ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું : એવી કઈ વસ્તુ છે જે ગરીબ ફેંકી દે છે અને અમીર પોતાના ખીસામાં મૂકી દે છે?

0
8813

એ વાત તો તમે જાણો જ છો કે આજના સમયમાં કોઈ પણ નોકરી મેળવવી હોય તો એના માટે ઈન્ટરવ્યુ પાસ કરવું પડે છે. એના વગર તમને નોકરી નથી મળવાની. જો કે ઘણા ઈન્ટરવ્યુ સરળ હોય છે, તો અમુક ઘણા જ અઘરા હોય છે, જેને પાસ કરવા દરેકના વસની વાત નથી હોતી.

અને સરકારી નોકરીના ઈન્ટરવ્યૂમાં કયા સવાલ પૂછવામાં આવે છે એ જાણવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક હોય છે, કારણ કે આ પરીક્ષાની તૈયારી કરવા વાળા ઘણા લોકો એવા હોય છે જે અહીં ફેલ થાય તો ઘણા પસ્તાય છે.

અને આવા ઈન્ટરવ્યું દરમ્યાન તમારી મનોસ્થિતિ જાણવા માટે ઈન્ટરવ્યુ લેવા બેસેલા વ્યક્તિ અમુક એવા સવાલ કરે છે, જે તમે કયારેય ક્યાંય વાંચ્યા જ ન હોય. હકીકતમાં આ પ્રકારના સવાલ તમારો IQ ટેસ્ટ કરવા માટે પૂછવામાં આવે છે. જેનાથી તમે પરિસ્થિતિ અનુસાર નિર્ણય લઈ શકો. તો ચાલો આજે અમે તમને ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવતા એવા જ સવાલો વિષે જણાવીશું. જેના જવાબ ઈન્ટરવ્યુ આપવા વાળા વ્યક્તિઓએ ઘણી ચતુરાઈ સાથે આપી દીધા.

સવાલ : 1

એવી તે કઈ વસ્તુ છે જેને ગરીબ લોકો ફેંકી દે છે, અને અમીર પોતાના ખીસામાં મૂકી દે છે?

જવાબ :1

રનિંગ નોઝ એટલે કે વહેતુ નાક. એને ગરીબ હાથ વડે ફેકી દે છે અને અમીર લોકો રૂમાલમાં લઈને ખિસ્સામાં મુકે છે.

સવાલ : 2

એવી કઈ વસ્તુ છે જે યુવાનીમાં લીલી દેખાય છે અને ઘડપણમાં લાલ દેખાય છે?

જવાબ : 2

મરચું. તે યુવાનીમાં લીલું હોય છે અને ઘડપણમાં લાલ થઈ જાય છે. (અહી એવું સ્પષ્ટ નથી કર્યું કે તમે તમારી યુવાનીમાં અને તમારા ઘડપણમાં તમે જુઓ છો.)

સવાલ : 3

બે જોડિયા બાળકો મઈમાં જન્મયા જેમના નામ રીતા અને ગીતા છે, પણ એમનો જન્મ દિવસ જૂનમાં ઉજવવામાં આવે છે, એ કઈ સંભવ છે?

જવાબ : 3

કારણ કે મઈ જગ્યાનું નામ છે અને એમનો જન્મદિવસ જૂનમાં છે.

મિત્રો આ સવાલ એવા હોય છે જે તમે મગજથી કેટલા એક્ટીવ છો એ જણાવે છે. અને દરેક સરકારી નોકરીના ઈન્ટરવ્યુંમાં આવા કોઈ ને કોઈ સવાલ પૂછવામાં આવે છે. જેથી તેઓ નક્કી કરી શકે છે તમે ભણવા સિવાયની બાબતો વિષે કેટલા એક્ટીવ રહો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.