છોકરીને ઇન્ટરવ્યુંમાં પૂછવામાં આવ્યા અટપટા પ્રશ્ન, પણ છોકરીના આ જવાબે સૌને હલાવી દીધા

0
3005

આજના સમયમાં તમારે કોઈ પણ ખાનગી કે સરકારી નોકરી મેળવવી હોય, તો એની લેખિત પરીક્ષા આપ્યા પછી ઈન્ટરવ્યું માંથી પસાર થવું પડે છે. અને નોકરી મેળવવા માટે તમારા ઘણા પ્રતિસ્પર્ધી પણ હોય છે. કારણ કે દરેક વ્યક્તિ આજના સમયમાં આગળ વધવા માંગે છે, અને એ કારણ છે કે દરેક નોકરી માટે પ્રતિયોગીતા પરીક્ષાઓ આપી રહ્યા છે.

લેખિત પરીક્ષા તો દરેક પાસ કરી લે છે પરંતુ જો તમે આઈએએસ, પીસીએસનું ઈન્ટરવ્યું આપો છો તો ઘણી વખત ઈન્ટરવ્યુંઅર ઉમેદવારોની હાજર જવાબી અને આઈક્યુને ચેક કરવા માટે ટ્રીકી પ્રશ્ન પણ પૂછી લે છે. અને તેઓ ઈન્ટરવ્યું આપવા માટે આવેલા ઉમેદવારનું મગજ ચરાવે ચડાવી દે છે.

એ વાત તો તમે જાણતા જ હશો કે યુપીએસસીની પરીક્ષા દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા હોય છે. અને તેના ઈન્ટરવ્યું પણ ઘણા અઘરા હોય છે. સારા સારા ઉમેદવાર પણ ઈન્ટરવ્યુંમાં નાપાસ થઇ જાય છે. એવા ઘણા ઉમેદવાર હોય છે જે યુપીએસસીની પ્રી અને મેન્સ, બન્ને પરીક્ષા પણ ક્લીયર કરીને છેલ્લે ઈન્ટરવ્યુંમાં નાપાસ થઇ જાય છે.

અને જો આપણે ઈન્ટરવ્યું લેનારની વાત કરીએ તો તેનું કોઈ ચોકસ પ્રીપ્લાનિંગ કે પેટર્ન નથી હોતી. તેમજ એમની પેનલ ઉમેદવારોને ટેકનીકલી, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક એમ કોઈ પણ જાતના પ્રશ્ન પૂછવા માટે સ્વતંત્ર હોય છે. યુપીએસસીના ઈન્ટરવ્યુંના પ્રશ્ન કોઈપણ વિષય માંથી હોઈ શકે છે, કોઈપણ બાબતના હોઈ શકે છે, તે વિચિત્ર કે તમામ રીતે હસ્યાસ્પદ હોઈ શકે છે.

ઘણા ઉમેદવારો સાથે એવું પણ બને છે કે, ઈન્ટરવ્યુંમાં એવા પ્રશ્ન પૂછવામાં આવે છે જે સીલેબસમાં હોતા નથી. આજે અમે તમને થોડા એવા જ પ્રશ્નોના જવાબથી માહિતગાર કરાવવાના છીએ, જે હંમેશા ઉંચી કક્ષાની પરીક્ષામાં પૂછવામાં આવે છે, અને તે ઘણા જ વધુ ટ્રીકી હોય છે. અને ઘણી વખત એ પ્રશ્નો એવા હોય છે કે તે સાંભળીને પહેલી વખતમાં તો ગુસ્સો આવી જાય છે. ખાસ કરીને છોકરીઓને કે છોકરીઓ સાથે જોડાયેલા પૂછવામાં આવતા પ્રશ્નો ઘણા ગંદા હોય છે.

૧. : તમારી પાસે એક કાચુ ઈંડું છે. એને તમે મજબુત સપાટી ઉપર કેવી રીતે ફેંકશો કે તે તૂટી ન જાય?

જવાબ : મજબુત સપાટી ઈંડાના પડવાથી નહિ તૂટે, તમે કોઈ પણ રીતે તે ઈંડાને ફેંકી શકો છો.

૨. : માની લો કે તમારી એક બહેન છે, અને જો હું એની સાથે ભાગી જાઉં તો તમે શું કરશો?

જવાબ : આ પ્રશ્નનો જવાબ જે ઉમેદવારે આપ્યો છે તેને પસંદ કરી લેવામાં આવ્યો હતો. એણે જવાબ આપ્યો હતો કે ‘મારી બહેન માટે તમારાથી ઉત્તમ જીવનસાથી બીજો કોઈ નહિ મળી શકે.’

૩. : તમે સવારે ઉઠો અને તમને ખબર પડે કે તમે ગર્ભવતી છો તો તમે શું કરશો?

જવાબ : આઇએસના ઈન્ટરવ્યુંમાં જે છોકરીનું સિલેકશન થયું હતું તેણે જવાબમાં કહ્યું હતું કે, ‘હું ઘણી ખુશ થઈશ અને સૌથી પહેલા મારા પતિને આ સમાચાર સંભળાવીશ.’

૪. શું લગ્ન પહેલા તમે કોઈની સાથે સુઈ શકો છો?

જવાબ : હા, હું મારા પરિવારના કોઈપણ સભ્ય સાથે સુઈ શકું છું. એક રૂમમાં સુવું કોઈ ખરાબ વાત નથી હોતી.

૫. જો હું તમારી માં ને ‘PROSTITUTE’ કહું તો તમે શું કરશો?

જવાબ : મારા પિતા એમના એકમાત્ર કસ્ટમર છે, અને મને આનંદ થશે કે તેમણે તેને જીવનભર ઘણો પ્રેમ આપ્યો છે.

૬. એવું કઈ ક્રિયા છે જેમાં છોકરો ૨૦-૨૫ મિનીટમાં જ થાકી જાય છે, પરંતુ છોકરી કહે છે હમણાં તો શરુ કર્યુ છે?

જવાબ : શોપિંગ.

તો હવે તો તમે સમજી જ ગયા હશો કે ઈન્ટરવ્યું દરમિયાન કેવા પ્રશ્ન પૂછવામાં આવે છે.