ઘાયલ થઈ હતી માં, આખી સર્જરી દરમિયાન ચીપકી રહ્યું બાળક

0
696

ઓસ્ટ્રેલિયાની આગમાં સપ્ટેમ્બરથી લઈને અત્યાર સુધી 50 કરોડ જાનવરોના મરવાની જાણકારી આવી ચુકી છે. પણ લાખોની સંખ્યામાં જીવ-જંતુઓ, પ્રાણીઓને બચાવવામાં પણ આવી રહ્યા છે. ઘાયલ જાનવરોનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. એવી જ એક ઘાયલ માદા કોઆલા અને એના બાળકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે જુન 2015 ઘટેલ ઘટના પર આધારિત છે, આ ફોટામાં દેખાઈ રહ્યું છે કે, કોઆલાના બચ્ચાએ પોતાની માં ને ઈલાજ સમયે પણ નથી છોડી રહ્યું. આજ છે માં સાથે બાળકનો પ્રેમ. ઓસ્ટ્રેલિયાના જીવ સંરક્ષકોએ માં કોઆલાનું નામ લિજી અને બચ્ચાનું નામ ફેંટમ રાખ્યું છે.

ધરતી પર સૌથી મોટો પ્રેમ માં-બાળકનો :

ધરતી પર બાળકનો માં સાથેનો ને માં નો બાળક સાથેનો પ્રેમ સૌથી મોટો હોય છે. જ્યાં એક તરફ ઓસ્ટ્રેલિયાની આગના ભયાનક ફોટા સામે આવી રહ્યા છે. ત્યાં એક રાહત આપતો ફોટો પણ આવ્યો છે. જે ખરેખર જુન 2015નો છે. જેમાં પ્રાણીઓની હોસ્પિટલમાં કોઆલા માં ની સર્જરી દરમિયાન એના બાળકે સાથ નથી છોડ્યો. ડોક્ટરએ ઘણો પ્રયત્ન કર્યો પણ બાળકે માં ને છોડીને જવા તૈયાર ન હતું.

બે અઠવાડિયા પહેલા લાગેલ આગ વખતે ઘાયલ માંના વાયરલ થયા ફોટા :

લિઝી નામની કોઆલા માતાને ઓસ્ટ્રેલિયામાં આવેલ કોમિન્યામાં વોરેગો હાઈવે પર જુન 2015માં તેના બચ્ચા જેનું નામ ફેન્ટમ રાખ્યું છે, તેની સાથે રસ્તો પસાર કરતી વખતે એક કાર દ્વારા તેને અકસ્માત થયો. ત્યાર બાદ કોઆલા અને તેના બચ્ચાને ઓસ્ટ્રેલિયાની ઝૂ વાઈલ્ડ લાઈફ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં માતા કોઆલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ સર્જરી દરમિયાન કોઆલાનું બચ્ચું તેની માતાને ચીપકી રહ્યું હતું. આ હોસ્પિટલને ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત જીવ સંરક્ષણ સ્ટીવ ઈરવિને બનાવી હતી.

લિજીના ફેફસા અને ચહેરા પર ઇજા થઈ હતી :

ઓસ્ટ્રેલિયા ઝૂ વાઈલ્ડલાઈફ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે, લિજીના ફેફસામાં સંક્રમણ અને ચહેરા પર ઇજા થઈ હતી. અમારે એની સર્જરી કરવાની હતી. પણ લિજીને અકસ્માતથી ફેંટમને બચાવી લીધું. ફેંટમને ક્યાંય પણ ઇજા થઈ ન હતી.

સર્જરી સમયે પણ ફેંટમે લિજીને છોડી નહિ :-

આખી સર્જરી દરમિયાન ફેંટમ પોતાની માં લિજીને ચીપકી રહયો હતો. તેણે કયારેય માં ને નહિ છોડી. પહેલા ડોક્ટરે પ્રયત્ન કર્યો કે ફેંટમને સર્જરી દરમિયાન હટાવી દઈએ, પણ તેની જીદ્દની આગળ ડોક્ટરોનું કાંઈ ન ચાલ્યું.

ડોક્ટરોએ કર્યું સફળ ઓપરેશન :

ઓસ્ટ્રેલિયા ઝૂ વાઈલ્ડલાઈફ હોસ્પિટલના ડોક્ટરોએ લિજીનું સફળ ઓપરેશન કર્યું. આ દરમિયાન તેમણે ફેંટમને પોતાની માં લિજી પાસે રહેવા દીધું. પરિણામ એ આવ્યું કે, ફેંટમના શરીરની ગરમી અને ડોક્ટરોના ઈલાજથી લિજી હવે ઠીક છે. જયારે બાળક આટલો પ્રેમ કરે તો કોઈ માં કેવી રીતે સાજી ન થાય?

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સુધારો કરી સંપાદન કરી લીધેલ છે.