બી.કોમ વિધાર્થીઓ માટે ટોપ 10 કરિયર ઓપશન્સ, જાણી વધુ વિગત.

0
952

એક ઉત્તમ રોજગારી પ્રાપ્ત કરવાની દિશામાં કોમર્સને હંમેશા સર્વશ્રેષ્ઠ શેક્ષણિક પ્રવાહોમાંથી એક માનવામાં આવી રહ્યું છે.

એક ઉત્તમ રોજગારી પ્રાપ્ત કરવાની દિશામાં કોમર્સને હંમેશા સર્વશ્રેષ્ઠ શેક્ષણિક પ્રવાહોમાંથી એક માનવામાં આવી રહ્યું છે. મોટાભાગના બી.કોમ ગ્રેજ્યુએટ સીએ, સીએસ અને કોમર્સ સાથે જોડાયેલા વિષયો કે ફિલ્ડ પસંદ કરીને તેમાંથી પોતાની ઉત્તમ કારકિર્દી બનાવે છે. પરંતુ બીજા વિદ્યાર્થીઓ જે સ્વેચ્છાએ આ વિષયો પસંદ નથી કરવા માંગતા કે પછી કોઈ કારણસર આ કોર્ષોમાં એડમીશન નથી લઇ શકતા તેને પોતાના વ્યવસાયને લઈને વધુ ચિંતા કરવાની જરૂર નથી.

આમ તો વિદ્યાર્થીઓ માટે પણ બી. કોમ કર્યા પછી રોજગારી અને ઈચ્છા મુજબ પસંદગી કરી શકે છે. બી.કોમની ડીગ્રી પ્રાપ્ત કરવા વાળા વિદ્યાર્થીઓની સુવિધા માટે અમે ટોપ ૧૦ રોજગારીની તકોની યાદી નીચે રજુ કરી છે. તેની મદદથી આ વિદ્યાર્થીઓ પોતાની પ્રોફેશનલ કારકિર્દી અને ઉત્તમ ફ્યુચરની દિશામાં પ્રવેશ કરી શકે છે.

એકાઉન્ટેડ

બી.કોમની ડીગ્રી પ્રાપ્ત કર્યા પછી બી.કોમ ગ્રેજ્યુએટ માટે સૌથી ઉત્તમ અને તાત્કાલિક મળી રહેતી રોજગારીની તકો વિકલ્પો માંથી એક છે, એકાઉન્ટેડની દરેક ઇન્ડસ્ટ્રી અને બિજનેશ અને બિજનેશમાં એકાઉન્ટેડની જરૂરિયાત રહે જ છે. એટલા માટે, બી.કોમ ગ્રેજ્યુએટ માટે નોકરીઓની કોઈ ખામી નથી. ત્યાં સુધી કે હાલમાં જ સ્ટાર્ટ-અપ્સ જેવી નાની કંપનીઓએ પણ પોતાની કંપના લાભ અને નુકશાન વગેરેની બેલેન્સ શીટ ઉપર દેખરેખ રાખવા માટે એક એકાઉન્ટેડની જરૂર તો પડે જ છે.

જો તેમની સેલેરીની વાત કરવામાં આવે તો બી.કોમ ગ્રેજ્યુએટસને શરુઆતમાં મધ્યમ પગારથી શરુ કરવામાં આવે છે પરંતુ આગળ જતા અનુભવ અને જ્ઞાનના આધાર ઉપર તેમણે ઘણો મોટો વધારો થઇ શકે છે. એટલું જ નહિ બી.કોમ ગ્રેજ્યુએટ પોતાની આવક અને ખાસ કરીને ઘણી કંપનીઓ માટે એક સાથે સ્વતંત્ર રીતે પણ કામ કરી શકે છે.

