આટલું કરવાથી મટશે ડાયાબિટીસ, BP-ગેસ-કબજિયાત અને એસિડીટીનો પણ બતાવ્યો અકસીર ઉપાય, BSFના જવાનોને બાબા એ આપી ટિપ્સ

0
4879

મિત્રો આજકાલ લોકોને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ગેસ, કબજિયાત અને એસિડીટી જેવી ઘણી સમસ્યાઓ રહે છે. એના માટે લોકો ઘણી બધી એલોપેથિક દવાઓનું સેવન કરે છે. પણ એ સમસ્યાઓ માટે એલોપેથિક દવાઓનું સેવન કરવાની જગ્યાએ ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવામાં આવે, દિવસમાં માત્ર થોડી મિનિટ માટે કસરત, યોગ, પ્રાણાયામ વગેરે કરવામાં આવે, તો તમને તમારી સમસ્યાઓ માંથી દવા વગર જ છુટકારો મળી જશે.

અને એ સ્વસ્થ રહેવા માટેનો આ ઉપાય ઉત્તમ છે. આજે અમે તમને આપણા દેશના યોગ ગુરુ શ્રી બાબા રામદેવની આ સમસ્યાઓ માટેની થોડી ટિપ્સ જણાવીશું. આ ટીપ્સ તમને ઘણી ઉપયોગી સાબિત થશે. મિત્રો બાબા રામદેવના જણાવ્યા અનુસાર રોજ હળવો નાસ્તો, અને 20 મિનિટ કસરત કરવાથી તમને ઘણા બધા ફાયદા થશે.

બાબા રામદેવ કહે છે કે, જો તમે રોજ સવારે 20 મિનિટ વ્યાયામ કરશો તો 100 વર્ષ સુધી તમે વૃદ્ધ નહિ થાવ. દરેક વ્યકિતની એજ ઈચ્છા હોય છે કે તેણે બીમાર નથી થવું, વૃદ્ધ નથી થવું, દુઃખી નથી થવુ અને રોગી નથી થવું. તો એના માટે રોજ સવારે 20 મિનિટ વ્યાયામ કરો. સવારે નિયમિત રીતે 20 મિનીટ વ્યાયામ કરવાથી 20 કલાક કામ કરવાની શક્તિ મળે છે.

હવે સવારના નાસ્તાની વાત કરીએ તો રોજ અલગ અલગ નાસ્તો કરવો. જો તમે પરાઠા સાથે બટર ખાતા હોય તો એને અઠવાડિયે પંદર દિવસે એક વાર ખાવ. રોજ રોજ પરાઠા ન ખાવા. એવી જ રીતે બીજી વસ્તુઓમાં પણ કરવું.

તમારે તમારા રોજના નાસ્તામાં વિવિધતા લાવવી જોઈએ. એક દિવસ ઈડલી ખાવ છો, તો બીજા કોઈ દિવસે જ્યુસ લો, પરોઠા ખાવ, ફણગાવેલા અનાજ ખાવ. એમ અલગ અલગ દિવસે અલગ અલગ નાસ્તો કરો. રોજ એક ને એક નાસ્તો ન કરો. અને અમુક દિવસે નાસ્તામાં માત્ર ફળ જ ખાવ. અને અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો.

તેમજ પ્રોટીન મેળવવા માટે રોજ દૂધ, છાસ, મશરૂમ, દહીં, ફણગાવેલા અનાજ વગેરે માંથી કોઈ એક અલગ અલગ દિવસે અલગ અલગ લેવું જોઈએ. જેમનું પેટ નથી થતું તો તે દાડમ ખાવ. જી હાં, પેટ સાફ ન રહેતું હોય તો એક દિવસ માત્ર દાડમ ચાવી ચાવીને ખાવ, એક દિવસ માત્ર સફરજન ખાવ, અને અઠવાડિયામાં એક વાર દૂધીનું જ્યુસ પીવો. તમારું પેટ સાફ થઈ જશે.

મિત્રો જ્યુસ પણ શરીર માટે ઘણા ફાયદાકારક છે. જેમ કે કાકડી, કારેલા, ટામેટાનું જ્યુસ શુગર માટે અને દૂધીનું જ્યુસ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, હાર્ટ માટે ઉત્તમ છે. માટે થોડા થોડા દિવસે જ્યુસ પણ પીવાનું રાખો.

અને બપોરના અને રાતના જમવામાં પણ રોજ અલગ અલગ અનાજ, કઠોળ વાપરવા જોઈએ. અને દુધ અને ઘી ગાયનું વાપરો તો સૌથી ઉત્તમ છે. અને જો વ્યવસ્થા થતી હોય તો કોઈક વાર બકરીનું દૂધ પણ પીવું જોઈએ.

બાબા રામદેવની આ ટીપ્સને અનુસરશો તો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ગેસ, કબજિયાત અને એસિડીટી જેવી સમસ્યાઓ માંથી તમને છુટકારો મળી જશે, અને તમે ક્યારેય વૃદ્ધ નહિ થાવ.