ખીચડી આપણા ગુજરાતી લોકોની સામાન્ય અને દરેકને ભાવતી વાનગી છે. એના પણ ઘણા બધા પ્રકાર હોય છે. એમાંથી એક છે બાદશાહી ખીચડી. અને આજે અમે એની રેસિપી લઈને આવ્યા છીએ. તો આવો જાણીએ કે કઈ રીતે આ ખાસ બાદશાહી ખીચડી બનાવવામાં આવે છે.
આ લેખમાં સૌથી નીચે એક વીડિયો છે એમાં પણ તમે જોઈ શકો છો.
જરૂરી સામગ્રી :
1 કપ ચડેલા ચોખા,
2 મોટી ચમચી સીંગદાણા,
1.5 કપ શાક કાપેલા (એક નાગ ડુંગરી, બટાકા, રીગણ, ગાજર અને વટાણા),
1.5 મોટી ચમચી ચોખ્ખું ધી,
1/2 કપ દાળ (અળદ, તુવેર, મગ ફોટલા વાળી, મગ ફોટલા વગરની, ચણાં),
2 થી 3 નંગ આખું લાલ મરચું, એલચી,મરી, લવિંગ, તજ,
1.5 નાની ચમચી લાલ મરચું પાઉડર,
1/2 નાની ચમચી જીરું,
1/2 નાની ચમચી હળદળ,
5 થી 7 પાંદડા મીઠો લીમડો,
1 મોટી ચમચી આદુ અને મરચા,
1 નાની ચમચી રાઈ,
2 કળી લસણ,
2 કપ પાણી,
મીઠું સ્વાદ અનુસાર.
બનાવવાની રીત :
બાદશાહી ખીચડી બનાવવા માટે સૌથી પહેલા ચોખા લઇને, તેને સારી રીતે ધોઈને પાણીમાં 15 થી 20 મિનિટ માટે પલાળીને મુકી દેવાના છે. પછી એક કુકરમાં ધી નાખી દો અને જયારે ધી ગરમ થઇ જાય એટલે તેમાં આખું લાલ મરચું, એલચી, મરી, લવિંગ, તજ નાખી દો. ત્યારબાદ તેને એક વાર હલાવી દો. તેમાં રાઈ, જીરું બંને વસ્તુ નાખી દેવું. જયારે તે ગરમ થઇ જાય ત્યારે તેમાં સીંગદાણા, લીમડો, આદુ-મરચા, લસણ નાખી દો. તેને ફરી એક વાર હલાવી નાખો.
પછી તેમાં જે શાક કાપીને મુકેલા છે તે નાખવાના છે, અને તેને સારી રીતે બધી બાજુથી હલાવી દેવાનું છે. ત્યારબાદ તેમાં હળદળ, મીઠું, લાલ મરચું નાખી તેને હલાવી દો. જે મિક્ષ દાળ છે તેને પણ આમાં નાખી અને હલાવી દો.
હવે તેમાં આપણે જે પાણીમાં પલાળીને ચોખા રાખ્યા છે, એમાંથી પાણી નીકાળી એ ચોખા નાખવાના છે. તેમાં થોડા પ્રમાણમાં પાણી નાખી દેવું અને તેને સારી રીતે હલાવી તેનું ઢાંકણું બંધ કરી દો. ત્યારબાદ તેની 2 સીટી વાગે એટેલે ગેસ બંધ કરી ખીચડીને ઠંડી થવા દો. ત્યાર બાદ ખીચડીને એક બાઉલમાં કાઢીને તેની ઉપર કાજુના ટુકડા વગેરે નાખી શકો છો. તો તૈયાર છે તમારી બાદશાહી ખીચડી.
વીડિયો દ્વારા શીખવા માટે નીચેનો વીડિયો જુઓ :
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.