જાણો ખરાબ સપનાનો સમય કયો હોય છે, અને કયા સમયે આવે છે લાંબા સપના.

0
247

શું હોય છે સપનાની દુનિયા અને શું છે તેની સાથે જોડાયેલી અતરંગી વાતો, આ 10 પોઈન્ટ્સ દ્વારા સમજો.

સપના બધા જુવે છે, ક્યારેક રાતની ગાઢ ઊંઘમાં તો ક્યારેક દિવસની નાની એવી ઝપકીમાં. એ સપનાનું પોતાનું એક મહત્વ હોય છે. કેટલાક લોકોને સારા સપના આવે છે, તો કેટલાકને ખરાબ. સપનામાં તમે જે જુવો છો તેનો તમારા જીવન અને આરોગ્ય સાથે ગાઢ સંબધ હોય છે. તે સપના સાથે જોડાયેલા કેટલાક નવાઈ પમાડે તેવા ફેક્ટસ આજે અમે તમારા માટે લઇને આવ્યા છીએ. તે જાણીને તમે પણ સપનાની દુનિયામાં ગુમ થઇ જવા વિષે વિચારવા લાગશો.

(1) કેમ આવે છે સારા કે ખરાબ સપના? ખરાબ સપના Rapid Eye Movement(REM) દરમિયાન આવે છે. તેનું કારણ અનિયમિત ઊંઘ અને કોઈ તણાવપૂર્ણ માંસપેશી બની શકે છે. અને સારા સપના ગાઢ ઊંઘ દરમિયાન આવે છે. તેનું કારણ સમજ્યા વિચાર્યા વગર મોકલવામાં આવેલા ન્યુરોન્સના સિગ્નલ હોય છે જે મગજને ઊંઘ દરમિયાન મોકલવામાં આવે છે.

(2) ખરાબ સપના જોતી વખતે લોકો ચીસ કેમ નથી પાડતા? ખરાબ સપના જયારે આવે છે ત્યારે હકીકતમાં મગજ જાગી રહ્યું હોય છે. તે તમારી ઊંઘના ત્રીજા અને અંતિમ ચરણમાં આવે છે. એટલા માટે જયારે સપનામાં અને શરીરમાં Neurons ની ઉથલ પાથલ ચાલી રહી હોય છે, તો લોકો ચીસો નથી પાડતા.

(3) ખરાબ સપનાનો સમય : સૌથી જ્વલંત અથવા એમ કહો કે ખરાબ સપના Rapid Eye Movement દરમિયાન આવે છે. REM રાત્રે કોઈ પણ સમયે આવી શકે છે. તેનો સમયગાળો 90 થી 120 મિનીટનો હોય છે.

(4) લાંબા સપના આ સમયે આવે છે : લાંબા સપના સવારના સમયે આવે છે. તેને તમે નોંધશો તો જાણવા મળશે કે સવારના સમયે જ તમને કોઈ લાંબુ સપનું આવ્યું હશે.

(5) લાઈફમાં શું થવાનું છે તેના આપે છે સંકેત : સપના તમને જણાવી શકે છે કે, આગળ જીવનમાં શું થવાનું છે. ઘણી વખત એવું જોવામાં આવે છે કે જયારે લોકો સાથે કંઈક ખરાબ થાય છે, તો તે કહે છે કે તેમણે એવું થવાનું સપનું થોડા દિવસો પહેલા જોયું હતું. તે આબેહૂબ એવું જ નથી હોતું જેવું તમે સપનામાં જોયું હતું, પણ તે તેની સાથે ઘણું મળતું આવે છે.

(6) જે સપના વારંવાર આવે છે તેના સંભવિત વિષય:

કોઈના દ્વારા પી-છો કરવો.

રાક્ષસો અને જાનવરોનું સામે હોવું (ખાસ કરીને બાળકોને).

શારીરિક આ-ક્ર-મ-ક-તા.

પડવું અને હવામાં ઉડવું.

લોકો અથવા પ્રાણીઓ સાથે લ-ડા-ઈ.

(7) દિવસની કામગીરીઓ આપણા સપનાને પ્રભાવિત કરે છે : આપણી દિવસભરની કામગીરીઓ આપણા સપનાને પ્રભાવિત કરે છે. તમે જે સપના જુવો છો તે તમારી દિનચર્યા કે ક્રિયાકલાપો સાથે જોડાયેલા હોય છે.

(8) વિચિત્ર સપના : વિચિત્ર સપના દેખાવા નોર્મલ હોય છે, કેમ કે જયારે તમે એવા સપના જોઈ રહ્યા હો છો તો તમારા મગજનો તે ભાગ જે તમારી આસપાસની વસ્તુને યાદ અપાવે છે તે બંધ થઇ જાય છે.

(9) ઓછો તણાવ એટલે સારા સપના : સમય સાથે લોકોનો તણાવ ઓછો થવા લાગે છે તો ખરાબ સપના દેખાવાના ઓછા થઇ જાય છે. તેનો અર્થ છે કે તણાવ ઓછો હશે તો તમને સારા સપના વધુ આવશે.

(10) સપનામાં દેખાતા ચહેરા : સપનામાં તમે જે ચહેરા જુવો છો તે જાણીતા હોય છે. તેને તમે વ્યક્તિગત કે પછી ટીવી વગેરે ઉપર જોયા હોય છે. Stanford University ની એક રીસર્ચમાં આ સાબિત થઇ ચુક્યું છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.