અક્ષરા સિંહ જ નહિ આ હિરોઇનોએ પણ ભોગવ્યું છે બ્રેકઅપનું દર્દ, જણાવી હતી પ્રેમમાં મળેલ દગાની હકીકત.

0
794

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપર સ્ટાર પવન સિંહ અને અક્ષરા સિંહ એક સમયે રીલેશનમાં હતા. વર્ષો પછી અક્ષરાએ આ રીલેશનશીપ વિષે ઘણી વાતો જણાવી છે. અક્ષરાએ જણાવ્યું કે તે ઘણો ખરાબ સમય હતો, જે મેં સહન કર્યો છે. નહિ તો ઘણી છોકરીઓએ તો તેના કારણે આત્મહત્યા કરી લીધી અથવા રાતોરાત ઇન્ડસ્ટ્રીમાંથી ગુમ થઇ ગઈ. પહેલી વખત નથી જયારે બ્રેકઅપે કોઈ સેલીબ્રીટીને દુઃખી કરી નાખી હોય. તે પહેલા પણ ઘણી સેલીબ્રીટીઝ ઉપર તે બાબતમાં વાત કરતી જોવા મળી છે.

પરીણીતી ચોપડા :-

એક ઈન્ટરવ્યુંમાં પરીણીતી ચોપડાએ પોતાની લવ લાઈફ વિષે વાત કરી હતી. પરીણીતી ચોપડાએ જણાવ્યું કે આ તેના જીવનના સૌથી ખરાબ દિવસ હતો. તેમણે જણાવ્યું, હું ઘણા ખરાબ હાર્ટબ્રેક માંથી પસાર થઇ છું. હું તૂટી ચુકી હતી. તે સમયે મને મારા કુટુંબની જરૂર હતી. આ ઘટના પછી મારા જીવનમાં ઘણા ફેરફાર આવ્યા અને હું પહેલા કરતા વધુ સમજદાર થઇ ગઈ. હું ભગવાનનો આભાર માનવા માગીશ કે મારા જીવનમાં તે ઘડી ઘણી વહેલી આવી ગઈ હતી.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે બ્રેકઅપ પછી તે ખરાબ રીતે તૂટી ગઈ હતી. તેનું રડી રડીને હાલત ખરાબ થઇ ગઈ હતી. ત્યાં સુધી કે તે ડીપ્રેશનમાં જતી રહી હતી. દીપિકાએ બ્રેકઅપનું કારણ જણાવતા કહ્યું હતું, મને મુર્ખ બનાવવામાં આવી રહી હતી. દરેક મને કહી રહ્યા હતા કે તે મુર્ખ બનાવી રહ્યા છે. પરંતુ મેં કોઈનું સાંભળ્યું નહિ. પછી મેં તે નજરે જોયું. બહાર નીકળતા મને થોડો સમય લાગી ગયો. પરંતુ મેં જોયું ત્યાર પછી પાછા ફરવા મને કાંઈ બાકી રહ્યું હોય તેવું જણાયું ન હતું.

નેહા કક્કડ

નેહા કક્કડ અને ટીવી કલાકાર હિમાંશુ કોહલી ઘણા સમય સુધી રીલેશનશીપમાં હતા. પરંતુ કોઈ કારણોસર બંનેમાં બ્રેકઅપ થઇ ગયો. નેહાએ પોતાના બ્રેકઅપ વિષે લખ્યું હતું, હું આજે થોડી વધુ જ તૂટી ગઈ છું એટલા માટે મારી અનુભૂતિને કંટ્રોલ નથી કરી શકતી. સેલીબ્રેટીઝના બે મોઢા હોય છે. તેના અંગત જીવનમાં જે પણ ચાલી રહ્યું હોય, પ્રોફેશનલ જીવનમાં તેને હંમેશા હસતા રહેતા જ દેખાડવું પડે છે.

શાહિદ કપૂર

અભિનેતા શહીદ કપૂરે વર્ષ ૨૦૧૫માં ૭ જુલાઈના રોજ દિલ્હીની મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા શહીદ કપૂર પોતાના અફેયરને લઈને પણ ચર્ચામાં રહ્યો હતો. ફિલ્મોમાં આવ્યા પછી શાહિદ કપૂરે કરીના કપૂરને ડેટ કરવાનું શરુ કર્યું. બંનેએ એક બીજા સાથે લગભગ પાંચ વર્ષ સુધી ડેટ કર્યા અને પછી જુદા થઇ ગયા.

નેહા ધૂપિયાના શોમાં જયારે નેહાએ શહીદને પૂછ્યું હતું કે શું તે કોઈ સાથે સ્ટાર્સના પ્રેમમાં પડ્યા છે? તે અંગે શાહિદે જણાવ્યું હતું, હું બે વખત મારા સાથી સ્ટાર સાથે પ્રેમ કરી બેઠો હતો. જેમાંથી એક તો આજે ઘણી પ્રસિદ્ધ છે પરંતુ તેણે મને દગો દીધો હતો. શાહિદના આ જવાબથી શંકાની સુઈ કરીના કપૂર ખાન ઉપર આવીને અટકી ગઈ હતી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.