ કરવાના છે. તેના માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો. અને જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધી બધા બોલ પર કોટિંગ કરી લેવાની છે. સૌથી પહેલા બટાટાના બોલ લઈને મેંદાની પેસ્ટમાં નાખી તેને ચારેય બાજુ લગાડી દેવાનું છે. ત્યારબાદ એક નાના બાઉલમાં બ્રેડ ક્રમ્સ લઇ લેવું અને તે બટાટાના બોલને મેંદામાંથી એમાં નાખી દેવા અને તેને પણ ચારેય બાજુ ફેરવી દેવાનું છે. જે પણ વધારાના બ્રેડ ક્રમ્સ હોય તેને ધીમે હાથ વડે હલાવી નીકાળી લેવાના છે. ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઇ ગયું હશે. એટલે તેને ફ્રાઈ કરી લેવાના છે.

તેને ધીરે ધીરે તેલમાં એડ કરવાના છે. બટાટાના બોલ્સ એડ કાર્ય પછી ગેસને મીડીયમ કરી દેવાનો છે. જયારે નીચેથી પુરી રીતે ફ્રાઈ થઇ ગયા બાદ તેને પલટાવી દેવાના છે. તેને ચારેય બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાઈ કરવાના છે. અને તેને ચમચા વડે ચારેય બાજુ પલટાવતાં રહેવાનું છે. જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને પલટાવા રહી ફ્રાઈ કરવાના છે.

પછી જયારે તે બોલ્સ ગોલ્ડન બ્રાઉન કલરના થઇ જાય એટલે તેને બહાર કાઢી લેવાના છે. હવે આપણા લોલીપોપ બનીને તૈયાર છે, પણ તેને લોલીપોપ જેવું દેખાવવા માટે આપણે ટુથપીકનો ઉપયોગ કરી તેને લોલીપોપની અંદર નાખી દેવાનું છે જેનાથી તે લોલીપોપ જેવું દેખાય. હવે આપણા બટાટા લોલીપોપ સર્વિંગ માટે તૈયાર છે. આને કોઈપણ નાની મોટી પાર્ટીમાં બનાવી તેને સર્વ કરી શકો છો. અને બાળકો માટે પણ સર્વ કરી શકો છો.

જુઓ વિડીયો :