જો તમે પણ આ ચાર દવા લેતા હોવ તો સાવધાન થઇ જજો, વિદેશોમાં તો થઇ ગઈ છે બેન

0
3151

દર મહિને બજારમાં કોઈ ને કોઈ વસ્તુ આવતી જ રહે છે. પછી ભલે તે ઇલેક્ટ્રિક આઈટમ હોય, ફર્નિચર હોય, ખાવાની વસ્તુ હોય, કાર કે બાઈક હોય કે પછી દવાઓ હોય. કંઈક ને કંઈક નવું તો આવતું જ રહે છે. અને જો દવા અને ખાવાની વસ્તુની વાત કરવામાં આવે તો, એમાંથી ઘણી પ્રોડક્ટ એવી પણ નીકળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોય છે. અને એની તપાસ કરતા તે નિશ્ચિત માપદંડને ખરી ઉતરે નહિ તો એના પર બેન લાગી જાય છે. હાં, દવાઓમાં પણ યોગ્ય ન હોય તો ઘણી બધી જાતની દવાઓ પર બેન લગાવવામાં આવે છે.

પણ આપણા દેશમાં અમુક એવી દવાઓ માર્કેટમાં મળે છે, જેના પર વિદેશોમાં બેન લાગી ગયો છે. વિદેશોમાં બેન હોવા છતાં પણ તે આપણે ત્યાં મળે છે. આજે અમે તમને એવી જ વસ્તુઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પર વિદેશોમાં બેન લાગી ગયો છે, પણ આપણા દેશના લોકો એનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરે છે. જો તમે પણ એનો ઉપયોગ કરી રહ્યા છો તો સાવધાન થઇ જજો. કારણ કે તમે તમારું સ્વાસ્થ્ય સુધારવાની જગ્યાએ બગાડી રહ્યા છો. આવો તમને એના વિષે વિસ્તારથી જણાવીએ.

ડીફોલ્ડ :

ડીફોલ્ડ કોઈને ઠંડી કે પછી ફ્લુ થયો હોય ત્યારે એનાથી રાહત મેળવવા વપરાય છે. પણ આ દવા તમને કીડની સાથે જોડાયેલી બીમારીઓ આપી શકે છે. એટલા માટે વિદેશોમાં તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પણ ભારતમાં તેનું વેચાણ કાયદેસર રીતે થાય છે.

ડીસ્પ્રીન :

ડીસ્પ્રીન એક દર્દ નિવારક દવા છે, અને લોકો દુઃખાવો થવા પર એને ખાવાનું શરુ કરી દે છે. આ દવા એ યાદીમાં આવે છે જે વિદેશોમાં નથી વેચાતી. આ દુઃખાવો દૂર કરનારી દવા વિદેશોના માપદંડોમાં માન્ય ગણવામાં આવી ન હતી, એટલા માટે તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પણ ભારત દેશમાં તેનું વેચાણ કાયદેસર રીતે થઇ રહ્યું છે.

નીમુલીડ :

આપણે ત્યાંના લોકો નીમુલીડનો પેન કીલર તરીકે ઉપયોગ કરે છે. કોઈ પણ જાતના શરીરના દુ:ખાવામાં લોકો ડોક્ટર પાસે જવાને બદલે પેન કિલર લેવા દોડે છે. વિશ્વના મોટા દેશો જેવા કે અમેરિકા, કેનેડા, બ્રિટેન અને ઓસ્ટ્રેલીયા વગેરે દેશોમાં આ દવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેમ કે આ દવા લીવર માટે ઘણી ઘાતક હોય છે. પણ ભારતમાં એવું નથી. આપણે ત્યાં બધું ચાલે છે.

વિકસ :

આ યાદીમાં આગળનું નામ આવે છે વિક્સનું. આ દવા તો આપણે ત્યાં પુષ્કળ પ્રમાણમાં વપરાય છે. જાણકારી માટે જણાવી દઈએ કે આ વસ્તુ પર યુરોપીયન દેશોમાં એટલા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, કારણ કે તેમનું માનવું છે કે વિકસ આરોગ્ય માટે ઘણી જ નુકશાનકારક છે. પરંતુ ભારતમાં તે દરેક મેડીકલ સ્ટોર અને જનરલ સ્ટોર ઉપર મળી રહે છે. અને ભારતીય લોકો તેને ડોક્ટરની સલાહ વગર જ ઘણા હોંશથી ચોકલેટની જેમ વાપરે છે.