1999 માં ઓટો રીક્ષા વાળાએ કર્યું હતું બાળકનું અપહરણ, 20 વર્ષ પછી અમેરિકામાં આ હાલતમાં મળ્યો દીકરો

0
973

આ દુનિયામાં ઘણા બધા એવા સમાચાર સામે આવે છે જે વ્યક્તિને અંદર સુધી હચમચાવી દે છે. મિત્રો, જયારે એક બાળક પોતાના માતા પિતાની આંખ સામેથી ગુમ થાય છે, ત્યારે તેઓ પોતાના બાળકને શોધવાનો પૂરો પ્રયાસ કરે છે. પરંતુ જો તે નથી મળતો તો પોતાને જ આશ્વાસન આપીને બેસી જાય છે.

એવી જ એક ઘટના ચેન્નઈમાં રહેતા દંપત્તિ સાથે પણ થઈ હતી, જેમાં ૨૦ વર્ષ પહેલા તેમનો બાળક ખોવાઈ ગયો હતો. પણ પછી ૨૦ વર્ષ પહેલા અપહરણ થયેલો દીકરો અમેરિકામાંથી મળ્યો. આગળ શું થયું જાણવામાં રસ છે?

અમેરિકામાં મળ્યો ૨૦ વર્ષ પહેલા અપહરણ કરવામાં આવેલો દીકરો :

આ ઘટના ચેન્નઈની છે, જેમાં ૨૦ વર્ષ પહેલા એક દંપત્તિના દીકરાનું અપહરણ થઇ ગયું હતું. તેની ભાળ મળતા જ ખુશીના માર્યા માતા પિતા નાચી ઉઠ્યા હતા. છતાં પણ તેને પાછો મેળવવાની માટે ના કહી દીધી, કેમ કે અત્યારે તે જ્યાં છે ત્યાં તે વધુ ખુશ છે. વર્ષ ૧૯૯૯ માં ચેન્નઈના નાગેશ્વર રાવ અને શિવગામીના બે વર્ષના દીકરા અવિનાશનું એક ઓટો રીક્ષા વાળાએ અપહરણ કરી લીધું હતું, અને તે બાળકને મલેશિયન સોશિયલ સર્વિસ નામની એક સંસ્થાને વેચી દીધો હતો.

આ સંસ્થાએ તે શહેરના ૩૦૦ થી વધુ નિરાધાર બાળકોને ગેરકાયદેસર રીતે બીજા દેશોના નાગરિકોને ખોળે આપી દીધા હતા. તેમાંથી મોટાભાગના બાળકો અમેરિકા, ઓસ્ટ્રેલીયા અને નેધરલેંડ મોકલી દેવામાં આવ્યા હતા. અને અમેરિકાના એક દંપત્તિએ અવિનાશને ખોળે લઇ લીધો હતો. આ બાબતની તપાસ સિબિઆઇએ કરી અને શોધખોળ પછી સીબીઈએ વર્ષ ૨૦૦૯ માં અવિનાશના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યા. તેમાં એ વાત સાબિત થયું કે, અવિનાશ પેંટર નાગેશ્વર રાવનો જ દીકરો છે, પરંતુ અહિયાં એક બીજી અડચણ આવી ગઈ.

અમેરિકી કાયદા મુજબ દત્તક લીધા પછી બાળકને તેના દાવેદાર સાથે ત્યાં સુધી નથી મળવા દેવામાં આવતા, જ્યાં સુધી તે બાળક ઉંમર લાયક નથી થઇ જતો. હવે રાવ દંપત્તિ પાસે રાહ જોયા સિવાય કોઈ રસ્તો ન રહ્યો. પરંતુ આ મહીને અવિનાશ ૨૨ વર્ષનો થઇ ગયો, અને તે પોતાના માતા પિતાને મળવા ભારત આવ્યો. પાંચ સપ્ટેમ્બરે અવિનાશ જયારે માતા શિવગામી અને પિતા નાગેશ્વર રાવને મળ્યો તો ઘણો લાગણીશીલ થઇ ગયો હતો.

માતા – દીકરો નથી સમજતા એક બીજાની ભાષા :

અવિનાશને તમિલ નહિ માત્ર અંગ્રેજી આવડે છે અને માતાને તમિલ ભાષા સિવાય કાંઈ સમજમાં નથી આવી રહ્યું. છતાંપણ બંને એક બીજાના ગળે ભેંટીને રડી રહ્યા હતા. એક બીજાને મળ્યા પછી બંને ઘણા ખુશ છે. મોહનવદીવેલન નામના એક વ્યક્તિએ માં-દીકરા વચ્ચે ટ્રાંસલેટરનું કામ કર્યું. શિવગામી અને નાગેશ્વર રાવનું કહેવું હતું, ખુશી વહેંચવાથી વધે છે અને અમે ઇચ્છીએ છીએ કે અમારો દીકરો ખુશ રહે. પછી ભલે તે અમેરિકામાં રહે કે ભારતમાં રહે.

અવિનાશે જણાવ્યું કે, હું ઘણું બધું કહેવા માંગું છું પરંતુ હાલ તો હું અમેરિકા પાછો જઈ રહ્યો છું. પાછો ફરીને જરૂર આવીશ. અવિનાશે આગળ જણાવ્યું, હું જયારે પાછો ફરીને આવીશ તો થોડી ઘણી તમિલ શીખી લઈશ. હું માં સાથે ઘણી બધી વાતો કરવા માગું છું, અને હું તેને એ બતાવવા માગું છું કે, હું તેમને મળીને કેવું અનુભવી રહ્યો છું?

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.