બાર્બી ડોલ બનવાના ચક્કરમાં બરબાદ કરી નાખ્યો ચહેરો પણ પૂરું થયું નહિ ઝનૂન

0
1274

બાર્બી ડોલ બનવાની ચાહતમાં એક મહીલા એ પોતાના હોઠનો આકાર 4 ગણો કરી દીધો છે. બુલ્ગેરિયાની એન્ડ્રિયા ઇવાનોવાએ એના માટે 17 એસિડ લિપ ઇંજેક્શન લગાવ્યા છે. જો કે, હવે તે પોતાના હોઠ વધુ મોટા કરવા માંગે છે.

22 વર્ષીય એન્ડ્રિયા દુનિયામાં સૌથી મોટા હોઠો વાળી છોકરીનો રેકોર્ડ પોતાના નામ પર દાખલ કરાવવા માંગે છે. એના માટે તે કાંઈ પણ કરવા તૈયાર છે.

સપ્ટેમ્બર મહિનામાં એન્ડ્રિયાએ 15 લિપ ઇંજેક્શન લગાવ્યા છે, અને હવે તે ઘણી બીજી મુશ્કેલ પ્રક્રિયાઓમાંથી પણ પસાર થશે. છેલ્લા 3 મહિનામાં એન્ડ્રિયાએ બે ટ્રીટમેન્ટ લીધી છે.

એન્ડ્રિયા સોફિયા યુનિવર્સીટીમાં જર્મન ફિલોલોજી (german philology) નો અભ્યાસ કરી રહી છે. એને એ પણ યાદ નથી કે તેણે વીતેલા થોડા વર્ષોમાં ટ્રીટમેન્ટ પર કેટલા પૈસા ખર્ચ કર્યા છે.

એન્ડ્રિયાએ ગયા વર્ષે પોતાના ટ્રાન્સફોર્મનેશનની સફરની શરૂઆત કરી હતી. તે કહે છે કે તે પહેલા કરતા વધારે ખુશ છે અને પોતાના મોટા હોઠથી વધારે સંતુષ્ટ છે.

એન્ડ્રિયા કહે છે કે, અમુક લોકો છે કે મારા મોટા હોઠને વધારે પસંદ કરે છે, જયારે અમુક મારા પહેલા વાળા લુકને પસંદ કરે છે. જો કે મને એનાથી કોઈ ફરક નથી પડતો, મારા માટે મારી પોતાની પસંદ સૌથી વધારે મહત્વ રાખે છે.

એન્ડ્રિયાનું પોતાનું ઈન્સ્ટાગ્રામ પણ છે, અને એના 15,000 ફોલોઅર્સ છે. તે પોતાના ઇંસ્ટાગ્રામ પણ ઘણી એક્ટિવ રહે છે અને પોતાની સેલ્ફી પોસ્ટ કરતી રહે છે.

એન્ડ્રિયાએ જણાવ્યું કે, તે બુલ્ગેરિયાના બધા ક્લિનિકના ચક્કર લગાવી ચુકી છે. એટલું જ નહીં, તે લગભગ બધા લિપ ફિલ્ટર્સ પોતાના હોઠ પર અજમાવી ચુકી છે.

તે કહે છે કે, હું ખુલ્લા વિચારવાળી છોકરી છું અને લોકોને એ પસંદ કરવાની આઝાદી હોવી જોઈએ કે એમના માટે કેવા હોઠ નાના અને મોટા છે. તે કહે છે, મારા માટે કોઈ નિશ્ચિત સીમા નથી. હું તે જ કરીશ જે મને સારું લાગશે.

એન્ડ્રિયા જણાવે છે કે, દુનિયાના દરેક ખૂણામાંથી એમના હોઠને લઈને હજારો મેસેજ આવે છે. એમાંથી અમુક નેગેટિવ કૉમેન્ટ્સ પણ હોય છે, પણ એને કોઈની સલાહની કોઈ અસર નથી પડતી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.