દિલ્હીમાં શીખ ઓટો ડ્રાયવરે કિરપાણ કાઢી તો પોલીસ ઉતરી આવી ગુંડાગર્દી પર જાણો વિડિઓનો આખો મામલો

0
819

દિલ્લીમાં પોલીસ અને રીક્ષા ડ્રાઈવરની ઝપાઝપીએ વાતાવરણ તણાવભર્યુ બનાવી દીધું છે. કિસ્સો દિલ્લીના મુખર્જી નગર વિસ્તારનો છે. પોલીસે ફીડર ઓટો(ગ્રામીણ સેવા) ના ડ્રાઈવર સરબજીત અને એમના સગીર દીકરા સાથે મારઝૂડ કરી હતી. એ પછી સ્થાનિક લોકોનો ગુસ્સો ભડકી ગયો છે. ખાસકરીને સિખ સમુદાય મારપીટ પછી ઘટનાસ્થળ પર પહોંચ્યા અને મુખર્જી નગર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો.

મોડી સાંજ સુધી કાર્યવાહી ન થવા પર લોકોનો ગુસ્સો વધતો જ ગયો. ભીડ મહાત્મા ગાંધી રોડ અને મુખર્જી નગર રેડ લાઈટ પર જમા થઇ ગઈ. ત્યારબાદ ગુસ્સે થયેલી ભીડે બસો ઉપર પથ્થર મારો કર્યો. આખા કિસ્સામાં પોલીસ વિભાગ તરફથી ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આખો મામલો શું છે?

મુખર્જી નગર વિસ્તારમાં કોઈ વાતને લઈને રીક્ષા ડ્રાઈવર સરબજીતની પોલીસ કર્મચારી સાથે માથાકૂટ થઇ ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર સરબજીત ખતરનાક રીતે ઓટો ચલાવી રહ્યો હતો, એને લીધે પોલીસ કર્મચારીના પગમાં ઇજા થઇ હતી. ત્યારબાદ ઝગડો થયો અને તેને મારામારીમાં ફેરવાતા વાર ન લાગી.

વાયરલ વિડીયોમાં સરબજીત પોલીસ કર્મચારી સાથે માથાકૂટ કરતો દેખાઈ રહ્યો છે. સરબજીત સાથે ઉભો રહેલો એનો દીકરો એમને પાછળ હટાવી રહ્યો છે. વિડીયોમાં સરબજીત અને પોલીસવાળાની બોડી લેંગ્વેજ જોઈને લાગી રહ્યું છે કે, તે એકબીજાને જોઈ લેવાની ધમકી આપી રહ્યા છે. સરબજીતના હાથમાં કિરપાણ હતી.

ઝગડા દરમ્યાન પોલીસ કર્મચારી નજીકમાં જ રહેલા પોલીસ સ્ટેશનમાં ગયો અને સાથી પોલીસ કર્મચારીને લઇ આવ્યો. આ વચ્ચે સરબજીતનો દીકરો પિતાને ખેંચીને પાછો લઇ જઈ રહ્યો હતો. પરંતુ સરબજીત માન્યા નહિ અને બીજી તરફથી આવી રહેલા પોલીસવાળા પર કિરપાણ લઈને તૂટી પડે છે.

ત્યારબાદ જે થયું તે દરેક લોકોએ જોયું. પોલીસવાળાની ગુંડાગર્દીના પુરાવાના ઘણા વિડીયો રહેલા છે. પોલીસે એની પર બેફામ લાતો અને ડંડા વરસાવ્યા. સરબજીતની પીઠ પર પડેલા ડંડાના નિશાન એમની નિર્દયતા દર્શાવે છે.

આ ઘટના પછી લોકોએ પોલીસ વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે. મોટી સંખ્યામાં સિખો રસ્તા પર આવી ગયા. પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી દીધો. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ગોઠવવામાં આવી. સ્થળ પર અધિકારીઓ પણ પહોંચ્યા. પોલીસે કાર્યવાહી કરી અને મારપીટ કરવા વાળા 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

સવારે ચાર વાગ્યા સુધી પોલીસ સ્ટેશનની બહાર લોકોની ભીડ જામેલી રહી. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતા પણ સ્થળ પર પહોંચ્યા હતા. નેતાઓનું કહેવું છે કે, આ બનાવ માનવઅધિકારના ઉલ્લંઘનની સાથે સાથે ધાર્મિક ભાવનાઓને હાનિ પહોંચાડનાર પણ છે. પોલીસે સરબજીતની પાઘડી ઉતારીને એમની અપમાનિત કર્યા છે.

રાજૌરી ગાર્ડનથી ધારાસભ્ય મનજિંદર સિરસા પણ મોડી રાત સુધી પીડિતો સાથે રહ્યા :

પીડિત સરબજીત અને એમના ઘાયલ દીકરાને બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં પ્રાથમિક ઉપચાર પછી ઘરે મોકલી દેવામાં આવ્યા છે. જયારે સરબજીતના પરિવાર સાથે સંપર્ક કરવામાં આવ્યો, તો એમના પિતાએ આખી બાબતમાં કોઈ પણ વ્યક્તિ પર કાર્યવાહી કરાવવાની ના પાડી દીધી. કારણ કે તે આગળ ઝગડો નથી ઇચ્છતા. આ આખી ઘટના પછી આજે દિલ્લીના આ વિસ્તારમાં ઓટો ડ્રાઈવર હડતાલ પર ઉતરી ગયા છે.

આ આખા બનાવમાં લોકો પોલીસની ભૂલ કાઢી રહ્યા છે. પણ પહેલી નજરમાં સરબજીતનું વર્તન પણ યોગ્ય નથી દેખાઈ રહ્યું. પરસ્પર ઝગડામાં હથિયાર કાઢીને સામે વાળાને બીવડાવવા યોગ્ય નથી. આ ઘટનાને ઉચિત ઠરાવવા માટે તમામ દલીલો થઇ શકે છે, પરંતુ આત્મરક્ષા એ સ્થિતિમાં થાય છે જયારે સામે વાળો હુમલાખોર હોય. અહીં આ કેસમાં એવું નથી દેખાઈ રહ્યું. પછીથી પોલીસે જે કર્યું એ તો નિર્દયતા છે.