બાળક સાથે વિકસી રહી હતી એવી ખતરનાક વસ્તુ કે જતો રહેત માં નો જીવ પણ…..

0
638

આમ તો માં ને જીવનદાયિની કહેવામાં આવે છે. એક માં પોતાની અંદર આખે આખું જીવન લઈને ચાલે છે. પણ શું થાય જો માં માટે એનું બાળક જ એને જીવનદાન આપી દે તો? જી હાં, 29 વર્ષની યાસ્મિન રૈંડલ સાથે કાંઈક એવું જ થયું.

આ વાત તમને વાંચવામાં અજીબ જરૂર લાગી શકે છે, પણ આ વાત એકદમ સાચી છે. ચાલો વાતોની જલેબી બનાવ્યા વગર તમને જણાવીએ કે આ કઈ રીતે થયું? 29 વર્ષની હેયર ડ્રેસર યાસ્મિન રૈંડલ પોતાની પ્રેગ્નેન્સીને લઈને ઘણી ઉત્સાહિત હતી. તે પોતાના થનાર બાળકની ખબર જાણવા માટે સોનોગ્રાફર પાસે પણ ગઈ હતી.

એક દિવસ સોનોગ્રાફરે જણાવ્યું કે તમારું બાળક સ્વસ્થ અને સલામત છે. પણ થોડી વાર પછી ખબર પડી કે મહિલાના મૂત્રાશયમાં માંસના ટુકડા જેવું કાંઈક છે. આ વાત સાંભળીને તે કપલને ઘણો ઝટકો લાગ્યો. પછી ડોક્ટરે જાણ્યું કે, મહિલાના પેટમાં બાળકની સાથે 2 સેન્ટિમીટરનો ટ્યુમર પણ વિકસી રહ્યો છે, જેને કાઢવો ખુબ જરૂરી છે.

ડોક્ટરે એ પણ જણાવ્યું કે, જો તે ટ્યુમર નહિ કાઢવામાં આવે, તો બાળક સાથે માં ના જીવને પણ ભય છે. મહિલાના પરિવારવાળાને લાગ્યું કે, તેના જીવનમાં ખુશીઓ આવવા પહેલા જ છીનવાઈ જવાની છે. ડોકટરે આગળ જણાવ્યું કે, ટ્યુમર ઈલાજ દ્વારા જ નીકળી શકે છે અને એમાં મિસકૈરિજ થવાનો ભય છે. એ પછી મહિલાની પ્રેગ્નેન્સીના 19 માં અઠવાડિયામાં ડોક્ટરોએ ઓપરેશન કરવાનો નિર્ણય લીધો. આ સમય દરમિયાન ટ્યુમર વધુ 1 સેન્ટિમીટર વધી ગયો.

યાસ્મિન રૈંડલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હું ભાનમાં હતી. ડોક્ટરોએ 12 મિનિટની અંદર જ મૂત્રાશયમાંથી ટ્યુમર કાઢી નાખ્યો. મને આ સમય પહાડ જેવો લાગી રહ્યો હતો. ડોક્ટરોએ અમને કહ્યું કે, આવતા 48 કલાકમાં કાંઈ પણ થઈ શકે છે, પણ ડોક્ટરોના સફળ ઓપરેશનને કારણે બાળકનો જીવ બચી ગયો.

યાસ્મિને આગળ વાત કરતા જણાવ્યું કે, ઓપરેશનના બીજા અઠવાડિયે મને બીક લાગી રહી હતી, પણ જયારે 20 માં અઠવાડિયે મેં સ્કેનિંગ કરાવ્યું તો ખબર પડી કે બાળક પોતાના હાથ પગ હલાવી રહ્યું છે. અને યાસ્મિને ડ્યુડેટના 4 દિવસ પછી એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. જાસ્મિને કહ્યું કે, તેણે જન્મ લેતા પહેલા જ મારો જીવ બચાવી લીધો, તે અમારા માટે ઘણો સ્પેશિયલ છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.