26/11 ના હુમલાને યાદ કરતા ભાવુક થયા અભિનેતા આશીષ, બહેન-બનેવીને યાદ કરતા જણાવી આ વાત.

0
243

26/11 ના હુમલામાં 48 કલાક સુધી હોટલની બહાર રહ્યા હતા એક્ટર આશીષ, બહેન-બનેવીને યાદ કરી જણાવી ઈમોશનલ વાત. 26/11 આતંકી હુમલાને ભલે 12 વર્ષ થઇ ગયા હોય. પરંતુ આજે પણ દરેકને સારી રીતે આ હુમલો યાદ છે, અને તે હુમલાથી થયેલા નુકશાનને કોઈ પણ ભૂલી નથી શકતા. 12 વર્ષ પહેલા 26 નવેમ્બરના દિવસે પાકિસ્તાનના આતંકવાદીઓએ મુંબઈ ઉપર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ઘણા બધા લોકોના જીવ ગયા હતા. આ હુમલો તાજ હોટલ અને અન્ય સ્થળો ઉપર કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં જ અભિનેતા આશીષ ચોધરીના બહેન અને બનેવીએ જીવ ગુમાવ્યો હતો. ધમાલ ફિલ્મમાં જોવા મળેલા અભિનેતા આશીષ ચોધરીએ 12 વર્ષ પછી પણ આ હુમલાને યાદ કર્યો અને જણાવ્યું કે, કેવી રીતે તેમણે એક ક્ષણમાં પોતાની બહેન અને બનેવીને ગુમાવી દીધા હતા. અભિનેતાએ ભાવુક થઈને આ સંબંધમાં એક પોસ્ટ લખી અને પોતાની બહેન અને બનેવીને યાદ કર્યા.

ઈમોશનલ પોસ્ટ લખતા આશીષે કહ્યું કે, ‘મારો કોઈ પણ દિવસ તમારા વગર પૂરો નથી થતો મોના.. હું તમને અને બનેવીને દરરોજ યાદ કરું છું. તમે બસ મને હંમેશા જોતા રહેજો જેમ હું તમને આજે પણ જોઉં છું, કેમ કે તમે મને આજે પણ ઘણો હિમ્મતવાન બનાવો છો. જેવી રીતે આપણે દરેક દિવસ હંમેશા હસતા રમતા પસાર કરતા હતા, તમે આજે પણ મારી સાથે દરેક સમયે હાજર છો, અને તમારી હાજરીથી મને શ્વાસ મળે છે.’ આ પોસ્ટ લખવા સાથે જ આશીષે પોતાની બહેનનો ફોટો પણ શેયર કર્યો.

40 દિવસ સુધી હતા ડીપ્રેશનમાં : 26/11 આતંકી હુમલાને લઈને એક વખત વાત કરતા આશીષે જણાવ્યું હતું કે, આ હુમલા પછી તે 40 દિવસ સુધી ડીપ્રેશનમાં હતા. તે સમય તેમના કુટુંબ માટે ઘણો ખરાબ સમય હતો, અને આ હુમલાએ અનેક પરિવારોને તોડી નાખ્યા હતા.

આશીષના જણાવ્યા મુજબ તેમની બહેન મોનિકા છાબરિયા, અને બનેવી અજીત છાબરિયા હુમલાની રાત્રે ટ્રાઈડેંટ હોટલના રેસ્ટોરન્ટમાં ડીનર કરી રહ્યા હતા. ત્યારે આતંકીઓએ ફાયરીંગ શરુ દીધું હતું. જેવી આશીષને એ હુમલાની જાણ થઇ, તે તરત તાજ હોટલ પાસે જતા રહ્યા અને લગભગ 48 કલાક સુધી હોટલની બહાર ઉભા રહ્યા હતા.

બે દિવસ પછી તેમને ખબર પડી કે તેમની બહેન અને બનેવી મૃત્યુ પામ્યા છે. આશીષે જણાવ્યું કે, તે પોતાની બહેનથી ઘણા નાના હતા, અને આટલી નાની ઉંમરમાં તેમણે ઘણું દુઃખ જોયું. તેની બહેનના બાળકો પણ હતા. હુમલા પછી તેમની બહેનના બાળકો અનાથ થઇ ગયા. આમ તો આશીષે તેમની બહેન અને બનેવીના ગયા પછી તેમના બાળકોની જવાબદારી ઉપાડી.

તમને જણાવી દઈએ કે આ હુમલામાં 166 લોકોના મૃત્યુ થયા હતા, જયારે 300 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલો કરવા માટે આંતકવાદી પાણીના રસ્તે પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો, અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.