ટેક્સ કંસલ્ટેટસ :-

ટેક્સેશન એક એવું ક્ષેત્ર છે. જે કોઈને પણ પ્રભાવિત કરે છે, ભલે તે બહુરાષ્ટ્રીય કંપની હોય, કે નાનું એવું બિજનેશ હાઉસ કે વ્યક્તિ વિશેષ. લોકો પાસે સમયનો અભાવ અને ટેક્સના વધવાની મુશ્કેલીઓને કારણે બી.કોમ ગ્રેજ્યુએટસ માટે ટેક્સ કંસલ્ટેટની જોબ એક આકર્ષક જોબ બની ગઈ છે. બી.કોમ ગ્રેજ્યુએટ પોતાના ગ્રેજ્યુએશન દરમિયાન સરકારી નિયમોની મૂળ બાબતોથી સારી રીતે માહિતગાર હોય છે એટલા માટે ટેક્સેશન કંસલ્ટેટનું કામ તેમના માટે તરત મળી રહે છે.

એકાઉન્ટની જેમ જ જાણકાર ટેક્સેશન કંસલ્ટેટ પણ પોતાની નોકરી મૂળ પે બેન્ડથી શરુ કરે છે પરંતુ અનુભવ અને જ્ઞાનના આધારે તેમાં સતત વધરો થતો રહે છે. ટેક્સેશન કંસલ્ટેટ પાસે સ્વતંત્ર સલાહકાર તરીકે કામ કરવા કે ભવિષ્યમાં તેમનું પોતાનું ફર્મ ઉભું કરવાનો વિકલ્પ પણ રહેલો હોય છે.

બેન્કર :-

એક બીજુ ફિલ્ડ છે બેંકિંગ જે કોમર્સ અને ફાયનાંસ સાથે સીધું જોડાયેલું છે. પબ્લિક સેક્ટર્સની મોટાભાગની બેંક ઓપન કોમ્પિટિશનના માધ્યમથી લોકોની ભરતી કરે છે. આ બેંકોની પરીક્ષાઓમાં સંખ્યાત્મક, ક્ષમતાત્મક અને તાર્કિક તર્ક ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવે છે. બી.કોમ ગ્રેજ્યુએટસ દ્વારા સામાન્ય રીતે આ પરીક્ષાઓને ક્રેક કરવું ઘણું સરળ બની જાય છે.

આ ઉમેદવાર આ બેંકોની પરીક્ષાઓમાં બેસવા નથી માંગતા તો ઘણી બધી પ્રાઇવેટ બેંક પણ છે. જે પોતાના સ્ટ્રકચર અનુરૂપ એન્ટ્રી લેવલના હોદ્દા ઉપર બી.કોમ ગ્રેજ્યુએટસની ભરતી કરે છે. સાર્વજનિક અને ખાનગી બંને ક્ષેત્રોની બેંકોમાં સ્લેરી અને પ્રમોશન પોલીસી ઘણી વિશાળ છે. એટલા માટે આ ક્ષેત્રોમાં પણ બી.કોમ ગ્રેજ્યુએટ મે રોજગારીની વિશાળ શક્યતા છે.

કોઈ કંપની કે ઓર્ગેનાઈજેશનના ફાયનેંસીયલ સ્ટ્રકચર હેઠળ ફાયનેંસીયલ ઓડીટર્સ એક મહત્વની પોઝીશન હોય છે. ઓડીટર્સ કોઈ કંપની કે ઓર્ગેનાઈજેશનના ફાયનેંસીયલ સ્ટેટમેંટ અને એકાઉન્ટીંગ લેજરની દેખરેખ કરે છે. આ પોઝીશન એકાઉન્ટેન્થી હાયર પોઝીશન હોય છે, એટલા માટે તેમની સેલેરી અને તેને મળતા ભથ્થા આકર્ષક અને એકાઉન્ટેન્ટથી સારા હોય છે.

સ્ટોક બ્રોકર :-

બી.કોમ પૂરું કર્યા પછી કોમર્સ ગ્રેજ્યુએટ માટે એક બીજો ઘણો જ સરસ કારકિર્દી વિકલ્પ છે, સ્ટોક બ્રોકરનો. જે વિદ્યાર્થીઓને સ્ટોક મેનેજમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ, શેર માર્કેટ, ફાયનાંસ, અર્થવ્યવસ્થા, ગણિત અને બીજા સંબંધિત વિષયોમાં સારો રસ છે, તે સ્ટોક બ્રોકિંગમાં એક શોર્ટ ટર્મ સર્ટીફીકેટ પ્રોગ્રામ કરીને એક પ્રોફેશનમાં જોડાઈ શકે છે. કેમ કે બી.કોમ ગ્રેજ્યુએટસને બી.કોમના સિલેબસમાં કામ કરતી વખતે તેને કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો નહિ કરવો પડે અને તે સામાન્ય રીતે આ કામનો આનંદ લઇ શકે છે.

