નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજની ભાગદોડવાળી જીવનશૈલી અને ખાનપાનમાં બેદરકારીને કારણે લોકોને નાની ઉંમરમાં જ વાળ ખરવાની કે સફેદ થવાની સમસ્યા થવા લાગે છે. એના માટે લોકો બજારમાં મળતી વિવિધ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પણ એની કોઈ ખાસ અસર થતી નથી. ઉપરથી અમુક વસ્તુઓ એવી નીકળી જાય છે, જે આડઅસર પણ કરે છે.
પણ જો તમે આયુર્વેદિક વસ્તુઓ વાપરીને અને થોડી વાતોનું ધ્યાન રાખીને દેશી ઉપાય કરશો, તો તમે આ સમસ્યાને દુર કરી શકશો. અને એટલા માટે આજે અમે તમારા માટે એક ખુબ જ સારો ઉપાય લઈને આવ્યા છીએ, જે સંપૂર્ણ આયુર્વેદિક છે.
આવો જાણીએ આ રીત :
જરૂરી સામગ્રી :
જૈતુન (ઓલિવ ઓઇલ) નું તેલ 50 ગ્રામ,
ચંદનના લાકડાનો ઝીણો ભૂકો 50 ગ્રામ,
એરંડીયાનું તેલ 250 ગ્રામ,
કોફી પાવડર 50 ગ્રામ,
અંબર તેલ જેને અમર વેલ પણ કહે છે. ૩૦૦ ગ્રામ (જે લીલા રંગના દોરાની જેમ ઝાડ ઉપર વળગેલી મળે છે.)
વડના ઝાડના એકદમ તાજા પાંદડા (બંધ વાળી કુપળ) ૩૦૦ ગ્રામ,
1 થી 4 ની વસ્તુ પંસારી અને 5-6 ગામથી દુર શોધીને લાવવી પડશે.
બનાવવાની રીત :
આ તેલ બનાવવા માટે એરંડીયા અને જેતુનના તેલને ભેળવીને હળવી આંચ ઉપર ગરમ કરો. ત્યારબાદ તે તેલમાં બધી વસ્તુઓ નાખી દો, અને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી બધી સામગ્રી કાળી થઈને બળી ન જાય. એમાં એક વાતની સાવધાની રાખવી કે તેલમાં તડતડાટી ખુબ થાય છે. બધી વસ્તુ બળી ગયા પછી ઠંડું કરીને તેલની બાટલીમાં ભરીને મૂકી દો.
એના પ્રયોગની રીત :
આ તેલને રોજ તમારા માથામાં 20 મિનીટ સુધી આંગળીઓની પોરીથી માથા ઉપર સારી રીતે માલીશ કરો. આ તેલના નિયમિત ઉપયોગથી જે વાળ સફેદ થઇ ગયા છે, તે પણ ફરી મૂળમાંથી કાળા ઉગવા લાગશે.
તેની સાથે જ એક ચમચી સવાર સાંજ ત્રિફળા ચૂર્ણ હુંફાળા પાણી સાથે જરૂર લો.
તેમજ સવારે શીર્ષાસન કે સર્વાગાસન 15 મિનીટ સુધી જરૂર કરો.
આનું પરિણામ તમને 6 મહિનામાં મળી જશે.
વાપરતા સમયે રાખવાની કાળજી : સાબુ અને શેમ્પુનો ઉપયોગ ન કરવો. ફક્ત રાત્રે પલાડીને રાખેલી મુલતાની માટીને સવારે માથામાં 10 મિનીટ સાબુની જેમ લગાવીને માથું ધોઈ લેવું.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.