આ કેળું દીવાલ પર એવું ચિપકયું કે બજારમાં 86 લાખ રૂપિયામાં વેચાયું

0
824

આ વર્ષ કેળા માટે ઘણું લકી રહ્યું. એક તરફ જ્યાં રાહુલ બોસના કેળાની કિંમતે આખા દેશમાં ચર્ચા ભેગી કરી, તો બીજી તરફ હાલના દિવસોમાં 86 લાખનું કેળું આખી દુનિયામાં હેડલાઈનમાં છવાયેલું છે. આ કેળાની કિંમત જાણીને તમે ચોંકી તો ગયા જ હશો. અને કેમ નહિ ચોંકો? સામાન્ય રીતે આપણે ત્યાં બજારોમાં 40-50 રૂપિયામાં ડર્ઝનો કેળા મળી જાય છે.

હવે તમારી ખોપડીમાં સવાલનો ઘંટ તો જરૂર વાગ્યો હશે કે, ભલું એક કેળું 86 લાખમાં કેવી રીતે વેચાય શકે છે? હકીકતમાં થયું એવું કે, ઈટલીના પ્રખ્યાત આર્ટિસ્ટ મૌરિજિયોએ એક કેળાને ડક્ટ ટેપ દ્વારા દીવાલ પર ચીપકાવ્યું. એ પછી શું, આ કેળું એટલું કિંમતી થઈ ગયું કે એને 85.81 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું છે.

હકીકતમાં, આ એક આર્ટ છે. આ બનાના આર્ટને ઈટલીના કલાકાર મૌરિજિયો કૈટેલને બનાવ્યું છે. આર્ટ માર્કેટ વેબસાઈટ અર્ટનેટ અનુસાર એમના બનાવેલા બનાના આર્ટના ત્રણમાંથી બે કેળા વેચાય ગયા છે, અને છેલ્લા કેળાની કિંમત 1.07 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

પેરોટિન ગેલેરી અનુસાર, આ બનાના આર્ટને બનાવવા વાળા કલાકાર મૌરિજિયો કૈટેલન પોતાની હોટલના રૂમમાં લટકાવવા માટે કોઈ મૂર્તિ બનાવવા પર વિચાર કરી રહ્યા હતા. એ પછી એમણે પહેલા તાંબાના રંગથી પેંટ કરેલા કેળા તૈયાર કર્યા, અને પછી એક અસલી કેળાને દીવાલ પર ટેપ લગાવીને ચિપકાવી દીધું અને એને આર્ટ બેસલમાં પ્રદર્શિત કર્યું.

મીડિયા રિપોર્ટ અનુસાર, એ કેળાને મિયામીના એક ગ્રોસરી સ્ટોરમાંથી ખરીદવામાં આવ્યું હતું. પેરોટિન ગેલેરીના ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે, આ એક કેળાની કિંમત જણાવે છે કે, આપણે ક્યા પ્રકારનું મૂલ્ય નક્કી કરીએ છીએ અને કઈ વસ્તુઓને મહત્વ આપીએ છીએ.

આ બનાના આર્ટને ‘કોમેડિયન’ નામ આપવામાં આવ્યું છે. પેરોટિન ગેલેરીના માલિક ઈમૈનુઅલ પેરોટિન અનુસાર, કેળા વૈશ્વિક વ્યાપારનું પ્રતીક છે. એના સિવાય એનો ઉપયોગ મજાકના રૂપમાં પણ કરવામાં આવે છે. જણાવી દઈએ કે, મૌરિજિયો કૈટેલન આ પહેલા 18 કેરેટ સોનાનું એક ટોયલેટ પણ બનાવી ચુક્યા છે.

આ માહિતી ફિરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.