ફાયનાંસ કંસલ્ટેટ

કોમર્સ ગ્રેજ્યુએટ માટે ફાયનાંસ કંસલ્ટેટનું કામ પણ એક આકર્ષક કારકિર્દી વિકલ્પ છે. ફાયનાંસ કંસલ્ટેટ જુદા જુદા ક્ષેત્રો જેવા કે સર્વિસ બેંક, રીટાયરમેંટ પ્લાન્સ, સ્ટોક પોર્ટફોલિયો પ્લાનિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વગેરે કાર્યોમાં રોકાણ માટે યોગ્ય સલાહ આપે છે. તેમનું મુખ્ય કામ વ્યક્તિઓ અને સંસ્થાઓને ભવિષ્યના પ્લાનિંગ કરવામાં મદદ કરવાનું છે. આજકાલ ભારતમાં કુલ આવકમાં વધારો અને લોકોની બચત ક્ષમતામાં વધારાને કારણે કારકિર્દી વિકલ્પ બી.કોમ ગ્રેજ્યુએટ માટે ઘણું ઉજ્વળ બનતું જાય છે.

ઇન્શ્યોરન્સ કંસલ્ટેટ

ઇન્શ્યોરન્સ કંસલ્ટેટની પ્રોફાઈલ ફાયનાન્સ કંસલ્ટેટને મળતી આવે છે. ઇન્શ્યોરન્સ કંસલ્ટેટ કોઈ પણ આકસ્મિક અઘટિત ઘટના માટે વ્યક્તિઓ અને સંસ્થાઓ માટે યોજના બનાવે છે અને એવી સ્થિતિઓનો સામનો કરવા માટે ફાયનેંસીયલ બ્રેકઅપ અને આકસ્મિક રકમ મેળવવા માટે થોડા વિશેષ નિયમો વિષે જણાવે છે. ઇન્શ્યોરન્સ કંસલ્ટેટને વીમા એજન્સીઓ દ્વારા સારી સેલેરી ઉપર હાયર કરવામાં આવે છે. તે ઉપરાંત આ પ્રોફેશનમાં કમીશન, ઇનામ અને બીજા ભથ્થા પણ મળે છે.

એક્સપોર્ટ ઈમ્પોર્ટ મેનેજર

બી.કોમ ગ્રેજ્યુએટને બી.કોમના અભ્યાસ દરમિયાન ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે જોડાયેલી પોલીસી વિષે સારી રીતે ભણાવવામાં આવે છે અને ટ્રેડ કરવામાં આવે છે. કોઈ પણ કંપની જે વસ્તુઓ-સેવાઓની આયાત અને નિકાસના સોદા કરે છે, કે એક એક્જીમ ડોકયુમેન્ટેશન, ટેક્સેશન અને એકાઉન્ટીંગ નિષ્ણાંતની જરૂરિયાત રહે છે.

આમ પણ બી.કોમ વિદ્યાર્થી જે એક્જીમ પોલીસીની સારી એવી જાણકારી ધરાવે છે. તેમના માટે આ ફિલ્ડ ઘણી જ મનપસંદ છે. શરુઆતમાં તે ઈમ્પોર્ટ એક્સપોર્ટ સાથે જોડાયેલી કંપની માટે સ્પેશલાઈજેશન સાથે સર્ટીફીકેટ કોર્સ કે ડીપ્લોમાં કોર્સની પસંદગી કરી શકે છે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ મેનેજરનો પગાર ઘણો સારો હોય છે. તે મલ્ટીનેશનલ કંપનીજ, લાર્જ બિજનેશ હાઉસ અને વિદેશી ટ્રેડ બિજનેશ વગેરેમાં કામ કરે છે.

