ભારત ન્યુઝીલેન્ડ મેચની હાર ના જીરવી શક્યો અશોક, જાણો શું થયુ આ વ્યક્તિનું

0
5621

ભારતમાં ક્રિકેટને રમત નહિ ધર્મ માનવામાં આવે છે. અહીં ખેલાડીઓને એમના પ્રશંસક ભગવાનનો દરજ્જો આપે છે. ક્રિકેટ અને ટીમ ઇન્ડિયા પ્રત્યેની દીવાનગી દેશમાં એ રીતે ફેલાયેલી છે કે, વિપરિત પરિસ્થિઓમાં ઘણીવાર લોકોના મૃત્યુ પણ થઇ જાય છે. બિહારના કિશનગંજમાં પણ કઈંક એવું જ થયું છે. એક પ્રશંસકને ટીમ ઇન્ડિયા અને ક્રિકેટ પ્રત્યે દીવાનગી એટલી હદે હતી કે, તે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતની હાર સહન ન કરી શક્યા.

ટીમની હારના સમાચાર સાંભળીતા જ કિશનગંજના અશોક પાસવાનના હૃદયની ગતિ રોકાવાને કારણે એનું મૃત્યુ થઇ ગયું. મૃતકની ઉંમર લગભગ 49 વર્ષ જણાવવામાં આવી રહી છે. એમના અચાનક મૃત્યુ પછી આખા પરિવારમાં શોક છવાઈ ગયો છે. આ બનાવ કિશનગંજના ડુમરિયા ભટ્ઠા મોહલ્લાનો છે. મૃતક સદર હોસ્પિટલમાં ડ્રેસરના પદ પર કાર્યરત હતા.

દરરોજની જેમ તે હોસ્પિટલમાંથી છૂટ્યા પછી ઘરે પહોંચ્યા. એમણે ટીવી ચાલુ કરી અને ભારત અને ન્યુઝીલેન્ડની મેચ જોવા લાગ્યા. મેચમાં ભારતની સ્થિતિ ઘણી નબળી હતી. પરંતુ રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોનીએ પરિસ્થિતિને સાંભળી લીધી હતી. આ જોઈને અશોક ઘણા રોમાંચિત થઇ ગયા. પણ પછી બંને બેટ્સમેનની વિકેટ પડી જવાથી ટીમ ફરી મુશ્કેલીમાં મુકાઈ ગઈ, અને વર્લ્ડકપના સેમિફાઇનલમાં હારીને ટ્રોફીની રેસમાંથી બહાર નીકળી ગઈ.

એનાથી અશોકને આઘાત લાગ્યો અને એના હૃદયની ગતિ અટકી ગઈ. એને તરત જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ એમને મૃત જાહેર કર્યા. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, તે ટીવી પર ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા. ટીમ ઇન્ડિયાને હારતી જોઈને તે બેચેન થઇ ગયા. એ બેચેનીને કારણે એમને હાર્ટ અટેક આવી ગયો અને એનું મૃત્યુ થઇ ગયું.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ડ્રેસર અશોક ડયુટી દરમ્યાન પોતાના કર્તવ્યથી કયારેય પાછા ફરતા ન હતા. બધા કર્મચારીઓ સાથે એમના સારા સંબંધ હતા. એમણે જણાવ્યું કે અશોક ક્રિકેટ પ્રત્યે ઘણો લગાવ રાખતા હતા. ખાસ કરીને ટીમ ઇન્ડિયાના તે મોટા ફેન હતા. સાથે જ એમણે જણાવ્યું કે એમના પરિવાર વાળા જયારે એમને હોસ્પિટલમાં લાવ્યા ત્યારે તે અંતિમ શ્વાસ લઇ રહ્યા હતા. એમણે હોસ્પિટલમાં જ દમ તોડી દીધો.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.