ઘરે બેસેલા કલાકારોને પણ પગાર આપે છે ‘તારક મેહતા’ ના અસિત મોદી, કલાકારો બોલ્યા – તે અમારા માટે….

0
238

જે કલાકારો સિરિયલમાં કામ નથી કરી રહ્યા તેમને પણ પગાર આપે છે નિર્માતા અસિત મોદી, મુશ્કેલ સમયમાં હાથ ઊંચા નથી કર્યા.

કો-રો-ના મહામારીને કારણે કેટલાક ટીવી શો બંધ પડી ગયા છે. એક તરફ ઇન્ડસ્ટ્રીના કેટલાક જાણીતા ટીવી નિર્માતાઓએ પોતાની ટીમના થોડા મેમ્બર્સ સાથે મુંબઈથી બહાર જઈને શુટિંગ કરવાનો નિર્ણય લીધો, તો બીજી તરફ ઘણા નિર્માતાઓ એવા પણ છે જે હજી પણ મુંબઈમાં લોકડાઉન ખુલવાની રાહ જોઈને બેઠા છે. આ સ્થિતિમાં નિર્માતાઓ ઉપરાંત બીજા ઘણા લોકો નુકશાન સહન કરી રહ્યા છે. કલાકારો રાહ જોઈ રહ્યા છે કે, ક્યારે શુટિંગ શરુ થશે? અને સાથે જ તેમનો પગાર ક્યારે આવશે. આ વાતાવરણમાં એક શો એવો છે જેના કલાકારોને શુટિંગ ન કરવાથી પર વધુ નુકશાન નથી થઇ રહ્યું.

શો ના નિર્માતા અસિત મોદી કલાકારોને બેઝીક સેલેરી આપી રહ્યા છે :

સીરીયલ ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ ના કલાકારોને તેના નિર્માતા અસિત મોદી ઘરે બેઠા પગાર આપી રહ્યા છે. ભલે તે શુટિંગ કરે કે ન કરે, જ્યાં સુધી તે કલાકારો શો સાથે જોડાયેલા છે, ત્યાં સુધી બધાનો બેઝીક પગાર દર મહીને તેમના એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે છે. દરેક કલાકારની તેમના અનુભવના હિસાબે એક બેઝીક સેલેરી નક્કી કરવામાં આવી છે. તેઓ મહિનામાં જેટલા દિવસ શુટિંગ કરે છે, તેની પ્રતિ દિવસની સેલેરી તેમની બેઝીક સેલેરીમાં જોડીને આપવામાં આવે છે.

ટીમના કેટલાક મેમ્બર્સ શુટિંગ માટે ગુજરાત ગયા છે :

ન્યુઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન, અબ્દુલનું પાત્ર ભજવતા કલાકાર શરદ શંકલા જણાવે છે કે, આ સમયે અમારી ટીમના કેટલાક મેમ્બર્સ શુટિંગ માટે ગુજરાત ગયા છે. શો ની સ્ટોરીલાઈન કો-રો-ના કાળમાં ચાલી રહેલી બ્લેક માર્કેટિંગની આજુ બાજુ છે. આ એપિસોડમાં ગોકુલધામ સોસાયટીના લોકો જ જોવા મળશે. આ શો માં હું એક દુકાનદારનું પાત્ર ભજવું છું, અને સ્પષ્ટ છે કે આ એપિસોડમાં મારુ પાત્ર ફીટ નથી બેસતું. મારી જેમ ઘણા કલાકાર આ એપિસોડમાં ફીટ નથી એટલા માટે અમે બધા આ સમયે શુટિંગ નથી કરી રહ્યા. છેલ્લા થોડા અઠવાડિયાથી અમે બધા ઘરે જ બેઠા છીએ.

અમારી ઇન્ડસ્ટ્રી ઘણી અપસેટ છે – શરદ શંકલા :

શરદ આગળ જણાવે છે કે, અમારી ઇન્ડસ્ટ્રી ઘણી અપસેટ છે. મોટાભાગના કલાકારોની આવક શુટિંગ ઉપર જ આધાર ધરાવે છે. તેથી અમે ભાગ્યશાળી છીએ કે અમારા નિર્માતા અમારી ઘણી કાળજી રાખે છે. અમે શુટિંગ નથી પણ કરી રહ્યા તો પણ તે અમને બેઝીક સેલેરી આપી રહ્યા છે. અમારા માંથી કોઈને કોઈ તકલીફ નથી થઇ રહી.

આસિત મોદી મારા માટે ભગવાન જેવા છે – ઘનશ્યામ :

શો માં નટુકાકાનું પાત્ર ભજવતા કલાકાર ઘનશ્યામ નાયક ગયા વર્ષે કેન્સરનો ભોગ બન્યા હતા. લગભગ છેલ્લા દોઢ વર્ષમાં તેમણે માત્ર 4-5 એપિસોડ જ કર્યા છે. તેમ છતાં પણ દર મહીને તેમના એકાઉન્ટમાં સેલેરી ક્રેડીટ થઇ જાય છે. તેના વિષે ઘનશ્યામ જણાવે છે કે, આસિત મોદી મારા માટે ભગવાન જેવા છે. છેલ્લા 6-7 મહિનાથી હું કામ નથી કરી રહ્યો, પહેલા લોકડાઉનને કારણે અને પછી મારી તબિયતને કારણે. તેમ છતાં પણ અસિતજીએ મને પૂરો પગાર આપ્યો છે.

તે પૈસા મારા ઈલાજ માટે કામ લાગ્યા. તેમણે એ વાતનું પણ આશ્વાસન આપ્યું હતું કે, જો હું મારી તબિયતને કારણે કામ ન કરી શકું તો પણ તે મારી સેલેરી નહિ કાપે. જરૂર પડે ત્યારે તે હંમેશા મારા માટે ઉભા રહે છે. તેનાથી વધુ હું તેમની પાસે શું માગી શકું છું. તેમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.

જાણો કેટલી છે ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ ના કલાકારોની બેઝીક સેલેરી :

ટપ્પુસેના (સમય શાહ, કુશ શાહ, રાજ અનાદકત, અઝહર શેખ, પલક સિધવાની) લગભગ 1.5 લાખ / મહિનો

દિલીપ જોશી – લગભગ 3 લાખ / મહિનો

અમિત ભટ્ટ / તનુજા મહાશબ્દે / શ્યામ પાઠક / મંદાર ચાંદવડકર – લગભગ 2.5 લાખ / મહિનો

શરદ શંકલા – લગભગ 1.5 લાખ / મહિનો

મુનમુન દત્તા / સોનાલિકા જોશી / અંબિકા રંજંકર – લગભગ 2 લાખ / મહિનો

સુનૈના ફોજદાર – લગભગ 1 લાખ / મહિનો

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.