તમારી આજુબાજુ ઉગવાવાળી આ વનસ્પતિ ઘણા રોગોને દૂર કરનારી ઔષધી છે, પણ લોકો નથી જાણતા એના ફાયદા

0
3558

ઘણા રોગોને દૂર કરનારી ઔષધી છે તમારી આજુબાજુ ઉગવાવાળી આ વનસ્પતિ, છતાં પણ લોકોને એના ફાયદા વિષે જાણકારી નથી.

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને ભારતના તમામ પ્રદેશોમાં આપમેળે ઊગી નીકળતી એક કાંટાળી અને અત્યંત કામની વનસ્પતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એના ફાયદા વિષે 90 % લોકોને ખબર નથી હોતી. અમે જે વનસ્પતિની વાત કરી રહ્યાં છીએ એનું નામ છે ભોંયરીંગણી. અમુક લોકો તેને ભોરીંગડીના નામે પણ ઓળખે છે. આ એવી વનસ્પતિ છે જે ખાલી મેદાનોમાં આપોઆપ જ ઊગી નીકળે છે, અને જ્યાં રેતીવાળી માટી હોય ત્યાં ખૂબ જ ઉગે છે.

તમે બધાએ પણ આ વનસ્પતિને જોઈ તો હશે જ, પણ એની ઓળખાણ નહિ હોય. તો તમને એની ઓળખાણ કરાવી દઈએ. મિત્રો, ભોંયરીંગણીને અસંખ્ય કાંટાઓ હોય છે. તે જમીન પર એકથી ચાર ફૂટના ભાગમાં ફેલાયેલી હોય છે. ભોંયરીંગણીનો છોડ ચમકીલો લીલા રંગનો હોય છે. અને તેના કાંટા પીળા રંગના અડધો ઇંચ લાંબા હોય છે. તેના પાન ૪ થી ૫ ઇંચ લાંબા અને ૨ થી ૩ ઇંચ પહોળા, રુવાંટીવાળા, લટકદાર ખંડિત હોય છે. તેમજ તેના ફૂલ નિલવણી રીંગણાં જેવા રંગના હોય છે. તેના ફળની વાત કરીએ તો તે લીલા રંગના ગોળાકાર અને પાકે ત્યારે પીળા રંગના હોય છે.

આવો આ વનસ્પતિ ક્યાં ક્યાં રોગોમાં ઉપયોગી એ પણ જણાવી દઈએ. હૃદય અને ફેફસાના રોગો માટે ભોંયરીંગણી ઉત્તમ ઔષધિ છે. હાઈ બીપી, દમ, ઉધરસ, માથાના દુ:ખાવા જેવા રોગોમાં પણ ભોંયરીંગણી ઘણી ફાયદાકારક સાબિત થાય છે. આ ભોંયરીંગણી ગળાના રોગો તથા ફેફસાના રોગો જેવા કે, ટીબી, દમ, ઉધરસ, કાકડા, રસોળી, ગાંઠો અને મોઢાની અંદર થતા કેન્સરનો નાશ કરવામાં ઉપયોગી થાય છે. આ આપમેળે ઉગતી પણ અમૂલ્ય ભોંયરીંગણીના જુદા જુદા પ્રયોગો નીચે મુજબ છે.

માથાના દુ:ખાવામાં : મિત્રો, ભોંયરીંગણીના ફૂલના રસનો લેપ બનાવીને એને કપાળ પર લગાવી રાખવાથી માથાના દુઃખાવામાં તરત રાહત થાય છે.

હૃદયરોગમાં : યાદ રાખજો કે ભોંયરીંગણી, જેઠીમધ અને સાજડનું ચૂર્ણ મધ સાથે લેવાથી કફજન્ય હૃદયરોગમાં લાભ થાય છે.

હાઇ બ્લડપ્રેશરમાં : સર્પગંધા ચૂર્ણ અને ભોંયરીંગણીના કાંટાનું કંટકારી ચૂર્ણ લેવાથી બ્લ્ડપ્રેશરની સમસ્યામાં ફાયદો થાય છે.

દમશ્વાસમાં : જાણકારી માટે જણાવી દઈએ કે ભોંયરીંગણી દમના શમન માટે પણ ઘણી ફાયદાકારક છે. ભોંયરીંગણીનો રસ ૧૫ મિલી લઈ તેમાં કપૂર ૧૨૫ મી. ગ્રામ અથવા ૨૫૦ મી. ગ્રામ હિંગને ઘૂંટીને પાવાથી દમ મટી જાય છે.

આંખના રોગમાં : જણાવી દઈએ કે, ભોંયરીંગણીના પાન તોડવાથી એમાંથી જે દૂધ જેવો રસ નીકળે છે, એ રસના એક કે બે ટીપાં આંખમાં નાંખવાથી આંખમાંથી ખરાબ પાણી બહાર નીકળી જાય છે, અને આંખોના રોગ દૂર થાય છે. એ સિવાય ભોંયરીંગણીના મૂળને લીંબુના રસમાં ઘૂંટીને આંખોમાં આંજવાથી આંખોમાં થતા જાળા અને ધૂંધળાપણું મટે છે.

ઉધરસમાં : ઉધરસ મટાડવા માટે ભોંયરીંગણીના ઉકાળામાં લીંડીપીપરનું ચૂર્ણ મેળવીને પીવું જોઈએ. જણાવી દઈએ કે ભોંયરીંગણીથી કફ મટી જાય છે, અને લિંડીપીપરથી નવો કફ ઉત્પન્ન થતો નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.