ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભયાનક આગના ફોટા પછી આ ફોટાઓ જીવનની નવી કિરણ દેખાડી રહ્યા છે

0
969

છેલ્લા ઘણા મહિનાથી ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગને કારણે લગભગ 100 કરોડ જાનવરો મરી ગયા છે. એના સિવાય આ આગની અસરથી ત્યાંનું જન જીવન પણ ઘણું ખરાબ થયું છે. ત્યાંની હવાની ગુણવત્તા એકદમ ખરાબ થઈ ચુકી છે. આપણે ઇન્ટરનેટ પર રોજ આ આગની ઝપેટમાં આવેલા નિર્દોષ પ્રાણીઓના હૈયું કંપાવી દેતા ફોટા અને વિડીયો શેયર કરતા રહીએ છે. જ્યાં એક તરફ એક ઘણો મોટો ભાગ સળગી રહ્યો છે, ત્યાં એવા પણ સમાચાર આવ્યા છે કે, અમુક ભાગ ફરીથી સાજા થઈ રહ્યા છે.

ઇન્ટરનેટ પર લોકો આ આ બળી ગયેલા ઝાડ અને જંગલોમાં ફરીથી જીવન ઉત્પન્ન થવાના ફોટા શેયર કરી રહ્યા છે.

આ બધા ફોટા સતત આવી રહેલા બરબાદીના ફોટા વચ્ચે એક રાહત અને આશાનું કિરણ લઈને આવી રહ્યાં છે.

Murray Lowe નામના ઓસ્ટ્રેલિયાના એક રહેવાસીએ ફેસબુક પર આ ફોટા શેયર કર્યા છે.

Murray Lowe આ બધા ફોટા વેચી રહ્યા છે, જેમાંથી મળવા વાળા રૂપિયા તે આગની ઝપેટમાં આવેલા જીવોની મદદ કરવામાં લગાવશે.

ઇન્ટરનેટ પર બીજા લોકો પણ આવા ફોટા શેયર કરી રહ્યા છે.

આ જગ્યાઓ પર ફરીથી જીવન જોઈને ઘણી ખુશી થઈ રહી છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.