બેંક કર્મચારીએ ચોર્યા 62 લાખ રૂપિયા, ઈન્સ્ટાગ્રામ પર મુક્યો એવો ફોટો કે પોલીસે પકડી પાડ્યો

0
462

તમે ઘણા પ્રકારના ચોરોના સમાચાર વિષે સાંભળ્યું હશે, પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે? કે કોઈ ચોર ચોરીની રકમનું ગુણગાન કરે. હવે તમારા મનમાં સવાલ તો જરૂર ઉઠી રહ્યો હશે કે, ભલું કોઈ ચોર એવું કેમ કરશે? હવે એવું છે કે લોકોને બધું દેખાડવાની(દેખાવો કરવાની) બીમારી હોય છે, જે ઘણીવાર એમને ફસાવી પણ શકે છે.

એવું જ કાંઈક થયું અમેરિકાના નોર્થ કેરોલિનામાં, જ્યાં અરલાન્ડો હેન્ડરસન (Arlando Henderson) નામના વ્યક્તિ ઉપર કથિત રીતે આરોપ લાગ્યો કે, એમણે 62 લાખનું ફ્રોડ કર્યું છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, એ વ્યક્તિ ચાર્લોટ ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યુટ (Charlotte financial Institution) માં કામ કરતો હતો.

અરલાન્ડો હેન્ડરસન ઉપર આ આરોપ છે કે, એમણે ગ્રાહકોના ડિપોઝીટ એકાઉન્ટમાંથી 88,000 ડોલર ચોરી લીધા છે. આ ઘોટાળો એમણે 18 વખત અલગ અલગ એકાઉન્ટમાંથી પૈસા ચોરીને કર્યો. ભારતીય ચલણ અનુસાર આ રકમ 63 લાખ રૂપિયા કરતા વધારે છે.

અરલાન્ડો હેન્ડરસન પર એ શંકા એટલા માટે ગઈ, કારણ કે એણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા અને વિડીયો પોસ્ટ કર્યા છે. જેમાં એમના હાથમાં ઘણી રોકડ રકમ છે. એટલું જ નહીં એમના દરેક ફોટામાં તે કેશ સાથે જોવા મળી રહ્યા છે.

એના આધાર પર એફબીઆઈ પોલીસે એમને પકડી લીધા. મીડિયામાં આવેલા સમાચારોનું માનીએ તો અરલાન્ડો હેન્ડરસને હાલમાં જ નવી મર્સીડીઝ ડાઉન પેમેન્ટ ભરીને ખરીદી છે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. જો એમના પર લાગેલો આરોપ સાબિત થાય, તો એમને 30 વર્ષની સજા થશે અને 1 મિલિયન ડોલરની પેનલ્ટી આપવી પડશે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.