સ્ટેમ પેપર ઉપર કરી શરત અઠવાડિયામાં 5 દિવસ પત્ની ખાવાનું બનાવશે અને શનિ-રવિવારે પતિ

0
2567

સ્ટેમ્પ પેપર ઉપર શરત લખાવીને પહેલી વખત જીલ્લા અધિક્ષક કચેરીએ પહોચ્યું દંપત્તિ, જેથી બંનેની શરત ઉપર લાગી શકે કોર્ટનો સિક્કો. શનિવાર અને રવિવારે પતિ ઘરનું કામ કરશે અને પત્ની બહારનું. કોઈ એકના બીમાર પડવા ઉપર કુટુંબ માટે હોટલમાંથી ખાવાનું આવશે. કાંઈક આવા પ્રકારની શરતો લખીને તેને કાયદાનો સિક્કો લગાવવા માટે દંપત્તિ જીલ્લા અધિક્ષક કચેરીએ પહોચ્યા.

હજુ સુધી અધિક્ષક કચેરીમાં મહિલાએ પતિ અને સાસરિયા વાળા વિરુદ્ધ ફરિયાદ પહોચી નથી. અધિક્ષક કચેરીમાં પહેલી વખત એવું કપલ પહોચ્યું. જેણે પોતાના ઝગડાને થોડી શરતો સાથે પૂરો કરી દીધો. બંને તમામ શરતોને ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખીને અધિકૃત કરાવવા પહોચ્યા અધિકૃત સચિવે બંનેની શરતોનું સન્માન કરતા પ્રકરણ જીલ્લા કોર્ટને મોકલી રહ્યા છે.

જેથી શરતો ઉપર કાયદાનો સિક્કો લાગી શકે. અધિકૃત સચિવ ન્યાયધીશ આશુતોષ મિશ્રાએ જણાવ્યું કે તેમને ત્યાં હજુ સુધી એવા કેસ આવ્યા છે. જેમાં પતિ પત્નીને બહાર કાઢી મુકે. પત્ની સાસરીયા વાળા વિરુદ્ધ કેસ દાખલ કરે. પહેલી વખત એવું એક કપલ આવ્યું, જેમણે પાંચ વર્ષથી ચાલી રહેલા ઝગડાને સમજદારીથી ઉકેલી લીધો. તેમણે તેના માટે ન તો વકીલની જરૂર પડી, ન તો કોર્ટની દખલગીરીની.

પતિ અને પત્ની ખાનગી કંપનીમાં એકજીકયુટીવ હોદ્દા ઉપર છે. બંનેના લગ્નના ૧૦ વર્ષ થઇ ગયા છે. તેમણે અંદરો અંદર થોડી શરતો સાથે ઉકેલ કરી લીધો. શરતો તોડવા ઉપર બંનેએ પોતાના માટે સજાની જોગવાઈ પણ કરી છે.પતિ પત્નીની શરતો – એક બીજાના માતાના સંબંધોમાં નહિ કરે માથાકૂટ :- પાંચ દિવસ પત્ની ખાવાનું બનાવશે અને ઘરની જાળવણી રાખશે.

શનિવાર-રવિવારે પતિ ખાવાનું બનાવશે, ઘરની જાળવણી સાથે બાળકોને સ્કુલનું હોમવર્ક કરાવશે.તે દરમિયાન કોઈ એક બીમાર પડી જાય તો બહારથી ખાવાનું આવશે. એક બીજાના પ્રોફેશનલ રીલેશનશીપ ઉપર કોઈ ટીકા ટીપ્પણી નહિ કરે. ઓફિસેથી મોડા ઘરે આવવાની જાણ બે કલાક પહેલા એક બીજાને આપવાની રહેશે. જેથી કોઈ એક ઘરે પહોચીને બાળકોને સંભાળી શકે.

બંને એકબીજાના માતા પિતાના સંબંધમાં કોઈ ટીકા ટીપ્પણી નહિ કરે અને ન તો હસ્તક્ષેપ. બંને પોતાના માતા-પિતા માટે ભરણ પોષણની રકમ પોતાની ઈચ્છા મુજબ આપી શકશે. બાળકોના ભવિષ્ય માટે બંને પોતાના એકાઉન્ટમાંથી થોડી રકમ જમા કરાવશે. બાળકોની સ્કુલમાં થતા વાલી મીટીંગ એક મહિનો પત્ની હાજર રહેશે અને એક મહિનો પતિ. કોઈ પણ એક જો ત્યાં હાજર ન રહી શકે, તો તેની જાણ પાંચ દિવસ પહેલા આપશે. ઘરનો ખર્ચો બંને સરખા ભાગે ઉઠાવશે. જે મકાન ખરીદ્યું છે. તે બાળકોના નામ ઉપર કરી દેવામાં આવશે સંયુક્ત રીતે.

પોતાના માટે સજાની જોગવાઈ. :- શરતોનું કોઈ ઉલંઘન કરે છે, તો એક બીજાથી અલગ થવા માટે સ્વતંત્ર છે. બાળકો શરતોનુ ઉલંઘન કરવા વાળા સાથે નહિ રહે. ઉલટું બાળકોના ભરણ પોષણ માટે ૨૦ હજાર રૂપિયા દર મહીને આપવાના રહેશે. નિયમ, અધિકૃત કચેરીમાં પહોચવા વાળા કેસોમાં પતિ-પત્નીની કાઉન્સીલિંગ કરીને સમાધાન કરવામાં આવશે. અહિયાં કરવામાં આવતું સમાધાન પછી કોઈપણ કોર્ટમાં સુનાવણી નહિ થાય.

બાળકો માટે થઈને કર્યું સમાધાન. મિશ્રાએ જણાવ્યું કે દંપત્તિના બે બાળકો છે. જે બંનેના ઝગડાને કારણે દુઃખી હતા. ૬ વર્ષની છોકરી પિતા પાસે રહેતી હતી અને ૮ વર્ષનો છોકરો માં પાસે. બંને ભાઈ બહેન માત્ર રવિવારે એક સાથે પસાર કરતા હતા. જુદા થવાના ત્રણ ચાર દિવસ બંને સામાન્ય નથી થઇ શકતા. બંનેએ બાળકો માટે એક વખત ફરી કુટુંબ બચાવવા માટે છેલ્લી તક પોતાને આપી છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.