13 વર્ષ પછી ફરીથી રોડ ઉપર દોડશે ‘બજાજ ચેતક’, આ વખતે આવું હશે તમારું મનપસંદ સ્કુટર, જાણો વધુ વિગત

0
1293

‘હમારા બજાજ’ બોલતા જ કદાચ તમને પણ દાદા-નાનાના સ્કુટર એટલે બજાજ ચેતકની યાદ તાજી થઇ ગઈ હશે. ચેતક તે સ્કુટર છે જે લાંબા સમય સુધી ભારતીય રોડ ઉપર રાજ કરી ચુક્યું છે. હવે એવા સમાચાર આવ્યા છે કે, લોકોના આ મનપસંદ સ્કુટરને કંપની ફરી એક વખત લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

આ વખતે આ સ્કુટરનું બજારના ટ્રેડ મુજબ ઓટો ગીયર વાળું હોવાની શક્યતા વધુ છે. બજાજ ઓટોએ પોતાના સ્કુટર બ્રાંડ ‘ચેતક’ ને ફરી રજીસ્ટર કરાવ્યું હતું, ત્યારથી ચેતકના આવવાના સમાચારો છે. સમાચાર એ પણ છે કે, સ્કુટરનો નવો અવતાર ઈ-સ્કુટર તરીકે હોઈ શકે છે.

સપ્ટેમ્બરમાં લોન્ચ થઇ શકે છે સ્કુટર :

સ્કુટર્સની વધતી માંગને જોતા બજાજ ફરી એક વખત આ સેગમેંટમાં પાછા ફરવાની તૈયારીમાં છે, અને તે પણ ઇલેક્ટ્રિક સ્કુટર સાથે. આ સ્કુટર બજાજ ઓટોના ઇલેક્ટ્રિક ડીવીઝન બજાજ અર્બનાઈટ દ્વારા બજારમાં ઉતારવામાં આવશે. બજાજ અર્બનાઈટ સ્કુટરને દેશમાં ટેસ્ટીંગ દરમિયાન ઘણી વખત જોવામાં આવ્યું છે. હાલમાં પણ આ સ્કુટરના ટેસ્ટીંગ દરમિયાન થોડા ફોટા અને વિડીયો ઓનલાઈન લીક થયા છે. આ સ્કુટર સપ્ટેમ્બર ૨૦૧૯માં લોન્ચ કરવાની તૈયારી છે. આમ તો લોન્ચ ડેટ હજુ બહાર નથી આવી.

જુના સ્કુટર જેવો હશે સ્કૂટરનો લુક :

બજાજના નવા ઇલેક્ટ્રિક સ્કુટરની વધુ જાણકારી સામે આવી નથી, પરંતુ એવી શક્યતા છે કે તેની સ્ટાઇલિંગ ઘણે અંશે કંપનીના જુના સ્કુટર જેવી હશે, જે રેટ્રો લુક વાળા સ્કુટરની યાદ અપાવશે. પહોળા ફ્રંટ એપ્રન, કર્વ સાઈડ પેનલ અને મોટા રીયર વ્યુ મિરર સાથે સ્કુટરનો ઓવરઓલ લુક જોરદાર હશે. આમ તો રેટ્રો અને મોર્ડન વચ્ચે બેલેન્સ જાળવી રાખવા માટે કંપની સ્કુટરમાં અલોય વ્હીલ્સ, ફ્રંટ અને રીયર ડિસ્ક બ્રેક અને એલઈડી હેડલેમ્પ અને ટેલ લાઈટ આપી શકે છે.

૨૦૦૬માં બંધ કરી દીધુ હતું સ્કુટરનું નિર્માણ :

વર્ષ ૨૦૦૬માં રાહુલ બજાજના દીકરા રાજીવ બજાજે કંપનીની જવાબદારી સંભાળ્યા પછી બજાજ સ્કુટર બનાવવાનું સંપૂર્ણ બંધ કરીને માત્ર મોટરસાયકલ ઉપર ફોકસ આપવાનું શરુ કર્યું હતું. રાજીવ બજાજનું માનવું હતું કે, કંપનીને નવી પેઢી સાથે જોડીને માર્કેટને કનેક્ટ કરવાની રહેશે, પરંતુ તેમના પિતા રાહુલ બજાજે તેને સ્કુટર બંધ ન કરવાની સલાહ આપી હતી.

બાઈકની સરખામણીમાં સ્કુટરનું વેચાણ વધ્યું :

બજાજ ઓટોએ પોતાનું સ્કુટર બ્રાંડ ‘ચેતક’ ને ફરી રજીસ્ટર કરાવ્યું હતું, જેથી તેમનું ઉત્પાદન શરુ કરી શકે. ભારતીય ઓટોમોબાઈલ બજારમાં ચાર પૈડા વાળા વાહનોની સરખામણીમાં બે પૈડા વાળા વાહનોનું વેચાણ હંમેશા વધુ રહ્યું છે. બે પૈડા વાળા વાહનોમાં પણ હાલના વર્ષોમાં મોટરસાયકલની સરખામણીમાં સ્કુટરનું વેચાણ વધ્યું છે. એ કારણ છે કે, સ્કુટર સેગમેંટ માંથી સંપૂર્ણ રીતે નીકળી ગયેલા બજાજ ઓટોએ સ્કુટરના બજારને ગંભીરતાથી લીધું છે, અને ચેતકનું ઉત્પાદન ફરી શરુ કરવાની યોજના બનાવી છે.

બજાજ ક્રિસ્ટલ હતું છેલ્લું સ્કુટર :

બજાજ ચેતક, કંપનીનું છેલ્લું અને પોપુલર સ્કુટર છે જે હેન્ડલમાં ગીયર બોક્સ સાથે આવ્યું હતું. આમ તો પાછળથી હોન્ડા, હીરો અને ટીવીએસ જેવી કંપનીઓના ઓટોમેટીક ગીયરબોક્સ વાળા સ્કુટર આવ્યા પછી તેનું વેચાણ ઘટતું ગયું અને કંપનીએ તેને બનાવવાનું બંધ કરી દીધું. ચેતક પછી બજાજ ઓટોએ ક્રિસ્ટલ નામથી પોતાનું ઓટોમેટીક સ્કુટર ક્રિસ્ટલ પણ લોન્ચ કર્યું હતું. પરંતુ, વધુ માંગ ન હોવાને કારણે તે પણ ફેઈલ થઇ ગયું. કંપની હાલમાં માત્ર બાઈક બનાવવા ઉપર જ વધુ ફોકસ કરી રહી છે.

ટ્રેડ મુજબ હશે ચેતક :

બજારના ટ્રેન્ડને જોતા બજાજે ચેતકને ફરીથી ઉતારવાની તૈયારી કરી છે. આમ તો કંપનીએ હજુ એ ખુલાસો નથી કર્યો કે, તેના નવા ચેતક ચીલાચાલુ હશે કે પછી આજની પેઢી મુજબ ઓટોમેટીક.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.