સત્સંગથી ખરાબ વિચાર દૂર રહે છે અને સારા વિચારનો પ્રવાહ ચાલુ રહે છે, સફળતા મળવાની સંભાવનાઓ પણ વધે છે.

0
96

સંત કબીરને એક વ્યક્તિએ પૂછ્યું કે દરરોજ પ્રવચન સાંભળવાથી શું લાભ થાય છે? જવાબ દરેકે જાણવો જોઈએ. પોઝિટિવ વિચારસરણીથી કરવામાં આવેલ કાર્યમાં સફળતા મળવાની સંભાવના ખૂબ વધી જાય છે. નેગેટિવ વિચારોથી સરળ વસ્તુઓ પણ મુશ્કેલ લાગે છે. વિચાર પોઝિટિવ રહે એના માટે આપણે હંમેશા સતત સારી વાતો સાંભળવી જોઈએ, ઉપદેશોને વાંચવા અને સંભાળવા જોઈએ. આ સંદર્ભે સંત કબીર સાથે સંકળાયેલ એક લોકવાર્તા પ્રચલિત છે. જાણો આ વાર્તા …

લોકપ્રિય વાર્તા મુજબ એક વ્યક્તિ સંત કબીર પાસે આવ્યો અને કહ્યું કે આપણે દરરોજ પ્રવચન સાંભળવાની શી જરૂર છે? તમે તો દરરોજ સારું કામ કરવાની જ વાતો કરો છો. રોજ એ જ વાતો સાંભળવાનો શું ફાયદો?

કબીરે ધ્યાનપૂર્વક તે વ્યક્તિની વાત સાંભળી અને કંઈ પણ કહ્યા વિના એક હથોડો ઉપડ્યો અને નજીકમાં જમીનમાં રહેલા એક ખૂંટા ઉપર ફટકાર્યો અને પછી તે તેના કામમાં વ્યસ્ત થઈ ગયા. આ જોઈને વ્યક્તિને લાગ્યું કે કબીરદાસજીનું વાત કરવાનું આજે મન નથી લાગતું. તે વ્યક્તિ તે સમયે ચાલ્યો ગયો.

બીજા દિવસે ફરી એ જ વ્યક્તિ કબીર પાસે આવ્યો અને કહ્યું કે મેં ગઈકાલે એક સવાલ પૂછ્યો હતો, તમે જવાબ આપ્યો ન હતો.

કબીરે ફરીથી એ જ ખૂંટા ઉપર હથોડો જોરદાર ફટકાર્યો, પણ કશું કહ્યું નહીં. યુવકે વિચાર્યું કે કદાચ આજે તે મૌન હશે. તે ત્રીજા દિવસે ફરીથી આવ્યો અને તે જ સવાલ પૂછ્યો. કબીરે ફરીથી ખૂંટા ઉપર હથોડો માર્યો. આ વખતે વ્યક્તિ ગુસ્સે થઇ ગયો. તેણે કહ્યું કે તમે મારા પ્રશ્નોનો જવાબ કેમ નથી આપી રહ્યા? હું ત્રણ દિવસથી એકનો એક સવાલ પૂછી રહ્યો છું.

કબીરદાસજીએ કહ્યું કે ભાઈ, હું દરરોજ તમારા સવાલનો જવાબ આપી રહ્યો જ હતો. હું આ ખૂંટાને હથોડા વડે જમીનમાં તેની પકડ મજબૂત કરાવી રહ્યો હતો. જો હું આ ના કરું, તો તે તેની સાથે બાંધેલા પ્રાણીઓ તેને ખેંચી શકે અથવા ઠોકર લાગવાથી બહાર આવી શકે છે.

બસ આજ રીતે, પ્રવચન અને સારી બાબતો આવું જ કામ કરે છે. સત્સંગ આપણા મન રૂપી ખૂંટા ઉપર વારંવાર પ્રહાર કરે છે, જેથી આપણી ભાવનાઓ પોઝીટીવ રહે. આપણે ખરાબ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. દરરોજ આપણું મન સારી વસ્તુઓ વાંચીને અને સાંભળીને નેગીવિટી ઉપર કાબુ મેળવે છે. પોઝિટિવિટી વધે છે. તેથી તો રોજ પ્રવચન સાંભળવું જરૂરી છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.