બાલીએ પોતાના પુત્ર અંગદને જણાવી હતી આ 3 ખાસ વાત, જે આજે કળયુગમાં પણ છે ઘણી કામની

0
2258

સફળતા મેળવવી એ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આજના સમયમાં કદાચ જ કોઈ એવી વ્યક્તિ હોય જેને સફળ થવાની ઈચ્છા ન હોય. મનુષ્ય પોતાના જીવનમાં સફળતા મેળવવા માટે મહેનત કરે છે. માન્યું કે ઘણા લોકોને કઠોર પરિશ્રમ કરવા છતાં પણ સફળતા મળતી નથી. જેના કારણે તે પોતાના જીવનથી ઘણા નિરાશ થઇ જાય છે. પણ આજે અમે તમને એવી વાતો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં ઘણી મદદ કરશે.

તમારા પણ એ જાણવાની ઉત્સુકતા હશે કે એવી કઈ વાતો છે, જેને પોતાના જીવનમાં ઉતારવાથી તમે સફળતાના શિખર સર કરી શકશો. તો ચાલો હવે તમને તેના વિષે થોડું વિસ્તારપૂર્વક જણાવીએ. આજે અમે તમને રાજા બાલી દ્વારા કહેવાયેલી થોડી વાતો જણાવીશું જે તમને મદદરૂપ થશે. તો રામાયણની વાત કરીએ તો તમને બધાને રામજીના વનવાસ વિષે જરૂર ખબર હશે.

ત્યારનો ઘટના ક્રમ કંઈક આ રીતે હતો કે વનવાસ દરમિયાન જયારે રાવણ માતા સીતાનું હરણ કરીને લંકા લઇ ગયા હતા, ત્યારે માતા સીતાની શોધ કરતા સમયે સુગ્રીવની મુલાકાત રામ સાથે થઇ હતી. જણાવી દઈએ કે ત્યારે રામ અને સુગ્રીવ બન્ને જ ઘણા સારા મિત્રો બની ગયા હતા. એક મિત્ર હોવાની રીતે રામજીએ સુગ્રીવને તેમની પત્નીને પાછી લાવવા માટે મદદ કરવાની વાત કહી. જયારે રામજીએ રાજા બાલીને મારી નાખ્યા હતા ત્યારે અંતિમ સમયે બાલીએ અંગદને થોડી ખાસ વાતો જણાવી હતી. જે આજે અમે તમને જણાવીશું.

આમ તો તમે જાણીને ચકિત થઇ જશો કે તે સમયે એમના દ્વારા કહેવાયેલી વાતો આજના સમયમાં પણ ઘણી મહત્વની છે. જે વાતો બાલીએ અંગદને જણાવી હતી તે કળયુગમાં પૂર્ણ રીતે સાચી થઇ રહી છે. તો ચાલો હવે તમને પણ તે વાતો વિષે જણાવી દઈએ.

1. દેશ, કાળ અને પરિસ્થિતિ મુજબ જ નિર્ણય લેવો :

બાલીની આ વાતનો અર્થ છે કે આપણે હંમેશા દેશ, કાળ અને ત્યાંની પરિસ્થિતિને જોઇને જ નિર્ણય લેવો જોઈએ. જી હા, બાલીના કહેવાનો અર્થ એ હતો કે કોઈ બીજી જગ્યાએ થતી ઘટનાઓને લઈને પોતાના દેશ પ્રત્યે કોઈ મોટો નિર્ણય ન લેવો જોઈએ. તેમાં પોતાના દેશ અને રાજ્યને નુકશાન થઇ શકે છે.

2. ક્યારે, ક્યાં કેવો વ્યવહાર કરવો :

રાજા બાલીએ પોતાના પુત્રને કહ્યું હતું, કે જો વ્યક્તિ તમારી સાથે કઠોર વ્યવહાર કરે છે, તેની સાથે તમારે પણ તેવો જ વ્યવહાર કરવો જોઈએ. કારણ કે એવા વ્યક્તિ પ્રેમથી વાત કરવા લાયક નથી હોતા. તેના સિવાય જો વ્યક્તિ પોતાની રીતે કોમળતાથી વાત કરે છે, તેની સાથે જ કોમળતાથી વાત કરવી જોઈએ, કારણ કે તેનાથી તમારા સારા વ્યવહારની ખબર પડે છે. માન્યું કે જો તમે તેનાથી અલગ કરશો, એટલે કે સારાની સાથે ખરાબ વ્યવહાર અને ખરાબની સાથે સારો વ્યવહાર કરશો તો તેનાથી તમારું જ નુકશાન થશે.

3. બીજા પ્રત્યે ક્ષમાભાવ પણ રાખો :

ત્રીજી અને અત્યંત અગત્યની વાત એ હતી, કે વ્યક્તિ પોતાના જીવનમાં જે વસ્તુ માંગે છે, તે દરેક વખતે તે નથી મળી શકતી. જેના કારણે તે ઘણો ઉદાસ થઇ જાય છે. તેની સાથે જ ઘણી વાર કોઈ બીજાની ભૂલના કારણે પણ તમારે પોતાના જીવનમાં ઘણું બધું ભોગવવું પડી શકે છે. એવામાં તમારી અંદર બીજાને માફ કરી દેવાની ભાવના જરૂર હોવી જોઈએ, નહી તો જીવન ક્યારેય શાંતિમય નહી રહે. જીવનમાં પસંદ – નાપસંદ, સુખ – દુઃખને સહન કરી લેવું અને ક્ષમાભાવ સાથે જીવન પસાર કરવું. એ જ જીવનનો સાર છે.

અમે આશા રાખીએ છીએ કે બાલીએ પોતાના અંતિમ સમયમાં જે વાતો કહી હતી, તે તમારા જીવનને સફળ બનાવવામાં મદદ જરૂર કરશે.