ગવર્મેન્ટ જોબ્સ

બી.કોમ ગ્રેજ્યુએટ પાસે રાષ્ટ્રીય સ્તરની સરકારી ભરતી એજન્સીઓ જેવી યુપીએસસી કે એસએસસી અને જુદી જુદી રાજ્ય લોક સેવા આયોગો દ્વારા જાહેર જુદી જુદી પ્રવેશ પરીક્ષાઓના માધ્યમથી સરકારી નોકરી પ્રાપ્ત કરવાની સુંદર તક પણ રહે છે. આઈઆરએસ, સીબીડીટી, કોમર્સ મીનીસ્ટ્રી અને ફાયનાંસ મીનીસ્ટ્રી જેવી સરકારી શરુઆતમાં ઘણી નોકરીઓ આ ક્ષેત્રમાં રહેલી છે. જેના માટે વેપાર અને નાણાકીય ગણતરીઓનું ઊંડાણ પૂર્વકનું જ્ઞાન જરૂરી છે. એટલા માટે આવી નોકરીઓ બી.કોમ ગ્રેજ્યુએટ માટે આદર્શ નોકરીઓ હોય છે.

જ્યાં સુધી પગારનો પ્રશ્ન છે, તો સરકારી નોકરીઓ હંમેશા સારો પગાર અને ત્યાં સુધી કે ઉત્તમ ભથ્થા સાથે સાથે એની સાથે જોડાયેલી સામાજિક સ્થિતિ માટે ઓળખાય છે અને એટલા માટે આજે પણ આપણા સમાજમાં સરકારી નોકરીઓ પ્રત્યે લોકોનો ક્રેજ છે. તે ઉપરાંત, હાલમાં જ જાહેર ૭માં પગાર પંચે ફરીથી તમામ કેન્દ્ર સરકારની નોકરીઓમાં વધારો કરવાની જાહેરાત કરી છે, જેથી વધુ આકર્ષક કેરિયરની તકો મળશે.

ઈંટરપ્રેન્યોર :-

બી.કોમ ગ્રેજ્યુએટ પહેલાથી જ એકાઉન્ટસ, ટેક્સ, માર્કેટિંગ, ફાયનાંસ અને ઇન્શ્યોરન્સ વિષે સંપૂર્ણ જાણકારી રાખે છે. તે ઉપરાંત તે કંપનીઅધિનિયમ, નાણાકીય અનુમાનો અને પાયાના પ્રબંધક સિદ્ધાંતોનું પણ ઊંડાણ પૂર્વક અભ્યાસ કરે છે. આ તમામ પાસાઓના સંયોજનથી બી.કોમ ગ્રેજ્યુએટસ એક નાના સ્તરની ધંધાકીય એકમો ઉભા કરવા માટે એક ઉત્તમ ઉમેદવાર સાબિત થઇ શકે છે.

જે વિદ્યાર્થી પોતાનો ધંધો શરુ કરવા કે કુટુંબના બિજનેશમાં જોડાવા કે મેનેજ કરવાની ઈચ્છા ધરાવે છે, તેને બી.કોમને એક આદર્શ શેક્ષણિક કાર્યક્રમ તરીકે જોવું જોઈએ. તેનાથી તે ભવિષ્યમાં પોતાને એન્ટરપ્રેન્યોર તરીકે જોઈ શકે છે.

આ તમામ બી. ગ્રેજયુએટ માટે થોડા ટોપ પ્રોફેશનલ કારકિર્દી વિકલ્પ છે. તે ઉપરાંત પત્રકારીતા, હોટલ મેનેજમેન્ટ, માર્કેટ રીસર્ચ, ઇકોનોમીસ્ટ એડમીનીસ્ટેટીવ જોબ્સ, વકીલ, ટ્રાવેલ એજન્ટ, ઈવેંટ મેનેજમેન્ટ જેવા ઘણા વિકલ્પ છે જેમાંથી કોઈ એક પસંદ કરીને તે એક ઉત્તમ કારકિર્દી અને સોનેરી ભવિષ્યના સપના પુરા કરી શકે છે.

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.