આયુષ્માન યોજના અંતર્ગત સુવિધાઓનો વિસ્તાર વધ્યો, ખાનગી હોસ્પીટલમાં કરાવી શકશો મોંઘો ઈલાજ

0
2334

કેન્દ્ર સરકારે આયુષ્માન યોજના અંતર્ગત આવતી સુવિધાઓનો વિસ્તાર વધાર્યો છે. હવે દર્દી ખાનગી હોસ્પિટલોમાં વધારે બીમારીઓના ઈલાજનો લાભ લઈ શકશે. એમાં ડેન્ગ્યું, ડાયરિયા, એચઆઈવી, હાઈ રિસ્ક ડીલીવરી, હાઈપરટેંસિવ ઈમરજન્સી, હાર્નિયા સહિત 150 કરતા વધારે નવી બીમારીઓ શામેલ છે. અત્યાર સુધી એનો ઈલાજ માત્ર સરકારી હોસ્પિટલોમાં જ કરવામાં આવતો હતો. પણ હવે યોજનાનો વિસ્તાર વધતા ખીસા પર બોજ નાખ્યા વગર ખાનગી હોસ્પિટલોમાં મોંઘા ઈલાજ કરાવી શકાશે.

સ્વાસ્થ્ય નહિ આવે આંચ :

સરકારે આયુષ્માન ભારત યોજનાનો વિસ્તાર વધારી દીધો છે. આથી દર્દીઓ આ યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલોમાં વધારે બીમારીઓનો ઈલાજ કરાવી શકશે. એમાં લગભગ 157 બીમારીઓને શામેલ કારવામાં આવી છે. એનાથી દર્દીઓને વધારે સારી સુવિધાઓ મળશે. અત્યાર સુધી આ યોજના અંતર્ગત 1047 બીમારીઓનો ઉપચાર ખાનગી હોસ્પિટલોમાં થતો હતો. અને હવે નવી લીસ્ટ આવી છે એ મુજબ આ બીમારીઓની સંખ્યા વધીને 1204 થઈ ગઈ છે. હવે ફક્ત 146 બીમારીઓ જ એવી બચશે જેમનો ઈલાજ માત્ર સરકારી હોસ્પિટલોમાં જ થશે.

પહેલા કરવામાં આવતી હતી મનાઈ :

આ બીમારીઓના ઈલાજ માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા પર દર્દીઓને પાછા મોકલી દેવામાં આવતા હતા. એમને એવું કહેવામાં આવતું હતું કે આમનું નિદાન માત્ર સરકારી હોસ્પીટલમાં જ સંભવ છે. જણાવી દઈએ કે આયુષ્માન યોજનામાં કાર્ડ ધારકોને 1350 બીમારીઓના ઈલાજની મફત સુવિધા આપવામાં આવી છે. એના અંતર્ગત પાંચ લાખ સુધીનો ઈલાજ દર્દી ફ્રી માં કરાવી શકે છે.

પ્રયાગરાજ જીલ્લાના 2.73 લાખ પરિવારોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એમને ગોલ્ડન કાર્ડ ઉપલબ્ધ કરાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. પ્રયાગરાજ જીલ્લાની કુલ 155 ખાનગી હોસ્પિટલોને યોજના અંતર્ગત શામેલ કરવામાં આવી છે.

કલેમની બાબતે ત્રીજો નંબર :

આયુષ્માન યોજના અંતર્ગત પ્રયાગરાજ જિલ્લાએ પહેલા જ સફળતા પ્રાપ્ત કરી લીધી છે. આંકડાઓ પર જઈએ તો અત્યાર સુધીમાં 3.19 કરોડ રૂપિયાનો ક્લેમ આયુષ્માન યોજના અંતર્ગત કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે. એમાંથી 1.26 કરોડ રૂપિયાની ધન રાશીની ચુકવણી પણ થઈ ગઈ છે. કલેમની બાબતમાં પ્રયાગરાજ જીલ્લાનું યુપીમાં ત્રીજું સ્થાન છે. એટલું જ નહિ, જે હોસ્પિટલ વ્યવસ્થિત રીતે કામ નથી કરતી, એમને ડિપૈનલ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. એમને પૈનલ માંથી બહાર કાઢીને નવી હોસ્પિટલોને યાદીમાં શામેલ કરવામાં આવશે.

શાસન તરફથી અત્યાર સુધી અમને કોઈ આદેશ નથી મળ્યો, પણ એની માંગ લાંબા સમયથી ચાલી રહી હતી. આ પગલાથી ગરીબ દર્દીઓને ઘણો લાભ મળશે. – ડો. રાહુલ સિંહ, એસીએમઓ અને નોડલ આયુષ્માન યોજના પ્રયાગરાજ

ફેક્ટ ફાઈલ :

યોજનામાં શામેલ કુલ બીમારીઓ : 1350

ખાનગી હોસ્પિટલની યાદીમાં શામેલ બીમારીઓ : 1204

પ્રયાગરાજ જીલ્લામાં કુલ આયુષ્માન યોજનાના લાભાર્થી પરિવાર : 2.73 લાખ

પ્રયાગરાજ જીલ્લામાં અત્યાર સુધી ખર્ચ કરવામાં આવેલી કુલ ધન રાશી : 3.19 કરોડ

પ્રયાગરાજ જીલ્લાની પૈનલમાં શામેલ કુલ હોસ્પિટલ :155

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.