જયારે અચાનક બેંકે મહિલાના અકાઉન્ટમાં મોકલ્યા 262 કરોડ, કરવા લાગી પ્લાનિંગ

0
462

એક બેંકે ભૂલથી એક મહિલાના એકાઉન્ટમાં 262 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. ગયા અઠવાડિયે મહિલાએ જયારે પોતાનું એકાઉન્ટ ચેક કર્યુ તો તે દંગ રહી ગઈ. એ પછી મહિલાએ પોતાના પતિને એકાઉન્ટમાં આવેલા પૈસા વિષે પૂછ્યું.

એકાઉન્ટમાં ભૂલથી મોટી રકમ ટ્રાન્સફર થવાનો આ મામલો અમેરિકાના ટેક્સાસનો છે. બેંકની ભૂલથી 35 વર્ષની રુથ બૈલૂન એક દિવસ માટે અરબપતિ બની ગઈ હતી.

મહિલાએ એકાઉન્ટમાં વધેલી રકમ જોયા પછી લીગેસી ટેક્સાસ બેંક સાથે સંપર્ક કરવા પ્રયત્ન કર્યો, પણ બેંકની ઓનલાઈન ચેટ બંધ થવાને કારણે તે તરત સંપર્ક નહિ કરી શકી. બે બાળકોની માં એ કહ્યું કે, તે એવું વિચારવા માંગતી હતી કે, કોઈએ એને તે રકમ ગીફ્ટ કરી દીધી છે.

ડેલી મેલના રીપોર્ટ અનુસાર, મહિલાએ જયારે પોતાના પતિ બ્રિઆનને ઘટના વિષે જણાવ્યું તો એને લાગ્યું કે, આ કોઈ સ્કેમ જેવી ઘટના છે. બેંક સાથે સંપર્ક કરવા પર ખબર પડી કે, આ ઘટના ક્રિસમસના અવસર પર થયેલો કોઈ ચમત્કાર નહિ, પણ બેંક તરફથી થયેલી એક ભૂલ છે.

બેંકે જણાવ્યું કે, એક સ્ટાફે ભૂલથી ખોટા એકાઉન્ટ નંબર પર પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા. બેંકે ઘટના પર માફી માગી અને પૈસા પાછા લઈ લીધા. જો કે, મહિલાએ કહ્યું કે, થોડા સમય માટે તેણે એ પણ વિચારી લીધું હતું કે, તે આ પૈસાને કેવી રીતે ખર્ચ કરશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.