મળો બંગ્લોરના આ બહેનને, આમણે છેલ્લા 13 વર્ષમાં મૃત પતિની યાદમાં 73 હજાર છોડ રોપી ચુક્યા છે

0
1838

મિત્રો, હાલમાં પર્યાવરણની બગડતી સ્થિતિ દરેક માનવી માટે એક મોટી સમસ્યા બની ગઈ છે. એ તો તમે જાણો જ છો કે, મનુષ્ય જાતી સતત પ્રદુષણ ફેલાવીને પર્યાવરણને નુકશાન પહોંચાડી રહી છે. એટલું જ નહિ આપણે આપણા ઉપયોગ માટે જંગલોનો નાશ કરીને પણ પૃથ્વીને નુકશાન પહોંચાડી રહ્યા છીએ. જંગલો નાશ થવાથી પૃથ્વીનું તાપમાન વધે છે અને ગ્લોબલવોર્મિંગની પરિસ્થિતિ સર્જાય છે. તેમજ વૃક્ષો કપાવાથી જમીનનું ધોવાણ પણ થાય છે.

આ બધી સમસ્યાઓને અટકાવવા માટે યોગ્ય પગલા લેવા જરૂરી છે. એના માટે સૌથી મહત્વનું પગલું એ છે કે, વધુમાં વધુ ઝાડ ઉગાડી પૃથ્વી પર ફરી લીલોતરી ફેલાવવામાં આવે. એના માટે હવે દરેક દેશની સરકાર અને પર્યાવરણ પ્રેમી સંસ્થા તેમજ પર્યાવરણ પ્રેમી લોકો છોડ વાવી પર્યાવરણની જાણવણી માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે. આજે અમે તમને ભારતની એવી જ એક મહિલા વિષે જણાવવાં જઈ રહ્યા છીએ, જેણે ઘણું મોટું કામ કરી દેખાડયું છે.

બેંગ્લોરની જેનેટ યેગનેશ્વરન(Janet Yegneswaran) નામની એક મહિલાએ તેર વર્ષ પહેલા પોતાના પતિની યાદમાં છોડ રોપ્યા હતા. ત્યારથી શરુ થયેલી આ સફર આજે 73,000 છોડ સુધી પહોંચી ગઈ છે.

વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર બેંગ્લોર મિરરે(Bangalore Mirror) જેનેટની સ્ટોરી દુનિયા સામે મુકી. તે અત્યાર સુધી બેંગ્લોર અને કર્ણાટકમાં કુલ 73,000 છોડ રોપી ચુકી છે. વર્ષના અંત સુધીમાં એમણે આ સંખ્યાને 75,000 સુધો પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે.

બેંગ્લોર મિરર સાથે થયેલી પોતાની વાતચીતમાં જેનેતે જણાવ્યું કે, જે છોડ એમણે રોપ્યા હતા તે આજે ઝાડ બની ગયા છે. આ જોઇને તે ગર્વ અનુભવી રહી છે.

જેનેત પોતાના પતિને વર્ષ 2005માં ખોઈ ચુકી હતી. અને તે એજ સમય હતો જ્યારે શહેરમાં વિકાસ કાર્ય માટે મોટી સંખ્યામાં ઝાડ કાપવામાં આવી રહ્યા હતા.

જેનેતે આ કામ માટે પોતાના પતિની યાદમાં રાજનેટ યેગનેશ્વરન ચેરીટેબલ ટ્રસ્ટ(Rajanet Yegneswaran Charitable Trust) બનાવ્યું અને આસપાસ છોડ રોપવા લાગી. અમુક લોકોએ મદદ માટે હાથ લંબાવ્યો, તો અમુકે રસ્તામાં અડચણ પણ ઉભી કરી. શરૂઆતમાં પોતાના ખીસા માંથી પૈસા લગાવવા પડયા હતા. પણ આજે લોકોના ડોનેશનથી કામ થવા લાગ્યું છે.

જેનેતની વર્તમાન યોજનાના હિસાબે તે 1,000 છોડ કર્ગ(Coorg) અને 1,000 છોડ તમિલનાડુના ઠંજાવુર(Thanjavur) માં રોપશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.