કળિયુગના દેવ બજરંગલી અપાવશે વાસ્તુ દોષની સમસ્યાથી છુટકારો, કરવા પડશે આ ઉપાય

0
605

કળિયુગમાં શ્રીરામ ભક્ત હનુમાન એવા સાક્ષાત અને જાગૃત દેવ છે, જે થોડી એવી પૂજાથી જલ્દી પ્રસન્ન થઈને પોતાના ભક્તોના દુઃખોનું નિવારણ કરે છે. હનુમાનજીની ઉપાસનાથી સુખ, શાંતિ, આરોગ્ય અને લાભની પ્રાપ્તિ થાય છે, અને નકારાત્મક શક્તિઓ પણ હનુમાનજીના ભક્તોને હેરાન નથી કરતી. વાસ્તુ મુજબ જે ઘરમાં હનુમાનજીનો ફોટો કે મૂર્તિ હોય છે, ત્યાં ભૂત-પ્રેત, પીચાશ અને ખરાબ આત્માઓ ક્યારે પણ ટકી શકતી નથી.

મંગળ, શનિ અને પિતૃ દોષોમાંથી મુક્તિ માટે પણ હનુમાનજીની આરાધના લાભદાયક હોય છે. તેના માટે તમારે થોડી ખાસ વાતોનું ધ્યાન રાખવું પડે છે, જે હનુમાનજીના ચિત્ર અને ફોટા સાથે જોડાયેલી છે. તમને જુદા જુદા સ્વરૂપ વાળા હનુમાનજીના ચિત્ર જોવા મળી જશે, તેમાંથી કઈ જગ્યાએ કેવો ફોટો લગાવવો એની જાણકારી તમને હોવી જોઈએ. જણાવી દઈએ કે, રામ દરબારમાં રામજીના ચરણોમાં બેઠા એવા હનુમાનજીનું ચિત્ર ડ્રોઈંગ રૂમમાં લગાવવાથી કુટુંબના સભ્યોના આંતરિક પ્રેમ, વિશ્વાસ, સ્નેહ અને એકતામાં વધારો થવામાં સહાયતા મળે છે.

શ્રીરામનું કીર્તન કરતા હનુમાનજીનું ચિત્ર :

કુટુંબના સભ્યોમાં ધાર્મિક ભાવ જાળવી રાખવા માટે શ્રીરામની આરાધના કરતા કે, શ્રી રામનું કીર્તન કરતા હનુમાનજીનું ચિત્ર લગાવવું ઘણું શુભ રહે છે. આ ચિત્ર લગાવવાથી કુટુંબના સભ્યોનો આંતરિક વિશ્વાસ પણ મજબુત થાય છે.

પર્વત ઉપાડેલા હનુમાનજીનું ચિત્ર :

જો કુટુંબના સભ્યોમાં સાહસ અને આત્મવિશ્વાસની અછત હોય તો પોતાના હાથમાં પર્વત ઉપાડેલા હનુમાનજીનું ચિત્ર ઘરમાં લગાવવાથી લાભ પ્રાપ્ત થાય છે.

આકાશમાં ઉડતા હનુમાનજીનું ચિત્ર :

જીવનમાં ઉત્સાહ, સફળતા, ઉત્સાહ મેળવવા માટે આકાશમાં ઉડતા હનુમાનજીનું ચિત્ર લગાવવું જોઈએ.

લાલ રંગની બેઠેલી મુદ્રામાં હનુમાનજીનું ચિત્ર :

મકાનની દક્ષીણ દિશામાં લાલ રંગનું બેઠેલી મુદ્રામાં હનુમાનજીનું ચિત્ર લગાવવાથી દક્ષીણ દિશામાંથી આવનારી નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિ દુર થાય છે, ધીમે ધીમે ઘરમાં સુખ શાંતિ આવવા લાગે છે.

પંચમુખી હનુમાનજીની મૂર્તિ :

મકાનના મુખ્ય દરવાજા ઉપર પંચમુખી હનુમાનજીની મૂર્તિ લગાવવાથી ખરાબ આત્મા પ્રવેશ નથી કરી શકતી.

લંકા દહન કરતા કે રામ-લક્ષ્મણને ખંભા ઉપર ઉપાડેલા હનુમાનજીનું ચિત્ર :

કોઈ કાર્યમાં સફળતા મેળવવા માટે લંકા દહન કરતા કે રામ-લક્ષ્મણને ખંભા ઉપર ઉપાડેલા હનુમાનજીનું ચિત્ર લગાવી શકાય છે.

અહિયાં ન લગાવો હનુમાનજીનું ચિત્ર :

રામ ભક્ત હનુમાનજી બ્રહ્મચારી છે, તેમની ઉપાસનામાં પવિત્રતાનું ધ્યાન રાખવું જરૂરી છે. એટલે કે ભૂલથી પણ તેની મૂર્તિ કે ચિત્ર શયન ખંડમાં ન લગાવો.

અપવિત્ર સ્થાન ઉપર :

સીડીઓની નીચે રસોડા કે બીજી કોઈ અપવિત્ર જગ્યા ઉપર પણ તેમનું ચિત્ર ન લગાવવું જોઈએ નહિ. એનાથી અશુભ પરિણામ મળી શકે છે.

ઘરમાં વાસ્તુદોષ નિવારણ માટે હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને હનુમાનાષ્ટકના પાઠ કરવા પણ શુભ ફલદાયક હોય છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.