લાંબી બીમારી બાદ પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું નિધન, એમ્સમાં લીધો અંતિમ શ્વાસ

0
578

પૂર્વ નાણાં મંત્રી અને બીજેપીના સિનિયર નેતા અરુણ જેટલીનું નવી દિલ્લીની એમ્સ હોસ્પિટલમાં 66 વર્ષની ઉંમરે નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ થયા પછી એમને 9 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એમની ખબર કાઢવા માટે પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, લોકસભાના સ્પીકર ઓમ બિરલા વગેરે એમ્સમાં આવ્યા હતા. વર્ષ 2018માં જેટલીની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952 ના રોજ થયો હતો.

જેટલીના ફેફસામાં પાણી જમા થઇ રહ્યું હતું, જેના કારણે એમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. એ કારણે ડોક્ટરોએ એમને વેન્ટિલેટર પર રાખ્યા હતા. એમને સોફ્ટ ટીશ્યુ સરકોમા હતું, જે પ્રકારનું કેન્સર હોય છે. જેટલીના નિધનના સમાચાર સાંભળ્યા પછી ગૃહ મંત્રી અમિત શાહે પોતાની હૈદરાબાદની વિઝીટને પુરી કરી દીધી. તે હૈદરાબાદથી દિલ્લી આવવા માટે નીકળી ચુક્યા છે.

અરુણ જેટલી મોદી સરકારના પહેલા કાર્યાલયમાં દેશના નાણા મંત્રી હતા. 2019 માં એમણે પોતાને ચૂંટણીમાંથી દૂર કરી દીધા અને ફરીથી મોદી સરકાર બનવા પર પણ પોતાને મંત્રી પદ પરથી દૂર રાખ્યા. જેટલી પોતાનું સ્વાસ્થ્ય ખરાબ હોવાનું જણાવીને દૂર રહ્યા હતા. તે 2009 થી 2014 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા રહ્યા.

અરુણ જેટલીએ શરૂઆતનું શિક્ષણ દિલ્લીની સેંટ ઝેવિયર્સ સ્કૂલમાંથી મેળવ્યું હતું. પછી એમણે દિલ્લી યુનિવર્સીટીની શ્રી રામ કોલેજમાંથી બી. કોમ કર્યું, અને પછી દિલ્લી યુનિવર્સીટીમાંથી લૉ ની ડિગ્રી મેળવી.

2018 માં અરુણ જેટલીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું, ત્યારબાદ તે સતત પોતાના સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેતા હતા. 2019 માં એમણે મોદી સરકાર 2 માં શામેલ થવા માટે અસમર્થતા વ્યક્ત કરી હતી. એમણે એક પત્ર પણ લખ્યો હતો. પોતાના પત્રમાં જેટલીએ લખ્યું હતું કે, ‘મને મારા પોતાના માટે, મારી સારવાર માટે અને મારા સ્વાસ્થ્ય માટે થોડો સમય જોઈએ છે.’ જેટલી એ પણ લખ્યું હતું કે, ‘મારી પાસે આ દરમ્યાન નિશ્ચિત રીતે ઘણો સમય હશે, જેમાં હું સરકાર અને પાર્ટીની સહજ રીતે મદદ કરી શકીશ.’

અરુણ જેટલી દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીના ટ્રબલ શૂટર બનતા હતા. અને તેમનો ગુજરાત સાથે ગાઢ સંબંધ રહ્યો છે. જાણકારી માટે જણાવી દઈએ કે અરૂણ જેટલી ગુજરાતના વેવાઈ પણ હતા. કારણ કે જેટલીના પત્નીની ભત્રીજીના લગ્ન ભાજપના નેતા પરિન્દુ ભગત ઉર્ફે કાકુભાઈના પુત્ર મૌલિક સાથે થયા છે, જે ગુજરાતના વતની છે.

ભગવાન એમની આત્માને શાંતિ આપે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.