ATM માંથી 100 ની જગ્યાએ 500 ની નોટ નીકળવા લાગી, પછી લોકોએ કર્યું આ કામ

0
291

કર્ણાટકમાં બુધવારે કેનરા બેંકના એટીએમમાંથી 100 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયાની નોટ નીકળવા લાગી હતી, જેથી લોકો અચંબિત થઈ ગયા. આ દરમિયાન ઘણા લોકો દ્વારા તે એટીએમનો ઉપયોગ કરવામાં આવ્યો, અને એમાંથી કુલ 1.70 લાખ રૂપિયા કાઢવામાં આવ્યા. અધિકારીઓનું કહેવું છે કે, આવું એટીએમમાં નોટ નાખવાવાળી એજન્સીની ભૂલને કારણે થયું છે.

કોડાગુના પોલીસ અધિક્ષક સુમન ડી. પેન્નેકરે જણાવ્યું, ‘એટીએમમાં રૂપિયા નાખવાની જવાબદારી સંભાળવાવાળી એજન્સીએ મશીન ટ્રે માં 100 રૂપિયાની નોટો ભરવાની જગ્યાએ 500 રૂપિયાની નોટ ભરી દીધી, એ પછી 1.70 લાખ રૂપિયા કાઢવામાં આવ્યા.’

પેન્નેકરે કહ્યું કે, કોડાગુ જિલ્લાના મદિકરી શહેરમાં આવેલા એટીએમમાંથી જયારે કોઈ ગ્રાહકે 100 રૂપિયા કાઢ્યા પ્રયત્ન કર્યો, તો મશીનમાંથી 500 રૂપિયાની નોટ નીકળી. મદિકરી બેંગલુરુમાંથી 268 કિમી. દક્ષિણ પશ્ચિમમાં આવેલું શહેર છે.

પન્નેકરે કહ્યું, ‘પછી કોઈએ આ બાબતે કેનેરા બેંકને સૂચિત કર્યું. બેંકે આ ઘટના ક્રમ વિષે પોલીસનો સંપર્ક નથી કર્યો અને પોતાની તરફથી જ રૂપિયા વસૂલવાની રીત અજમાવી.’ બેંકે તે લોકોની ઓળખ કરી જેમણે 500 રૂપિયાની નોટ કાઢી હતી. આ દરમિયાન બેંક રૂપિયા વસૂલવામાં સફળ પણ રહી, પણ હજી પણ બે વ્યક્તિઓ પાસેથી 65,000 રૂપિયા વસૂલવામાં ઘણી તકલીફ પડી હતી.

પોલીસ અધિકારીએ કહ્યું, ‘બે ગ્રાહકો બેંકની ભૂલ જણાવી પૈસા પાછા આપવાની આનાકાની કરી રહ્યા હતા. એ પછી એટીએમમાં રૂપિયા ભરવાની જવાબદારી ઉઠાવવાવાળી એજન્સીએ તે લોકો વિષે પોલીસને જાણકારી આપી.’ પેન્નેકરે કહ્યું કે, એ લોકોને સમજાવ્યા પછી તેમણે 65,000 રૂપિયા આપી દીધા અને બેંક પોતાના બધા પૈસા વસુલવામાં સફળ રહી. પેન્નેકરે કહ્યું કે, આ ઘટનાક્રમના સંબંધમાં કોઈ પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.