આ CM ની પત્ની થઇ બેન્કિંગ ફ્રોડનો શિકાર, જાણો કઈ રીતે ચોરો એ ઠગી લીધા મુખ્યમંત્રી ના પત્ની ને

0
552

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહની પત્ની અને પટિયાલાની સાંસદ પરનીત કૌર સાથે સાઇબર ઠગાઈ થઇ છે. ઠગે ફોન કરીને જણાવ્યું કે, તે બેંકમાંથી બોલી રહ્યા છે, અને એ પછી એમની પાસેથી જાણકારી લેવા લાગ્યા. જોત જોતામાં પરનીત કૌરના ખાતામાંથી 23 લાખ રૂપિયા ઉડી ગયા.

પટિયાલા પોલીસે એ ઠગોનું પ્રોડક્શન વોરંટ પ્રાપ્ત કરી લીધું છે. એની પુષ્ટિ કરતા પટિયાલાના એસએસપી મંદીપ સિંહ સિદ્ધુએ જણાવ્યું કે, રાંચીના જામતાડાથી મુખ્ય આરોપી અતાઉલ અંસારીને કાલે બપોર સુધીમાં પટિયાલા લાવવાની સંભાવના છે. ત્યારબાદ આરોપીને અદાલતમાં રજૂ કરીને આગળ પોલીસ રિમાન્ડ પ્રાપ્ત કરવામાં આવશે.

જણાવી દઈએ કે દિલ્લીમાં સંસદ સત્ર દરમ્યાન પરનીત કૌર પાસેથી એમના મોબાઈલ ફોન પર જ એમના બેંક ખાતાની જાણકારી લઈને આરોપીઓએ એ રકમ ચોરી છે. એસબીઆઈ બેંકનો મેનેજર બની પરનીત કૌરને ફોન કરવાવાળાએ બેંક એકાઉન્ટમાં પગાર નાખવાના નામ પર એકાઉન્ટ, એટીએમ અને સીવીવી નંબરની જાણકારી માંગી. સેલેરી જમા કરવામાં મોડું ન થાય એટલા માટે કોલરે મોબાઈલ હોલ્ડ કરાવીને ઓટીપી નંબર પર માંગી લીધો.

ઓટીપી નંબર જણાવતા જ પરનીત કૌરના ખાતામાંથી 23 લાખ રૂપિયા નીકળી ગયા. એકાઉન્ટમાંથી મોટી રકમ ઉપડી જવાની જાણકારી મળતા જ એમણે દિલ્લીના સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ કેસની તપાસ સાઇબર સેલને સોંપવામાં આવી. એની સાથે જ આ જાણકારી ડીજીપી પંજાબને પણ આપવામાં આવી. એમણે કેસની તપાસના આદેશ આપ્યા. સાંસદ પરનીત કૌર હાલમાં દિલ્લીમાં છે.

ત્રણ હપ્તામાં ઉપાડ્યા 23 લાખ :

પરનીત કૌરના ખાતામાંથી રૂપિયા ચોરનાર અતાઉલ અંસારી કુખ્યાત સાઇબર અપરાધી છે. દેશના ઘણા વીવીઆઈપીના સંબંધીઓના બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયાની ઓનલાઈન ચોરી કરવાના કામને તે અંજામ આપી ચુક્યો છે. પંજાબ પોલીસ દ્વારા જામતાડા પોલીસ સાથે સંપર્ક કર્યા પછી 3 ઓગસ્ટના રોજ અતાઉલ અંસારીની ધરપકડ થઇ છે. ધરપકડ કરવા માટે જામતાડા પોલીસે પોતે એફ.આઈ.આર દાખલ કરી હતી.

ફરિયાદ થયા પછી પટિયાલાના એસપીએ ઝારખંડના જામતાડા જિલ્લાના એસપી સાથે વાત કરી. સાથે જ પટિયાલા પોલીસના પાંચ સભ્યોની ટીમને જામતાડા રવાના કરવામાં આવી. મંગળવારે અતાઉલને રિમાન્ડ પર લઈને પંજાબ પોલીસ પોતાની સાથે પટિયાલા લઇ ગઈ. અતાઉલે પોતાને બેંકનો માણસ જણાવી મોબાઈલથી મુખ્યમંત્રીની પત્નીને ફોન કર્યો, અને એમને પોતાની જાળમાં ફસાવી એમના એટીએમ કાર્ડ સહીત અન્ય ગોપનીય નંબર પ્રાપ્ત કર્યા હતા. પછી ત્રણ દિવસ સુધી એમના ખાતામાંથી રૂપિયા ચોરતો રહ્યો.

અતાઉલે ઠગાઈના પૈસાથી બનાવ્યું છે આલીશાન મકાન :

પરનીત કૌરના ખાતામાંથી રૂપિયા ઉડાવ્યા પછી જામતાડા પોલીસ સક્રિય થઇ. સાઈબર ડીએસપી સુમિત કુમારે ઇન્સ્પેકટર કમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુનિલ ચૌધરી એન ઇન્સ્પેકટર ગંદરુ ઉરાંવ સાથે ફોફનાદમાં અતાઉલના ઘરે છાપો મારીને એને પકડી પાડ્યો છે. સાઈબર પોલીસને ગુપ્ત સૂચના મળી હતી કે, ફોફનાદમાં લાંબા સમયથી અતાઉલ સાઈબર ક્રાઇમ કરી રહ્યો છે. તે દેવધર જેલમાં પણ જઈ ચુક્યો છે.

એણે પોતાના ગામમાં આધુનિક સુવિધાઓથી સજ્જ લાખો રૂપિયાનું પાક્કું મકાન બનાવ્યું છે. એના ઘર બનાવવાનો ખર્ચ 30 લાખ રૂપિયા કરતા વધારે થયો છે. તે કિંમતી વાહનોનો પણ ઉપયોગ કરે છે. છાપો માર્યો ત્યારે એની પાસેથી અને ઘરમાંથી 7 મોંઘા મોબાઈલ, 8 સીમકાર્ડ, અલગ અલગ બેંક શાખાના 8 એટીએમ કાર્ડ, 41 હજાર રૂપિયા રોકડા, 1 એલજી ટીવી અને 2 સ્કૂટી જપ્ત કરવામાં આવી છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.