ઓસ્ટ્રેલિયામાં 10 હજાર ઊંટોને 5 દિવસમાં મારી નાખવાનું લક્ષ્ય, કારણ જાણીને તમે પણ માથું પકડી લેશો

0
618

છેલ્લા ઘણા મહિનાઓથી ઓસ્ટ્રેલિયાના જગલોમાં લાગેલી આગ દુનિયા માટે ચિંતાનો વિષય બની ગઈ છે. આ આગને કારણે કેટલાય લોકો અને જાનવરોના મૃત્યુ થઈ ગયા છે. તેમજ આગને કારણે લોકો બેઘર અને ઘાયલ બની ગયા છે. ઓસ્ટ્રેલિયા સરકાર વન્ય જીવોને બચાવવા અને આગ પર નિયંત્રણ મેળવવા માટે મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. આ આફતના ઘણા વિડીયો અને ફોટા થોડા થોડા દિવસે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

એવો જ એક તાજો મામલો પણ ઓસ્ટ્રેલિયામાંથી સામે આવ્યો છે, જેણે દરેકને ચકિત કરી દીધા છે. ઓસ્ટ્રેલિયા સરકારે 10 હજાર ઊંટોને મારવાનો આદેશ આપ્યો છે. એનું કારણ છે તેમનું વધારે પાણી પીવું. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ આદેશ દક્ષિણ ઓસ્ટ્રેલિયા ક્ષેત્રોના આદિવાસી નેતાઓએ આપ્યો છે.

મીડિયામાં આવેલા સમાચારોનું માનીએ તો, હજારો જંગલી ઊંટોને મોતને ઘાટ ઉતારવાનો આદેશ એટલા માટે આપવામાં આવ્યો છે, જેથી દેશ દુકાળની સમસ્યા સામે લડી શકે. આ આદેશ પર પ્રશાસનનું કહેવું છે કે, તે ઊંટ ઘણું વધારે પાણી પી જાય છે. એટલા માટે બુધવારે પ્રોફેશનલ શૂટર હેલીકૉપટરમાં સવાર થઈ આ ઊંટોને મોતને ઘાટ ઉતારશે.

ડેલી મેલમાં છપાયેલા રિપોર્ટ અનુસાર અધિકારીઓનું માનવું છે કે, ઊંટ ગ્લોબલ વોર્મિંગમાં પણ પોતાની મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. હકીકતમાં, આ ઊંટ આખા વર્ષમાં એક ટન કાર્બન ડાયોક્સાઇડ જેટલા મિથેન ગેસનું ઉત્સર્જન કરે છે.

રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ 10 હજાર ઊંટોને 5 દિવસની અંદર મારી નાખવામાં આવે. કાર્બન ફાર્મિંગ સ્પેશ્યાલીસ્ટ રેગેનોકોના ચીફ એક્ઝિક્યુટિવ ટિમ મુર જણાવે છે કે, એક લાખ જંગલી ઊંટ પ્રતિ વર્ષ 1 ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે, જે રસ્તા પર રહેલી 4,00,000 ગાડીઓ બરાબર છે.

આ માહિતી ફિકરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.