સફેદ વાળ દુર કરવા આ રીતે બનાવો આયુર્વેદિક હેયર ડાઈ, કોઈ પણ જાતની આડઅસર વગર કરે વાળ કાળા.

0
2465

મિત્રો એવું કહેવામાં આવે છે કે, જયારે પહેલાના જમાનામાં રાજા મહારાજાઓ પોતાના માથા ઉપર પહેલો સફેદ વાળ જોતા હતા, ત્યારે પોતાના ઉત્તરાધિકારીને પોતાનો રાજ વહીવટ સોંપીને પોતે સન્યાસ લઈને એકાંતવાસમાં જતા રહેતા હતા. કે પછી સમાજ કલ્યાણ અને ભગવાનની ભક્તિ જેવા અધ્યાત્મિક કાર્યોમાં ઓતપ્રોત થઇ જતા હતા.

એટલે કે કહેવાનો અર્થ એ છે કે, માથા પરના વાળ સફેદ થવા એ ચોક્કસ પણે ગઢપણ અને જીવનની ધમાચકડી માંથી નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય આવી ગયો છે,  એવી પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલી સુચના જ છે. પણ આજના જમાનામાં તો યુવાનોના વાળ પણ સફેદ થવા લાગ્યા છે. પણ આજે અમે તમને વાળને કાળા કરવાનો આયુર્વેદિક ઉપાય જણાવીશું.

મિત્રો આજના આ લેખમાં અમે તમને વાળને કુદરતી રંગ આપનારા ‘આયુર્વેદિક કેશ રંજક લેપ’ વિશે વિસ્તારથી જાણકારી આપીશું. આ સંપૂર્ણ નિરાપદ છે, જેનાથી સફેદ વાળની સમસ્યા ઓછી થાય છે. આ લેપ વાળને કાળા કરવાની સાથે સાથે વાળને ખરતા પણ અટકાવી શકે છે.

આ લેખન માળાની તમામ કડીઓમાં એવું જણાવવામાં આવ્યું છે કે, જુદા જુદા ઉપચાર અને સાવચેતીઓનું નિયમિત પાલન કરીને, તમે વાળને ખરતા અને વાળને અકાળે સફેદ થતા અટકાવી શકો છો. પણ જેના વાળ સફેદ થઇ ગયા છે તેમના માટે અમે જુદા જુદા કેશ રંજક ઉપાયો કરવાનું જણાવીશું.

અકાળે સફેદ વાળ થવા :

જાણકારી માટે જણાવી દઈએ કે, હજારો વર્ષો પહેલા જયારે આયુર્વેદ ગ્રંથ લખવામાં આવ્યા હતા, તે સમયે કુદરતી રીતે જ વાળના સફેદ થવાની ઉંમર ૭૫ થી ૮૦ વર્ષ ગણાવવામાં આવી હતી. પછી સમય પસાર થવાની સાથે સાથે જીવન શૈલી અને ઋતુઓના ફેરફારને કારણે, આજથી ૫૦ વર્ષ પહેલા સુધી વાળ સફેદ થવાની સ્વભાવિક ઉંમર ૫૦ થી ૬૦ વર્ષ સુધી થઇ ગઈ હતી. અને આજથી લગભગ ૧૫ થી ૨૦ વર્ષ પહેલા સુધી વ્યક્તિના ૪૫ વર્ષ પછી વાળ સફેદ થવાને કુદરતી ગણવામાં આવતું હતું.

પણ મિત્રો છેલ્લા ૧ વર્ષથી આપણી ભારતીય જીવનશૈલી અને ભોજનશૈલીમાં આવેલા મોટા ફેરફારને કારણે જ, આજકાલ ૧૫ વર્ષના વિદ્યાર્થીના પણ વાળ સફેદ જોવા મળે છે. અને તેને જ વાળનું અકાળે સફેદ હોવાનું કહે છે.

