તમારી બંધ કિસ્મતના તાળાને ખોલી શકે છે તમારા જ બુટ ચપ્પલ, જાણો કઈ રીતે?

0
1280

મિત્રો, બુટ ચપ્પલ દરેક વ્યક્તિના જીવનમાં રોજીંદા ઉપયોગમાં આવતી અને સૌથી સામાન્ય વસ્તુ છે. અને જયારે વ્યક્તિ ઘરની બહાર જાય છે, તો એમાંથી એક પગમાં પહેરવાનું ભુલતા નથી. અને ઘણા લોકો તો એવા પણ હોય છે, જે ઘરમાં પણ સ્લીપર પહેરી રાખે છે. તો લોકો માટે એ ઘણી જરૂરી વસ્તુ છે.

પણ શું તમે એ જાણો છો? કે બુટ ચપ્પલનો સારો અને ખરાબ ઉપયોગ તમારા જીવનને આબાદ કે પછી બરબાદ પણ કરી શકે છે. ઘણી વાર એવું થાય છે કે, જયારે વ્યક્તિ બહારથી આવે છે ત્યારે જલ્દી જલ્દીમાં તે પગરખા આમ તેમ મૂકી દે છે. પરંતુ વ્યક્તિ દ્વારા થતી આ નાની ભૂલ ઘરની સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પર પ્રભાવ પાડે છે.

તો આ વાતોને ધ્યાનમાં રાખીને આજે અમે આ લેખ દ્વારા વાસ્તુની એવી ટિપ્સ વિષે જણાવશુ, જે તમારા ઘરના લોકોના બુટ ચપ્પલ સાથે જોડાયેલી છે. જો આ વાસ્તુના ઉપાયને અનુસરવામાં આવે તો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા કે મુશ્કેલી નહીં આવે.

આવો જાણીએ બુટ ચપ્પલ સાથે જોડાયેલી ઉપયોગી વાસ્તુ ટિપ્સ :

તમારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, જો તમારા ઘરનો કોઈ પણ સભ્ય બહારથી ઘરમાં આવે છે, તો એમના બુટ ચપ્પલને સીધા અને વ્યવસ્થિત રીતે રાખો. એને ઘરની બહાર કે અંદર ગમે તેમ રાખવા જોઈએ નહીં. એનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. જો આ બુટ ચપ્પલને એમ જ ઘરમાં મૂકી દેવામાં આવે તો લડાઈ ઝગડાની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે. એ જ કારણને લીધે હંમેશા આ બુટ ચપ્પલ એમની જગ્યા પર જ મુકવા જોઈએ.

તેમજ આપણા ઘરના મુખ્ય દ્વારની સામે ક્યારેય પણ બુટ ચપ્પલ મુકવા જોઈએ નહીં. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ઘરના મુખ્ય દ્વારથી ધનની દેવીમાં લક્ષ્મીનો પ્રવેશ થાય છે, અને આવી સ્થિતિમાં રસ્તામાં બુટ ચપ્પલ હોવા સારી વાત નથી. આ બધું જોઈને તે ઘરમાં પ્રવેશ કરશે નહીં.

જો તમે ઘરમાં શૂ રેક(બુટ ચપ્પલ વગેરે મુકવાનું સ્ટેન્ડ) મુક્યું છે, તો એ વાતનું ધ્યાન રાખવું કે એની ઊંચાઈ ઘરની છતની ઊંચાઈની સરખામણીમાં એક તૃતીયાંશથી વધારે ન હોવી જોઈએ. એટલે કે તમારા ઘરમાં રાખેલા શૂ રેકની ઊંચાઈ જેટલી થાય એટલી ઓછી રાખવી જોઈએ. જો તમે એવું નથી કરતા તો એ તમારા ઘરના સભ્યોના સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ વધારી શકે છે.

તેમજ જો તમે નવું શૂ રેક ખરીદો છો, તો એ સમયે તમે એ પ્રયત્ન કરો કે એમાં દરવાજા અવશ્ય હોય. કારણ કે શૂ રેક બંધ હોવાથી એમાં રહેલી નકારાત્મક ઉર્જા બહાર આવશે નહીં.

અને આ બાબતમાં સૌથી જરૂરી વાત એ છે કે, તમારે શૂ રેકને ક્યારેય પણ પૂજાઘર કે રસોડા પાસે મૂકવું જોઈએ નહીં. એવું કરવામાં આવે તો ઘરની બરકત ચાલી જાય છે.

અને જો શૂ રેકને ઘરની અંદર રાખ્યું હોય, તો એને સ્વચ્છ અને સારી રીતે રાખવું જોઈએ. તથા બુટ ચપ્પલ પર લાગેલી ધૂળ, માટી બહાર જ ખંખેરી નાખવી જોઈએ. આવું કરવાથી તમારું ઘર નકારાત્મક ઉર્જાથી દૂર રહે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, બુટ ચપ્પલને ક્યારેય પણ ઘરની દક્ષિણ-પૂર્વ, ઉત્તર કે પૂર્વ ભાગમાં મુકવા જોઈએ નહીં. તેમને ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં મુકવા શુભ માનવામાં આવે છે. જો તમે આ બધા નિયમનું પાલન નથી કરતા તો તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી બુટ ચપ્પલને ઘરના બેડરૂમમાં રાખવા જોઈએ નહીં. એનાથી નીકળવવા વાળી એનેર્જી વિવાહિત યુગલો માટે તણાવ ઉત્પન્ન કરે છે.