મજેદાર જોક્સ : બાબા : શું તકલીફ આવી પડી કે તું આમ ચોધાર આંસુએ રડે છે? ટીના : ગુરુદેવ મારા પતિ…

0
658

જોક્સ :

સાંજનો સત્સંગ સમાપ્ત કરીને ઘર તરફ પ્રસ્થાન કરી રહેલા સુખકારી બાબાને છગને પ્રણામ કર્યા અને કહ્યું,

છગન : સ્વામીજી પાય લાગુ.

સુખકારી બાબા (આશીર્વાદ આપતા) : સુખી રહો.

છગન : સ્વામીજી મારે એક પ્રાયશ્ચિત કરવું છે.

સુખકારીબાબા : બોલ વત્સ, શેનું પ્રાયશ્ચિત કરવું છે? નિર્ભય થઈને વાત કર.

છગન : આજે બપોરે મેં ચાર ડઝન હાફૂસ કેરીના કરંડિયાની ચોરી કરી છે.

સુખકારીબાબા : હરિ હરિ, હરિ હરિ હવે શું કરવા માંગે છે?

છગન : હું એ કરંડિયા આપને આપવા માંગુ છું.

સુખકારીબાબા : હરિ હરિ, હરિ હરિ, મને એ બિલકુલ ના ખપે. એમ કર જેના છે એને પાછા આપી દે.

છગન : મેં કોશિશ કરી પણ એમણે લેવાની ના પાડી.

સુખકારીબાબા : જો એમજ હોય તો તારું પ્રાયશ્ચિત થઈ ગયું સમજ. હવે તું જ ખાઈને મજા કર.

છગન : જેવી આજ્ઞા બાબાજી.

બાબા જયારે ઘરે પહોંચ્યા ત્યારે તેમના પત્ની બારણાં પાસે રાહ જોઈને ઉભા હતા.

બાબાની પત્ની : સ્વામી આજે બપોરે હું વામકુક્ષી કરતી હતી ત્યારે ખૂણામાં પડેલો કેરીનો કરંડિયા કોઈ ચોરી ગયું.

બાબા બેભાન થઈ ગયા.

જોક્સ :

રન વે પર દોડતું જેટ વિમાન ઉડાન ભરવામાં જ હતું ત્યાં એકાએક ઉભું રહી ગયું અને ધીમે ધીમે રન-વે ના સ્ટારટીંગ પોઇન્ટ ઉપર પાછું ફર્યું.

બરાબર બે કલાક પછી પાછું રન વે ઉપર દોડવા લાગ્યું.

અંદર બેસેલા પેસેન્જર પપ્પુએ હોસ્ટેસને પૂછ્યું, “કંઈ પ્રૉબ્લેમ હતો?”

હોસ્ટેસ : ખાસ કંઈ નહીં, પાયલોટને એન્જીનમાંથી જાતજાતના અવાજો આવતા સંભળાયા અને તણખા ઉડતા દેખાયા,

એટલે એણે પ્લેન પાછું ફેરવ્યું અને ઉડાડવાની સાફ ના પાડી દીધી. પછી બીજા પાયલોટને બોલાવવામાં બે કલાક લાગી ગયા.

જોક્સ :

પપ્પુની મરઘી ટપ્પુના વાડામાં જઈને ઈંડુ મૂકી આવી. પપ્પુ ઈંડુ લેવા માટે ગયો.

પપ્પુ : ટપ્પુ હું મારી મરઘીએ મૂકેલું ઈંડુ લેવા આવ્યો છું.

ટપ્પુ : નહિ આપું. મારા વાડામાં મૂકી ગઈ એટલે ઈંડુ મારુ કહેવાય.

પપ્પુ : મરઘી મારી છે એટલે ઈંડુ મારુ કહેવાય.

ટપ્પુ : પણ વાડો મારો છે.

પપ્પુ : ઠીક છે. આમ ઝઘડવાનો કોઈ અર્થ નથી.

એમ કરીએ હું તને એક લાત મારુ અને તું મને એક લાત માર. નીચે પડીને જે ઓછા ટાઈમમાં ઉભો થઇ જાય ઈંડુ તેનું.

આ છગન આપણો અમ્પાયર.

ટપ્પુ : મને વાંધો નથી. ચાલ તું મને પેલા લાત માર.

પછી પપ્પુએ ઊંડો શ્વાસ લઈને એવી લાત મારી કે ટપ્પુ પડ્યો અને કેટલીય વાર સુધી ઉંહકારા ભરતો રહ્યો.

પછી છગન ઘડિયાળ જોઈને બોલ્યો,

છગન : ટપ્પુ એ ઉઠવામાં બરોબર વીસ મિનિટ લગાવી.

ટપ્પુ : વાંધો નહીં. (ખૂનન્સ ખાઈને ટપ્પુ બોલ્યો) હવે મારો વારો.

પપ્પુ : રેવા દે! મારે ઈંડુ નથી જોઈતું. તું રાખી લે.

બિચારો ટપ્પુ…

જોક્સ :

ચોધાર આંસુએ રડતી ટીના એક બાબાના આશ્રમમાં પહોંચી.

બાબા : શું તકલીફ આવી પડી કે તું આમ ચોધાર આંસુએ રડે છે?

ટીના : ગુરુદેવ મારા પતિ પપ્પુ પ્રભુને પ્યારા થઈ ગયા.

બાબા : હરિ હરિ બહુ ખોટું થયું. બાલિકે પ્રભુ એના આત્માને શાંતિ આપે,

પણ છેલ્લી ઘડીએ એની જીભ ઉપર ભગવાનનું નામ તો હતું ને?

ટીના : એવું તો ના કહેવાય ગુરુજી.

બાબા : તો એના છેલ્લા શબ્દો શું હતા?

ટીના : એ ટીનુંડી, બંદૂક નીચે ફેંકી દે એવું બરડતા હોય એમ લાગ્યું મને.

બાબાની આંખો ચાર થઈ ગઈ.