એક એપિસોડ માટે આટલી ફી લે છે ‘બાપુજી’, કંઈક આવી છે ‘તારક મેહતા’ ના સ્ટાર કાસ્ટની રિયલ ફેમિલી

0
1833

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ ના બાપુજી એટલે કે અમિત ભટ્ટનો જન્મ 11 ઓગસ્ટ 1972 ના રોજ થયો હતો. હવે તે અમિત 47 વર્ષના થઇ ગયા છે. અમિત ભટ્ટે ખીચડી, યસ બોસ, ચુપકે ચુપકે, એફ.આઈ.આર જેવા થોડા શોઝ કર્યા છે. પરંતુ તારક મેહતામાં ચંપક ચાચાના પાત્રએ તેમને ફેમસ કર્યા છે.

જણાવી દઈએ કે, બાપુજી તરીકે એક એપિસોડ કરવાની એમની ફી ૭૦ થી ૮૦ હજાર રૂપિયા છે. આવો તમને પરિચય કરાવીએ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ ના સ્ટાર કાસ્ટની રીયલ ફેમીલીનો.

જેઠાલાલ :

જેઠાલાલનું સાચું નામ દિલીપ જોશી છે. તેમના લગ્નના ૨૦ વર્ષથી વધુ થઇ ગયા છે. અને તેમની પત્નીનું નામ જયમાલા જોશી છે. તે બે બાળકો (દીકરી નિયતિ અને દીકરો ઋત્વિક) ના પિતા છે. દિલીપ જોશીને સૌથી વધુ ફી મળે છે. દિલીપ જોશીને ૧ લાખ ૫૦ હજાર રૂપિયા પ્રતિ એપિસોડ આપવામાં આવી રહ્યા છે.

દયાબેન :

દયાબેનનું સાચું નામ દિશા વકાની છે. આમ તો દયાબેન હવે શો નો ભાગ નથી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે આ શો સાથે જોડાયેલી રહી છે. દિશાએ મુંબઈ બેસ્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પરિહા સાથે ૨૪ નવેમ્બર ૨૦૧૫ ના રોજ કર્યા હતા.

તારક મેહતા :

તારક મેહતા ઉર્ફે શૈલેશ લોઢાનો પત્ની સ્વાતી સાથેનો ફોટો. શો માં સુત્રધાર તરીકે તારક મેહતાનું પાત્ર નિભાવનારા કવી શૈલેશ લોઢાને દરેક એપિસોડ માટે એક લાખ રૂપિયા સુધી ચુકવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આત્મારામ ભીડે :

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં શો માં ભીડેનું પાત્ર ‘મંદાર ચાંદવડકર’ નિભાવે છે. મંદાર ચાંદવડકર એક એપિસોડ માટે ૮૦ હજાર ફી લે છે.

બબીતાજી :

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ માં બબીતાનું પાત્ર નિભાવી રહેલી હિરોઈનનું નામ મુનમુન દત્તા છે. શો માં જેઠાલાલનું દિલ હંમેશા તેની પાડોશી બબીતા અય્યર ઉપર અટકી રહે છે.

પોપટ લાલ :

ટીવી ઉપર પોતાના માટે છોકરી શોધી રહેલા પોપટલાલ રીયલ લાઈફમાં પરણિત છે. પત્રકાર પોપટલાલ ઉર્ફે શ્યામ પાઠકનો પત્ની અને બાળકો સાથેનો ફોટો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.