શું તમે જાણો છો? રેલવેનું એન્જીન 1 લીટર ડીઝલમાં કેટલી એવરેજ આપે છે, જવાબ સાંભળીને ચોંકી જશો

0
3087

ભારતના લોકો દ્વારા મુસાફરી માટે રેલવેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેમજ ભારતમાં સૌથી મોટું રેલ્વેનું નેટવર્ક છે. અને આ રેલ્વે નેટવર્ક આપણા દેશની લાઈફ લાઈન છે. છતાં પણ ભારતીય રેલવેની સુવિધા રત્તી બરાબર છે. ભારતની જનસંખ્યાના પ્રમાણમાં હજુ પણ પૂરતી ટ્રેનો ઉપલબ્ધ નથી. ઘણી બધી જગ્યાએ લોકો પોતાનો જીવ જોખમમાં મુકીને ટ્રેનના ડબ્બાની ઉપર ચડીને અને દરવાજા પર લટકીને મુસાફરી કરે છે.

ભારતમાં મોટા ભાગે સામાન્ય વર્ગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે, કારણ કે એ જ તેમને પોસાય એવો વિકલ્પ છે. પણ લોકોની જરૂરિયાત અનુસાર ટ્રેનો ટ્રેક પર દોડતી નથી એટલે લોકો ટ્રેનમાં ઘીચોઘીચ ભરાયને જાય છે. જો કે હવે આ સ્થિતિમાં સુધારો ક્યારે આવે એ કહી ન શકાય.

હાલમાં ભારતમાં વીજળીથી ચાલતા એન્જીનનો ટ્રેનને ચલાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. છતાં પણ ઘણી જગ્યાએ ડીઝલથી ચાલતા એન્જીન પણ વપરાય છે. આજે આપણે આ ડીઝલ એન્જીન વિષે વાત કરીશું.

અમે તમને એક સવાલ પૂછીએ કે, તમે જાણો છો કે ભારતીય રેલનું ડીઝલ ઈંજન 1 લીટર ડીઝલમાં કેટલી માઈલેજ આપે છે? કદાચ તમને આ સવાલનો જવાબ નહિ ખબર હોય. તો વાંધો નહિ તમારે વધારે પરેશાન થવાની જરૂર નથી. કારણકે આ ગજબના સવાલનો જવાબ આજે અમે તમને આપવાના છીએ.

આ સવાલનો જવાબ આપતા પહેલા તમને એ જણાવી દઈએ કે ટ્રેનના ડીઝલ એન્જીનની માઈલેજ કિલોમીટર પ્રતિ લીટર માપવાની જગ્યાએ કિલોમીટર પ્રતિ કલાકમાં માપવામાં આવે છે. કારણ કે ટ્રેનનું એન્જીન શરુ થયા પછી કલાકો સુધી ચાલુ રહે છે. તો સવાલ એ છે કે ટ્રેનનું ડીઝલ એન્જીન એક કલાકમાં કેટલું ડીઝલ વાપરે છે? આના વિષે તેમે જો જાણી લેશો તો તમે તમારું માથું પકડી લેશો.

3300 GHP (Gross Horse Power) ના 4 સ્ટ્રોક વાળા ટ્રેનના ડીઝલ એન્જીન 1 કલાકમાં લગભગ 22 લીટર ડીઝલ પી લે છે એટલે કે માત્ર 1 કલાકમાં તે 22 લીટર ડીઝલ વાપરે છે. અને બીજી તરફ 4500 GHP ના 2 સ્ટ્રોક વાળા ટ્રેનના ડીઝલ એન્જીન 1 કલાકમાં લગભગ 11 લીટર ડીઝલ વાપરે છે.

મિત્રો છે આ વાત પરથી તમે અંદાજો લગાવો કે અત્યાર સુધી માત્ર ડીઝલ એન્જીનોએ જ કેટલું બધું ડીઝલ વાપરી નાખ્યું હશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.