બાળક પેદા કરવાની બાબતમાં ભારત નીકળ્યું બધાથી આગળ, ચીનને પણ પછાડ્યું

0
624

આપણા દેશમાં જનસંખ્યા એટલે કે વસ્તી સતત વધી રહી છે. અને જલ્દી જ આપણે વસ્તીની બાબતમાં ચીનને પાછળ છોડી દેશું. હવે તમે કહેશો કે ભલું એવું કઈ રીતે થઈ શકે છે? પણ એવું છે અને આપણને આવું વિચારવા પર મજબુર કરી રહ્યો છે યુનિસેફનો એક રિપોર્ટ, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, નવા વર્ષના દિવસે ભારતમાં સૌથી વધારે બાળકોએ જન્મ થયો.

નવા વર્ષ પર દુનિયા આખીમાં લગભગ 4,00,000 બાળકોએ જન્મ લીધો અને સૌથી વધારે 67,385 બાળકો ભારતમાં જન્મ્યા છે. યુનિસેફ અનુસાર નવા વર્ષમાં આખું દુનિયામાં લગભગ 3,92,078 બાળકોએ જન્મ લીધો અને એમાંથી લગભગ 67,385 બાળકો ભારતમાં પેદા થયા છે. એ પછી બીજા નંબર પર ચીન છે, જ્યાં નવા વર્ષના પહેલા દિવસે 46,299 બાળકો જન્મ્યા છે.

2020 માં સૌથી પહેલા ફીજીમાં બાળકનો જન્મ થયો, જયારે સુધી છેલ્લો નંબર એમરિકાનો રહ્યો. આ લિસ્ટમાં ભારત (67,385), ચીન (46,299), નાઈજીરિયા (46,299), પાકિસ્તાન (16,787), ઇન્ડોનેશિયા (13,020), અમેરિકા (10,452), ગણરાજ્ય કાંગો (10,247) અને ઇથિયોપિયા (8,493) છે.

યુનિસેફનું અનુમાન છે કે વર્ષ 2027 માં ભારત વસ્તીની બાબતમાં ચીનને પાછળ છોડી દેશે. 2019 થી 2050 વચ્ચે ભારતની વસ્તી 27.3 કરોડ વધવાનું અનુમાન છે, આ સમયસીમામાં નાઈજીરિયાની વસ્તીમાં 20 કરોડનો વધારો થવાનું અનુમાન છે. એવું થવા પર આ બંને દેશોની કુલ વસ્તી 2050 માં વૈશ્વિક વસ્તીમાં વૃદ્ધિના 23 ટકા હશે.

2019 માં ચીનની વસ્તી 1.43 અરબ અને ભારતની 1.37 અરબ રહી. પણ જો આપણા દેશમાં આ વધતી વસ્તી વિષે વિચારવામાં ન આવ્યું તો આવનારા સમયમાં ઘણા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.