ઓટોમેટીક ટ્રેક્ટર : ડ્રાઈવર વિના જ ચાલે છે આ ટ્રેક્ટર, ખુબ જ સહેલાઈથી થાય છે ખેતી

0
3636

મિત્રો આજકાલ ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે. દિવસેને દિવસે નવી નવી ટેકનોલોજી આવતી જ રહે છે. આપણા દેશના યુવાઓ પણ એમાં પ્રગતિ કરી રહ્યા છે. તેઓ પણ પોતાની કુશળતા દેખાડી રહ્યા છે. એવા જ એક યુવાન વિષે આજે અમે તમને જણાવવાં જઈ રહ્યા છીએ. જેણે ટ્રેક્ટરને રીમોટથી ચાલતું કરી દીધું છે. એટલે કોઈ ડ્રાઈવરની જરૂર પડતી જ નથી. એણે પોતાનું મગજ ચલાવીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ કામ કરી દેખાડયું છે.

આ રીતે તો કોઈ કંપની પણ પોતાના ટ્રેક્ટર લોન્ચ નથી કરતી પણ આ યુવાએ પોતાની કુશળતા અને બુદ્ધીમતાથી આ કામ કરી દેખાડયું છે. અને પોતાનું ટ્રેક્ટર ઓટોમેટીક બનાવી દીધું છે. માત્ર એક રિમોટથી એનું સંચાલન કરીને તે ખેતી કરે છે. આવો તમને એના વિષે વિસ્તૃત માહિતી આપીએ.

આ યુવક રાજસ્થાનના બારાં જિલ્લાના બમોરીકલાં ગામનો 19 વર્ષીય યુવક છે. જે દરરોજ નવા સંશોધન કરવામાં લાગેલો હોય છે. હાલમાં જ યુવકે રિમોટથી ટ્રેક્ટર ચલાવવાનું કારનામું કરી દેખાડ્યું છે. નાની ઉંમરમાં આ યુવકે પોતાની બુદ્ધિના બળ પર 27 થી વધુ સંશોધન કર્યા છે.

કોણ છે આ યુવક?

યોગેશ નાગર હાલમાં બીએસસી (ગણિત) પહેલા વર્ષનો વિદ્યાર્થી છે. યોગેશની માં શીલા નાગર ગૃહિણી છે. તેના પિતા રામબાબુ નાગર ખેડૂત છે, અને 15 વીઘા જમીનમાં ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

યોગેશને એના વિષે પૂછવા પર એને જણાવ્યું કે ઘરમાં ખેતી માટે એક ટ્રેક્ટર છે. ટ્રેક્ટર ચલાવતી વખતે પિતાને પેટમાં દુ:ખાવો થતો હતો જેના કારણે ખેતી પર સંકટ ઊભું થયું હતું. આ જોઈને અભ્યાસ સાથે પિતાની મદદની મદદ માટે સંશોધન કરવાનું કામ શરૂ કર્યુ હતુ.

આ યુવકે પરિવારની મુશ્કેલીને ગંભીરતાથી લીધી. અને ત્યારબાદ તેણે રિમોટ ઓપરેટીવ સિસ્ટમ ડેવલપ કરી હતી. જેમાં ટ્રેક્ટરને રિમોટની મદદથી ચલાવી શકાય છે. ડ્રાઈવર વિના ટ્રેક્ટરને ચલાવતી જોઈ ગામલોકો પણ હેરાન થઈ જાય છે.

આ યુવકનું ટ્રેક્ટર ડ્ર્રાઈવર વિના જ ચાલે છે. એટલે કે એના માટે બીજો ડ્રાઈવર રાખવાની જરૂર નથી પડતી.

આ સિસ્ટમની મદદથી ખેતી કરવામાં ખૂબ જ સહેલાઈ થઈ ગઈ છે.

આ યુવકે નાની ઉંમરમાં પોતાની બુદ્ધિના બળ પર 27 થી વધુ સંશોધન કર્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.