બજારના હેર ડાઈ અને હેર ક્રીમ :

જણાવી દઈએ કે, આજકાલ અકાળે વાળ સફેદ હોવાની સમસ્યાને સોંદર્ય પ્રસાધન બનાવનારી દેશી અને વિદેશી કંપનીઓએ સારો નફો મેળવવા માટે આપણને એમના નિયમિત આજીવન ગ્રાહક બનાવી દીધા છે. બજારમાં જુદા જુદા હેર ડાઈ અને હેર કલર ક્રીમોનું હર્બલ અને આયુર્વેદિક નામથી ઘણું વેચાણ થાય છે. પણ અહિયાં, અમે તમને જણાવી દઈએ કે, તેમાં ૯૯% નુકશાનકારક રસાયણ જ હોય છે, જે વાળને જુદા જુદા રંગોમાં રંગી તો આપે છે, પણ માથાની ચામડી, ચહેરાની ચામડી અને આંખો ઉપર ખરાબ અસર કરે છે.

તમે જયારે તમારા માથાના એક કે બે સફેદ વાળ છુપાવવાના ચક્કરમાં હેર ડાઈ કે હેર ક્રીમ વગેરેનો ઉપયોગ કર્યો હશે, ત્યારે જોયું હશે કે હંમેશા ધીમે ધીમે માથામાં સફેદ વાળની સંખ્યા વધવા લાગે છે. અને આપણા માટે ૧૫ કે ૨૦ દિવસમાં જ હેર ડાઈ કે હેર ક્રીમનો ઉપયોગ અનિવાર્ય બની જાય છે.

અને બજારની આ કેમિકલ વાળી હેર ડાઈ અને હેર ક્રીમમાં રહેલા નુકશાનકારક રસાયણોને કારણે જ, આજકાલ લોકોને આંખોની આજુ બાજુ કાળા ઘેરા, ત્વચાનું ખરબચડાપણું, ચહેરા ઉપર કરચલી, ડાઘ ધબ્બા જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. તેવામાં હેર ડાઈ વેચવા વાળી કંપનીઓ પેકિંગ કવર ઉપર એલર્જી ટેસ્ટની સાવચેતી નાના અક્ષરોમાં લખીને પોતાનું કામ પૂરું કરી લે છે. જેને સામાન્ય લોકો ક્યારે પણ નથી વાંચી શકતા.

આયુર્વેદિક પ્રોડક્ટના નામથી વેચવામાં આવતી હેર ડાઈ કે હેર ક્રીમમાં પોષક તત્વોનું પ્રમાણ કે ઔષધીય તત્વનું પ્રમાણ ના બરોબર હોય છે. અને નુકશાનકારક રસાયણોનો ઢગલો હોવાથી આવી પ્રોડક્ટ વાળને રંગવા ઉપરાંત વાળને બીજો ફાયદો નથી પહોંચાડતી. અને તેને કારણે અકાળે તમારા વાળ ખરવા લાગે છે.

પણ આજના આ લેખમાં અમે તમને તમારા વાળને કુદરતી રંગ આપનારા આયુર્વેદિક કેશ રંજક લેપ વિશે વિસ્તારથી જાણકારી આપીશું. તે સંપૂર્ણ નિરાપદ છે. જેનાથી વાળની સમસ્યા ઓછી થાય છે. આ લેપ વાળને કાળા કરવાની સાથે સાથે વાળને ખરતા પણ અટકાવે છે.

વાળને કાળા કરવા માટે જુદા જુદા લેપ.

જાણકારી માટે જણાવી દઈએ કે, શારંગધર સંહિતામાં મહર્ષિ શારંગધરે વાળને કાળા કરવા માટે ઉત્તમ કેશ રંજક લેપ જણાવેલ છે.

ઉત્તમ કેશ રંજક લેપ :

મિત્રો વર્ષો પહેલા વપરાતો આ લેપ આજના આધુનિક યુગમાં પણ બનાવવામાં સરળ અને ઘણો ફાયદાકારક છે. તેને તમે સરળતાથી ઘરમાં જ બનાવીને તમારા વાળને વગર કોઈ કેમિકલનો ઉપયોગ કરીને કાળા કરી શકો છો. અને વાળને ખરતા પણ અટકાવી શકો છો.

આ લેપ બનાવવા માટે લોહ ચૂર્ણ, ભૃંગરાજ, ત્રિફળા અને કાળી માટી આ બધી વસ્તુ સરખા ભાગે લઈને ભેળવીને એનું ચૂર્ણ બનાવો. પછી એને શેરડીના રસમાં ૧ મહિના સુધી ડુબાડીને રાખો. આ ચૂર્ણને માથા ઉપર લેપ કરવાથી સફેદ વાળ કાળા થાય છે. અને વાળ અકાળે સફેદ થતા અટકે છે, અને વાળ મજબુત બને છે.

