બાળપણમાં જોયા હતા તળાવમાં પરપોટા, 50 વર્ષ પછી એમાંથી નીકળી આ વસ્તુ

0
5819

તમે ઘણી વાર જોયું હશે કે કોઈની બાળપણની એક નાની યાદ પણ અનેક વાર લોકો માટે મોટા કામની સાબિત થતી હોય છે. 1944માં યૂરોપના એસ્ટોનિયામં રહેનારા એક નાના બાળકે પોતાના ઘરથી દૂર બનેલા તળાવ માંથી કેટલાક નાના પરપોટા નીકળતા જોયા હતા. એ સમયે એણે આ વાતને ધ્યાનબહાર કરી દીધી હતી. પણ જયારે ઘટનાના 50 વર્ષ પછી તેને આ વાત યાદ આવી અને સાથે તેણે એક અનોખી વસ્તુ પણ શોધી લીધી. બાળપણની વાત કરી હતી શેર…

જાણકારી અનુસાર આ વ્યક્તિએ બાળપણમાં એસ્ટોનિયાના કુર્તના મટાસ્જર્વ તળાવની વચ્ચે પરપોટા નીકળતા જોયા હતા. આ ઘટનાએ તેના મન પર ઊંડી છાપ છોડી હતી. જો કે એ સમજી શક્યો ન હતો કે ત્યાં શું હતું. પણ 50 વર્ષ પછી તેને આ ઘટના યાદ આવી અને તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વાત જાહેર કરી. તેની આ વાતે ઇતિહાસમાં રસ રાખનારાને એની સાથે કનેક્ટ કરી.

ત્યારબાદ ઇન્વેસ્ટિગેશન ટીમની સાથે આ વ્યક્તિએ ફરી આ તળાવની મુલાકાત લીધી. લગભગ 8 કલાક પછી તળાવની અંદરથી એવું નીકળ્યું કે જેની કોઈને કલ્પના પણ ન હતી. તળાવની અંદર બીજા વિશ્વ યુદ્ધનું એક લડાકૂ ટેંક ડૂબેલું હતું. જો આ વ્યક્તિએ પોતાના બાળપણની વાત અને યાદોને ભૂલાવી દીધી હોત તો તેને ક્યારેય શોધી શકાતે નહીં.

આ તૈયારી સાથે પહોંચી હતી ટીમ :

ત્યાં ઇન્વેસ્ટિગેશન માટે પહોંચેલી ટીમ ઘણી બધી જાતની તૈયારી સાથે પહોંચી હતી. તેઓએ સ્ટીલ કેબલ્સને તળાવમાં 3 મીટર નીચે સુધી નાંખ્યો. ટીમ એક બુલ્ડોઝર પણ લઇને આવી હતી. હવે ટીમને એ વાતનો ડર હતો કે એટલી તૈયારી બાદ જો તળાવમાંથી કંઇ ન મળે તો બધી મહેનત અને એની પાછળનો ખર્ચ નિષ્ફળ જશે.

કીચડથી ભરેલી ટેન્ક બહાર આવી :

સવારે લગભગ 9 વાગ્યાથી આ ટીમે પાણીમાં વસ્તુ શોધવાનું કામ શરૂ કરી દીધું. આઠ કલાક સુધી તેમને કંઇ ન મળ્યું. ટીમનો ઉત્સાહ ઘટતો જતો હતો. ત્યારે જ તેઓએ અનુભવ્યું કે તેમની મહેનત બેકાર નથી ગઇ. કીચડમાંથી એક ભારે ભરખમ વસ્તુ બહાર આવી, અને ત્યારે તેમને ઘણો આનંદ થયો. જલદી જ તેમણે અનુભવ્યું કે આ તો બીજા વિશ્વ યુદ્ધમાં ઉપયોગમાં લેવાયેલું એક લડાકૂ ટેંક છે.

આટલા વર્ષો પછી પણ કામ કરી રહ્યું હતું એન્જિન :

આ લડાકૂ ટેંક રૂસમાં બન્યું હતું અને સાથે જર્મન આર્મી દ્વારા યૂઝ કરવામાં આવ્યું હતું. તેનું વજન 30 ટનથી પણ વધારે હતું. જ્યારે તેને બહાર કાઢીને ચેક કરવામાં આવ્યું તો ટીમે જાણ્યું કે તેનું એન્જિન કામ કરી રહ્યું હતું. પછી મિલિટ્રી મ્યુઝિયમમાં તેને પ્રદર્શન માટે મુકી દેવાયું હતું.

અમારા પેજ પર આવાજ માહિતીથી ભરપુર લેખ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક જરૂર કરજો અને તમારી કામની માહિતી શેયર કરી રાખજો. એટલે જ્યારે પણ જરૂર હોય બીજાને કહેવી હોય તો તમને મળી રહે. અમે તમારા માટે આવી જ માહિતીઓ, જાણવા જેવું, અજબ-ગજબ વાતો, ખેતીને લગતી માહિતીઓ, આરોગ્યને લગતી જાણકારી, વિજ્ઞાન અને ટેકનોલોજીની માહિતી, રસોઈની ટીપ્સ અને રસોઈની નવી નવી રેસિપીઓ તેમજ હેલ્થને લગતી ટીપ્સ લાવતા રહીશું. અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.