એક એવું ચમત્કારિક મંદિર જ્યાં બજરંગબલી કાળા રૂપમાં છે વિરાજમાન, જાણો આની પાછળની કથા

0
3554

આપણા દેશમાં મહાબલી હનુમાનજીના ઘણા બધા મંદિરો રહેલા છે, અને આ મંદિરોની અંદર મહાબલી હનુમાનજી લાલ દેહ સ્વરૂપમાં બિરાજમાન છે. તમે લોકોએ ઘણા મંદિરોમાં દર્શન કર્યા હશે, અને તમે લોકોએ હનુમાનજીની મૂર્તિને લાલ રંગમાં જ જોઈ હશે. પરંતુ આજે અમે તમને હનુમાનજીના એક એવા મંદિર વિષે જાણકારી આપવાના છીએ, જ્યાં બજરંગબલી લાલ નહિ પરંતુ કાળા સ્વરૂપમાં બિરાજમાન છે.

દેશભરમાં મહાબલી હનુમાનજીના ચમત્કારિક મંદિરોમાંથી એક એવું મંદિર છે, જ્યાં મહાબલી હનુમાનજી કાળા રંગના છે. અમે તમને જે મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ, તે બજરંગબલીનું અનૂઠા મંદિર રાજસ્થાનના ચાંદીના ટકસાલમાં જય મહેલની નજીક આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ચાંદીની છે. જો આપણે કાળા હનુમાનજીની પાછળની પૌરાણીક કથા વિષે જાણકારી પ્રાપ્ત કરીએ, તો એવું કહેવામાં આવે છે કે જયારે મહાબલી હનુમાનજીએ પોતાનું શિક્ષણ પૂરું કરી લીધુ હતું, ત્યારે સૂર્ય દેવતા પાસે ગુરુ દક્ષિણા આપવાની વાત કરી હતી.

હનુમાનજીનું શિક્ષણ પૂરું થયા પછી જયારે ગુરુ સૂર્યને ગુરુ દક્ષિણા આપવાની વાત થઈ તો ગુરુ સૂર્ય કહે છે કે, મારો દીકરો શનિદેવ મારી વાત બિલકુલ માનતો નથી. જો તમે તેને મારી પાસે લઈને આવી જાવ તો હું તેને જ પોતાની ગુરુ દક્ષિણા સમજી લઈશ. એવું કહેવામાં આવે છે કે મહાબલી હનુમાનજીએ ગુરુ સૂર્યની વાત માની લીધી હતી, અને તે શનિદેવને લેવા માટે નીકળી પડ્યા હતા.

જયારે મહાબલી હનુમાનજી શનિદેવ પાસે પહોંચ્યા ત્યારે શનિદેવ હનુમાનજીને જોતા જ ખુબ જ વધુ ગુસ્સે થઈ ગયા હતા, અને તેની કુદ્રષ્ટિને કારણે જ હનુમાનજીનો રંગ કાળો પડી ગયો હતો. પરંતુ ત્યાર પછી મહાબલી હનુમાનજીએ શનિદેવને પકડી લીધા અને પકડીને સૂર્ય દેવતા પાસે લઈને આવી ગયા હતા.

જો તમે સમય કાઢીને આ મંદિરમાં દર્શન કરવા માટે જાવ, તો તમે આ મંદિરના મનમોહક દ્રશ્યો જોઇને આનંદિત થઇ જશો. બહારથી હનુમાનજીનું આ મંદિર જોવામાં એકદમ મહેલ જેવું દેખાય છે. આ મંદિરની અંદર ભગવાન શ્રીરામજીની સાથે સાથે બીજા દેવી દેવતાઓની મૂર્તિ પણ રહેલી છે. એવું કહેવામાં આવે છે કે, આ મંદિરનું નિર્માણ આમેરના રાજા જયસિંહે કરાવ્યું હતું.

જેમ કે તમે બધા લોકો જાણો છો કે, મહાબલી હનુમાનજીને સિંદુર અર્પણ કરવામાં આવે છે, જેને કારણે જ તેનું આખું શરીર લાલ રહે છે. મહાબલી હનુમાનજી સૌથી વધુ શક્તિશાળી દેવતા માનવામાં આવે છે અને આપણા દેશમાં હનુમાનજીના ઘણા મંદિર રહેલા છે. પરંતુ હનુમાનજીનું આ મંદિર સૌથી અનોખું માનવામાં આવે છે. આ મંદિરમાં હનુમાનજી કાળા સ્વરૂપમાં સ્થિત છે.

આ મંદિરમાં દર્શન કરવા માટે દુર દુરથી લોકો આવે છે, અને પોતાના જીવનના દુઃખોને દુર કરવાની પ્રાર્થના કરે છે. એવું કહેવામાં આવે છે કે, અહિયાં આવતા ભક્તો પોતાના તમામ દુઃખોમાંથી મુક્તિ મેળવે છે. આ મંદિર દુનિયાભરમાં ઘણું પ્રસિદ્ધ છે, અને આ મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.