જરૂરી ટીપ્સ :

અમુક વૈધ લોકો આ યોગને લોખંડના ડબ્બામાં નાખીને જમીનની અંદર કે ઘઉંના ઢગલાની અંદર ૧ મહિના સુધી રાખે છે. આ યોગમાં તમામ ચૂર્ણને શેરડીના રસમાં ડૂબવા સુધી પલાળવાનું છે. શક્ય હોય તો તમે પણ આ રીતે કરો.

સફેદ વાળ ઉપર ખીજાબ :

મિત્રો ત્રણ ભાગ આંબળા, બે ભાગ હરડે, એક ભાગ બહેડા, કેરીની ગોટલીનું ચૂર્ણ ૫ ભાગ અને એક ભાગ લોખંડનું ચૂર્ણ, આ બધાને ભેળવીને તેના ચૂર્ણને પાણીમાં પલાળીને લેપ બનાવી લો. આ લેપને લોખંડની કડાઈમાં રાત આખી રહેવા દો. સવારે વાળ ઉપર લેપ લગાવવાથી સફેદ વાળ કાળા થાય છે.

જણાવી દઈએ કે, આ એક પ્રકારની હેર ડાઈ જ છે. અને તેને તમારી સમસ્યા અને જરૂરિયાત મુજબ રોજ લગાવવાથી સફેદ વાળ કાળા થાય છે અને વાળનું અકાળે સફેદ થવું અટકે છે. આ લેપથી માથાની ગરમી શાંત થાય છે. અને વાળનું ખરવાનું પણ અટકે છે.

આ લેપ આજકાલ આધુનિક યુગમાં ઘણું વ્યવહારિક અને ઉપયોગી છે. ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ પોતાના વ્યસ્ત જીવનથી સમય કાઢીને વાળને રંગવા માટે આ લેપનો ઉપયોગ કરે છે. અને પોતાના વાળને સ્વસ્થ અને મુલાયમ રાખે છે.

સાવચેતીઓ :

૧. જણાવી દઈએ કે, આ કેશ રંજક લેપ રાત્રે લગાવીને આખી રાત વાળમાં લગાવેલો રાખીને સવારે ધોવાથી સારો લાભ મળે છે.

૨. મિત્રો અમે તમને એ કહેવા માંગીએ છીએ કે, તમે આળસ છોડીને આ લેપ ઘરે જ બનાવીને ઉપયોગ જરૂર કરો. આ લેપ બનાવવા માટે લેવામાં આવતી ઔષધી સ્વચ્છ અને ચોખ્ખી અને ઉત્તમ ગુણવત્તાની હોવી જરૂરી છે. તેથી તેને તમારા વિશ્વાસપાત્ર સ્થળેથી જ ખરીદો અને નકલી અને જુના માલથી સાવચેત રહો.

૩. અન્ય એક વાતનું ધ્યાન રાખવું કે, તમે આ પ્રયોગ કરતી વખતે બજારમાંથી મળતું તેલ, શેમ્પુ, હેર ડાઈ અને હેર ક્રીમનો ઉપયોગ એકદમ બંધ કરી દો.

૪. તેમજ આ લેપને વાળમાં લગાવતી વખતે મોજા જરૂર પહેરવા, નહીં તો હાથ અને નખ કાળા થઇ શકે છે. અને આ કાળાશથી મુક્ત થવું તમારા માટે થોડું મુશ્કેલ બની શકે છે.

૫. વારસાગત સમસ્યાને લીધે વાળની સમસ્યા હોય, તેવા વ્યક્તિઓએ આ ઉપાય જેટલું બની શકે એટલો જલ્દી શરુ કરી દેવો જોઈએ.

૬. આ લેપ સંપૂર્ણ નિરાપદ છે અને વાળને પોષણ આપનારા પણ છે. તેથી સફેદ વાળ સાથે સાથે વાળની બીજી તકલીફ પણ આ લેપના નિયમિત ઉપયોગ થી ઓછી થાય છે.