ક્યારેય પણ માતા પિતાએ બાળકોના પેટના દુ:ખાવાને નજરઅંદાજ કરવો જોઈએ નહી. 14 વર્ષના બાળકના પેટમાં હતા હજારો કીડા

0
3315

મિત્રો, આજે અમે તમને એક વિચિત્ર કિસ્સો જણાવવાના છીએ. જે બાળકોને પેટમાં થતા દુ:ખાવા સાથે સંબંધિત છે. આ કિસ્સો છે ઉત્તરાખંડના હલ્દવાણીના રહેવાસી ૧૪ વર્ષના કિશોરનો. જે છેલ્લા બે વર્ષથી એક વિચિત્ર બીમારી સામે ઝ્ઝુમી રહ્યો હતો. આ કિશોરના શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ સતત ઘટી રહ્યું હતું, અને લોહી ચડાવ્યા પછી પણ તે કાબુમાં આવી રહ્યું ન હતું. ડોકટરો દ્વારા ઘણા બધા ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા પણ બધું નોર્મલ જ આવતું હતું. અને ૨ વર્ષમાં આ બાળકનું લગભગ ૨૨ લીટર લોહી ગયું ક્યાં? એ કોઈને સમજાતું ન હતું.

જણાવી દઈએ કે, તેને શૌચ દરમિયાન મળ સાથે લોહી પણ આવતું હતું. અને એ કારણે તેના શરીરમાં આયરનની ઉણપ થઇ ગઈ, અને તે એનીમિયાથી પીડિત થઇ ગયો હતો. તેના શરીરમાં લોહીની કમી દુર કરવા માટે તેના ઘણા ઈલાજ કરાવ્યા અને તેને ઘણી વખત લોહી પણ ચડાવવામાં આવ્યું. પણ તપાસ દરમિયાન એના શરીરમાં કોઈ ખાસ બીમારી જણાતી ન હતી. આ બાળક બે વર્ષથી એનીમિયાનો દર્દી હતો. તેને વારંવાર લોહી ચડાવવા પર બે વર્ષમાં ૨૨ લીટર લોહી વપરાય ગયું હતું. એટલે એના શરીરમાંથી ૨૨ લીટર લોહીનું નુકશાન થવાની જાણકારી મળી, અને એ વાત ડોકટરો માટે પણ ચોંકાવનારી હતી.

એંડોસ્કોપી તપાસ પણ નોર્મલ હતી :

અને ઘણા ઈલાજ કરાવ્યા પછી એનો પરિવાર એને દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં લઈને આવ્યો, અને ત્યાં પણ ડોકટરોએ ઘણા ઈલાજ કર્યા પણ કોઈ પરિણામ ન મળ્યું. પછી ડોકટરોએ કૈપ્સુલ એંડોસ્કોપીનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. અને પછી જે વસ્તુ સામે આવી, તે બધાને હચમચાવી દેનારી હતી.

કૈપ્સુલ એંડોસ્કોપી વિષે જણાવી દઈએ કે, આ એક રીતે ડોક્ટરોનો વાયરલેસ કેમેરો હોય છે. આ પદ્ધતિમાં એક કૈપ્સુલમાં એક વાયરલેસ કેમેરો લગાવીને પેટમાં મુકવામાં આવે છે અને આ કેમેરો પેટની અંદરના ફોટા પાડતો રહે છે. આ કેમેરા દર સેકન્ડે ૧૨ ફોટા બહાર મોકલે છે.

આ બાળકની કૈપ્સુલ એંડોસ્કોપી કરતા સમયે પહેલા અડધા સમયમાં આંતરડું સામાન્ય જોવા મળતું હતું. પણ જયારે બીજા અડધા સમયમાં તે લોહી દેખાવા લાગ્યું, ત્યારબાદ એની ગંભીર તપાસ કરવાથી એવું જાણવા મળ્યું કે, એના પેટમાં હુકવોર્મ છે અને તે લોહી પી રહ્યા હતા. આમ તો શરૂઆતમાં ડોક્ટર બાળકને એનીમિયાનો ભોગ બનેલો માનતા હતા પણ બાબત કાંઈક જુદી જ હતી. તેના શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ૫.૮૬ ટકા ડેસીલીટર રહી ગયું હતું. લોહી ચડાવ્યા પછી પણ તેના શરીરમાં કોઈ અસર જોવા ન મળતી હતી.

પણહકીકતમાં એ બાળકના શરીરમાં કૃમિ એટલે કે જીવાત પડી ગઈ. અને ડોકટરે એ કૃમિને દબાવીને તેને પેટમાંથી દુર કર્યા. ડોક્ટરના જણાવ્યા મુજબ નાના આંતરડામાં કોઈપણ પ્રકારના ફેરફાર જાણવા માટે આ પદ્ધતિ સૌથી ઉત્તમ છે.

આમ તો કેપ્સ્યુલ એંડોસ્કોપીની સુવિધા અને તેના વિશેની જાણકારી ઘણી ઓછી હોસ્પિટલોમાં હોય છે. અને સામાન્ય લોકોને પણ તેની જાણકારી નથી હોતી. તે કૈપ્સુલ કેમેરો નાના આંતરડામાં જઈને દર સેકન્ડે ૧૨ ફોટા બહાર મોકલે છે. આવી રીતે ૧૨ કલાકમાં લગભગ ૭૦,૦૦૦ ફોટા ખેચી શકાય છે. તેને સ્ક્રીન ઉપર લાઈવ પણ જોઈ શકાય છે. આ બાળકના કેસમાં આ પદ્ધતિથી એના પેટમાં રહેલા કૃમિ વિષે જાણકારી મળી અને સમય રહેતા એ કૃમીન્મે એના શરીર માંથી બહાર કાઢી લેવામાં આવ્યા.

આ બીમારીના સંબંધમાં ડોકટરોનું કહેવું છે કે, આ બીમારી મોટેભાગે બાળકોમાં જ જોવા મળે છે. આમ તો ખાસ કરીને પેટમાં કૃમિ થવાનું કારણ ખરાબ પાણી પીવું, હાથ સાફ કર્યા વગર ભોજન કરવું, અને ઉઘાડા પગે ચાલવાથી થઇ શકે છે.