‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી

0
200

શાકભાજી વેચવા માટે મજબુર થયા ‘બાલિકા વધુ’ સીરિયલના ડાયરેક્ટર. ઘણી પ્રખ્યાત ટીવી સિરિયલ અને ફિલ્મોમાં ડાયરેક્શન કરવાવાળા ડાયરેક્ટર રામવૃક્ષ ગૌડ આજે લારી ચલાવીને શાકભાજી વેચવા માટે મજબુર છે. એકથી એક પ્રખ્યાત કલાકારોને પોતાના ઈશારા પર હસાવવા અને રડવવાવાળા ડાયરેક્ટર આજે મુશ્કેલ પરિસ્થિતિ સામે લડી રહ્યા છે. ડાયરેક્ટર રામવૃક્ષ ઉત્તર પ્રદેશના આજમગઢમાં આવેલા પોતાના ઘરમાં રહે છે.

રીલ લાઈફનું ચકચૌંધવાળું અને ભાગદોડવાળું જીવન જીવતા ડાયરેક્ટરે હવે પરિસ્થિતિઓ સાથે એ રીતે સમાધાન કરવું પડી રહ્યું છે કે, તેમણે પરિવારનું પેટ ભરવા માટે શાકભાજી વેચવી પડી રહી છે.

જોકે આ પરિસ્થિતિઓમાં પણ ડાયરેક્ટર રામવૃક્ષનું કહેવું છે કે, રિયલ લાઈફ અને રીલ લાઈફ બંને ચાલે છે. લોકડાઉનમાં પોતાના બાળકોને પરીક્ષા આપવવા માટે આવેલા રામવૃક્ષ હવે મુંબઈ તરફ જઈ શકતા નથી. પરિવારની જવાબદારીઓ તેમને એ રીતે જકડી લીધા છે કે, મુંબઈમાં ફિલ્મી કામ બંધ થવાથી તેમણે મજબુર થઈને શાકભાજી વેચીને જીવન ગુજારવું પડી રહ્યું છે.

આજતક સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં રામવૃક્ષ અને તેમના પરિવારવાળાએ પોતાની સ્થિતિ તો જણાવી, પરંતુ તેમને હજી પણ આશા છે કે જયારે દરેક સ્થિતિ સામાન્ય થઈ જશે તો અમે પોતાના સામાન્ય જીવનમાં પાછા ફરીશું. ડાયરેક્ટરની પત્ની અનિતા ગૌડનું કહેવું છે કે, પરિસ્થિતિઓ ખરાબ છે તેનું કોઈ દુઃખ નથી, આજે નહિ તો કાલે સ્થિતિ સુધરશે.

તેમજ તેમની દીકરી નેહા પણ એવું કહે છે કે, જયારે સ્થિતિ સારી થઈ જશે તો અમે ફરીથી મુંબઈમાં પોતાના મિત્રો સાથે સ્કૂલમાં ભણી શકીશું. 25 થી વધારે ટીવી સિરિયલ અને ફિલ્મોમાં ડાયરેક્શનનું કામ કરી ચૂકેલા રામવૃક્ષે જણાવ્યું કે, લોકડાઉને તેમના જીવનની રીત જ બદલી નાખી.

તે બાલિક વધુ, જ્યોતિ, કુછ તો લોગ કહેંગે, સુજાતા જેવી સુપરહિટ સિરિયલોનું નિર્દેશન કરી ચુક્યા છે. તેમને ફિલ્મી દુનિયાનો 22 વર્ષનો અનુભવ છે.

હવે આ વાત આજમગઢના વિસ્તારમાં ફેલાઈ ચુકી છે કે, આટલી પ્રખ્યાત સિરિયલના ડાયરેક્ટર જે પોતાના ઈશારા પર દરેક મોટા કલાકારોને હસાવતા અને રડાવતાં હતા, અને અભિનયનો પાઠ ભણાવી તેમને આકાશની ઊંચાઈઓ સુધી પહોંચાડી દેતા હતા, તે આજે એવી સ્થિતિમાં છે કે રીલ લાઈફને છોડીને હવે અસલ જીવનમાં રસ્તા પર ફરીને શાકભાજી વેચી રહ્યા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.