બદલાશે રોટલીનો રંગ, ત્રણ રંગોવાળા પૌષ્ટિક ઘઉંની જાતો થઇ તૈયાર

0
925

આપણા ભોજનમાં ઘઉંનું ઘણું જ મહત્વ હોય છે, ઘઉં માંથી રોટલી અને અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવે છે, અને ઘઉં એક પોષ્ટિક આહાર છે, અને આપણા દેશમાં તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.

આઠ વર્ષની શોધ પછી હવે કૃષિ વૈજ્ઞાનિકોએ ઘઉંની ત્રણ જુદા જુદા રંગો વાળી જાતો તૈયાર કરવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. તેનાથી હવે રોટલીનો રંગ પણ બદલાઈ જશે.

આ ત્રણ રંગોની તૈયાર થઇ જાતો :-

પંજાબમાં મોહાલીમાં આવેલા નેશનલ એગ્રી ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટીટયુટે આ ત્રણ જાતોને તૈયાર કરી છે. હવે વાદળી, કાળા અને રીંગણ કલરની જાતિ ઓના ઘઉં તૈયાર કરવામાં આવ્યા છે, હાલમાં તેની ખેતી ૭૦૦ એકરથી વધુમાં કરવામાં આવી છે. આ ખેતી પંજાબના પટિયાલા, જાલંધરથી લઈને મધ્ય પ્રદેશના વિદિશા સુધી થઇ રહી છે.

આ લોકો માટે ફાયદાકારક :-

રંગીન ઘઉં માંથી તમને એંથાક્યાનીનની જરૂરી પ્રમાણ મળી શકે છે. એંથોક્યાનીન એક એંટીઓક્સીડેંટ છે અને તે ખાવાથી હ્રદય રોગો, ડાયાબીટીસ અને મોટાપા જેવી જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીઓ અટકાવવામાં મદદ મળશે. એનએબીઆઈમાં રંગીન ઘઉં પ્રોજેક્ટની પ્રમુખ વૈજ્ઞાનિક મોનિકા ગર્ગે જણાવ્યું, અમને જાપાનથી માહિતી મળ્યા પછી ૨૦૧૧થી તેની ઉપર કાર્ય શરુ કર્યું હતું. અમે ઘણી સીઝન સુધી પ્રયોગ કર્યા પછી તેમાં સફળતા મેળવી છે.

જ્યાં સામાન્ય ઘઉંમાં તેનું પ્રમાણ પાંચ પીપીએમ હોય છે, તે કાળા ઘઉંમાં ૧૪૦ પીપીએમ, વાદળી રંગમાં ૮૦ પીપીએમ અને રીંગણ ઘઉંમાં ૪૦ પીપીએમ હોય છે. વિજ્ઞાનિકોએ કહ્યું કે અમે ઉંદર ઉપર તેનો પ્રયોગ કર્યો છે અને એવું જાણવા મળ્યું છે કે રંગીન ઘઉં ખાવા વાળાનું વજન વધવાની શક્યતા ઓછી રહે છે.

પ્રતિ એકર ઉપજ ઓછી :-

આમ તો આવા પ્રકારના ઘઉંની પ્રતિ એકર ઉપજ ઘણી ઓછી છે. જ્યાં સામાન્ય ઘઉંની ઉપજ ૨૪ ક્વિન્ટલ પ્રતિ એકર છે, તે રંગીન ઘઉંની પ્રતિ એકર ઉપજ ૧૭ થી ૨૦ ક્વિન્ટલ છે. એટલા માટે બની શકે છે કે બજારમાં આ ઘઉં થોડા મોંઘા મળે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.